જો તમે ઓછું મીઠું ખાવ છો તો લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. લોહીમાં સોડીયમનું લેવલ ઓછું થવાના કારણે હાઈપોનેટ્રેમિયાની સ્થિતિ પેદા થઈ શકે છે. જેના કારણે તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
વધુ મીઠું જ નહિ ઓછું મીઠું ખાવાથી પણ તમારી તંદુરસ્તીને ગંભીર નુકશાન થઈ શકે છે. ઘણી વખત તમે વધુ મીઠું ખાવાથી થતી બીમારીઓથી બચવા માટે મીઠાનું સેવન ઓછું કરવા લાગો છો. જ્યારે મીઠું એ આયોડીનનો મુખ્ય સ્ત્રોત છે. આથી તમારા શરીરને પર્યાપ્ત માત્રામાં મીઠું નથી મળતું તો તેનાથી તમારા શરીરને નુકશાન થાય છે. મીઠું એ સોડીયમ ક્લોરાઈડનો પણ મુખ્ય સ્ત્રોત છે અને તે ઇલેક્ટ્રોલાઈટને બેલેન્સ રાખે છે. ખરાબ કોલેસ્ટ્રોલ : અમેરિકન જર્નલ ઓફ હાઈપરટેન્શનમાં પ્રકાશિત એક રીસર્ચ પેપર અનુસાર ઓછું મીઠું ખાતા લોકોમાં રેનિન, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર વધુ જોવા મળ્યું છે. લો સોડીયમ વાળા ડાયટના કારણે ખરાબ કોલેસ્ટ્રોલ 4.6% અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર 5.9% સુધી વધી જાય છે.
ડાયાબિટીસ : ઓછું મીઠું ખાવાથી તમને સોડીયમ પર્યાપ્ત માત્રામાં નથી મળતું. અને તેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસની બીમારી થઈ શકે છે. ન્યુટ્રીશનિસ્ટના કહેવા અનુસાર જો તમે ખુબ જ ઓછું મીઠું ખાવ છો તો તેનાથી શરીરમાં ઇન્સુલીન રીજીસ્ટન્સની ક્ષમતા વધી જાય છે. કોશિકાઓ ઇન્સુલીન હાર્મોનના સંકેત પર બરાબર પ્રતિક્રિયાઓ નથી આપતી. તેનાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં વર્ષ 2010 માં થયેલ એક રીસર્ચ અનુસાર મીઠાની કમીની સીધી અસર ઇન્સુલીનની સંવેદનશીલતા પર પડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસથી ગ્રસિત લોકોમાં લો સોડીયમ ડાયટથી મૃત્યુનો ખતરો વધી જાય છે.
હાઈપોથાયરાયડીઝ્મની સમસ્યા : આયોડિનની કમીથી થાઈરોઈડ ગ્રંથી બરાબર કામ નથી કરી શકતી. જો તમે ખુબ જ ઓછું મીઠું ખાવ છો તો તમને હાઈપોથાયરાયડીઝ્મની સમસ્યા થઈ શકે છે. આયોડીન મીઠું શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે.
મગજમાં સોજો : ઓછું મીઠું ખાવાથી તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. બ્લડમાં સોડિયમના લેવલને ઓછું થવા કારણે હાઈપોનેટ્રેમિયાની સ્થિતિ પેદા થાય છે. તેના લક્ષણ ડીહાઈડ્રેશનના જેવા હોઈ શકે છે. આ સમસ્યા વધુ ગંભીર થવા પર મગજમાં સોજો, માથાનો દુખાવો અને સીજર્સનું જોખમ વધી શકે છે.
દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ ? : મીઠાનું સેવન એક નિશ્ચિત માત્રામાં કરવું જ શરીર માટે ખુબ સારું છે. તો તમારું સ્વાસ્થ્ય સારું બની રહે છે. તેને ખુબ ઓછું કે વધુ ન ખાવું જોઈએ. વધુ માત્રામાં મીઠું ખાવાથી એટલે સોડીયમની વધુ માત્રાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. નેશનલ એકેડમી ઓફ મેડીસીન અનુસાર દરરોજ 2.300 મીલીગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી