અઠવાડીયાના દરેક દિવસ કોઈને કોઈ દેવતાને પ્રિય હોય છે. શનિવારનો દિવસ પણ ન્યાયના દેવતા તરીકે ઓળખતા શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે. જેનો અર્થ છે ન્યાય કરનાર દેવતા. એવી માન્યતા છે કે, માણસને તેના ખરાબ કર્મનું ફળ શનિદેવ જ આપે છે.
એવું પણ કહેવાય છે કે, જો શનિદેવ કોઈના પર પ્રસન્ન થઈ જાય તો તેનું જીવન સમૃદ્ધિથી ભરાઈ જાય છે. પણ જો તે કોઈના પર નારાજ ગુસ્સે થાય છે તો રાજાને પણ રંક બનાવતા સમય નથી લાગતો. શનિવારના દિવસે શનિદેવ સાથે જોડાયેલ ઘણી વસ્તુઓ દાન કરીને તેને પ્રસન્ન કરી શકાય છે. માણસ શનિદેવને પ્રસન્ન કરીને જીવનની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે. તેના માટે શનિવારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કંઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
લોખંડના વાસણ : શનિદેવના પ્રક્રોપને ઓછો કરવા માટે જે પણ દાન કરવામાં આવે છે તેમાં લોખંડના વાસણનું ખાસ મહત્વ રહેલું છે. શનિવારે કોઈ ગરીબને લોખંડના વાસણ દાન કરવાથી તમારા પર આવેલ દુર્ઘટના સંકટ દુર થઈ જાય છે.
કાળા અડદ અને કાળા તલ : જો તમે ધન સંબંધી પરેશાનીથી ઘેરાયેલા છો તો શનિવારે સાંજે સવા કિલો અડદની દાળ અથવા કાળા તલ કોઈ ગરીબને દાન કરો. માન્યતા છે કે તેનાથી શનિને કારણે થતી ધન સંબંધી પરેશાનીથી રાહત મળી શકે છે. આ દાન ઓછામાં ઓછા 5 શનિવાર સુધી કરવું જોઈએ. દાન કરતી વખતે યાદ રાખો કે તમે જે પણ વસ્તુનું શનિવારે દાન કરો છો તે શનિવારે આ વસ્તુઓનું પોતે સેવન ન કરવું જોઈએ.
સરસવનું તેલ : શનિદેવ માટે સરસવના તેલનું દાન ખુબ જ સારું માનવામાં આવે છે. જો શનિને કારણે તમારું કોઈ કામ અટકેલુ છે અથવા તો જીવનમાં સફળતા નથી મળી તો તમારે સરસવના તેલનું દાન કરવું જોઈએ. શનિવારના દિવસે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક રૂપિયાનો સિક્કો પણ નાખો. પછી કોઈ ગરીબને તેનું દાન કરો. અથવા તો પીપળા ના વૃક્ષ નીચે મૂકી દો.
કાળા કપડા અથવા બુટ : સ્વાસ્થ્યને લગતી કોઈ પરેશાની કે જેને એક બીમારીનું રૂપ લઇ લીધું છે તો એવામાં કાળા કપડાનું દાન કરવું જોઈએ. શનિવારની સાંજે કોઈ ગરીબને કાળા કપડા અથવા બુટ દાન કરવાથી લાભ મળે છે.7 પ્રકારના અનાજ : શનિ દોષની અસરને ઓછી કરવા માટે તમે શનિવારે 7 પ્રકારના અનાજનું દાન કરી શકો છો. આ અનાજમાં ઘઉં, મખના, જુવાર, ચોખા, ચણા અને કાળા અડદને સામેલ કરી શકો છો.
આમ તમે શનિવારે આ વસ્તુઓનું દાન કરીને પોતાના પર આવેલ સંકટને દુર કરી શકો છો. તેમજ જો તમારા પર શનિદેવની સાડા સાતી ચાલતી હોય તો તેમાં પણ રાહત મેળવી શકો છો. તેમજ શનિદેવના પ્રકોપને ઓછો કરી શકો છો. શનિદેવએ ન્યાયના દેવતા છે આથી એ તમારા કર્મ અનુસાર જ તમને ફળ આપે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી