આટલા સમય સુધી લગ્નનું નથી એક પણ શુભ મુહુર્ત ! જાણો હવે ક્યારે થશે લગ્નો….

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ આખું વર્ષ કોરોના મહામારીએ લોકોને ખુબ જ પરેશાન તેમજ હેરાન કર્યા છે. દુનિયાના દરેક દેશ કોરોનાની વેક્સીન તૈયાર કરવા મથી રહ્યા છે. જ્યારે ઘણા દેશને થોડે અંશે સફળતા પણ મળી છે. પરંતુ આ મહામારી દરમિયાન લોકો ઓછા પ્રમાણમાં પણ શુભ કાર્યો જરૂર કર્યા છે. ચાલો તો વિવાહ જેવા શુભ કાર્ય વિશે થોડી ચર્ચા કરી લઈએ.

2020 નું વર્ષ હાલ તેના અંતિમ પડાવ પર છે. આ આખું વર્ષ કોરોનાએ પોતાનો કહેર વરસાવ્યો છે. તો પણ લોકો પોતાના ઘણા શુભ કાર્યો કર્યા છે. જ્યારે આ વર્ષનું અંતિમ વિવાહનું શુભ મુહુર્ત 11 ડિસેમ્બરનું જ હતું. અને 15 તારીખથી કમુરતાં બેસી જાય છે. જેમાં કોઈ શુભ કાર્ય કરી શકાતું નથી. જ્યારે આવતા વર્ષે વિવાહના શુભ મુહુર્ત અડધા એપ્રિલ મહિના પછી આવે છે. આમ જાન્યુઆરીથી લઈને માર્ચ 2021 સુધી વિવાહનું કોઈ શુભ મુહુર્ત નથી. જ્યારે નવા વર્ષમાં છેક 22 એપ્રિલથી લગ્નનું શુભ મુહુર્ત મળે છે.

આ અંગે વધુ વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ 2021 માં વિવાહ માટે માત્ર 50 દિવસ જ રહ્યા છે. બૃહસ્પતિ અને શુક્ર ગ્રહને કારણે વર્ષના શરૂઆતી દિવસોમાં લગ્ન થઈ શકશે નહિ. મકર સંક્રાતિ પછી 19 જાન્યુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધી ગુરુ અસ્ત રહેશે, પછી 16 ફેબ્રુઅરીથી શુક્ર 17 એપ્રિલ સુધી અસ્ત રહેશે. આ જ કારણે વિવાહનું પહેલું મુહુર્ત 22 એપ્રિલથી છે. ત્યાર પછી દેવ શયન પહેલા એટલે કે 15 જુલાઈ સુધી 37 દિવસો સુધી લગ્ન મુહુર્ત છે. જ્યારે 15 નવેમ્બર દેવ ઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી વિવાહ માટે 13 દિવસ મળશે.વસંત પંચમી પર નહિ થઈ શકે વિવાહ : 16 ફેબ્રુઆરી 2021 વસંત પંચમી છે. અને પણ વિવાહ માટે અબૂઝ મુહુર્ત માનવામાં આવે છે. પરંતુ આ દિવસે સૂર્યોદય સાથે જ શુક્ર અસ્ત થઈ જશે. આ કારણે પંચાંગમાં તેને વિવાહ મુહુર્તમાં ગણવામાં આવશે નહિ. જો કે લોક પરંપરાને કારણે ઉત્તરાખંડ સહીત દેશના ઘણા રાજ્યોમાં વસંત પંચમીએ લગ્ન થાય છે.

દેવ પ્રબોધની એકાદશી પર તુલસી શાલીગ્રામની પરંપરા છે. આ કારણે આ દિવસને વિવાહ માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ વિવાહ ક્યારેય તુટતા નથી. દાંપત્ય સુખ પણ હંમેશા બની રહે છે. આ સિવાય અક્ષય તૃતીયા અને વસંત પંચમીને શુભ મુહુર્ત માનવામાં આવે છે તેથી દિવસે લગ્ન કરી શકાશે.

વર્ષ 2020 માં 49 શુભ મુહુર્ત : ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં હોળી પહેલા 19 દિવસ મુહુર્ત હતા. ત્યાર પછી 15 માર્ચ હોળાષ્ટક બેસી ગયું હતું. ત્યાર પછી કોરોનાને કારણે લોકડાઉનમાં એપ્રિલથી જુન મહિના સુધી 23 મુહુર્ત નીકળી ગયા. ત્યાર પછી ચાતુર્માસ દરમિયાન જુલાઈથી 24 નવેમ્બર સુધી વિવાહ થઈ શક્યા નહિ. દેવ ઉઠી એકાદશીથી 11 ડિસેમ્બર સુધી સાત દિવસ જ વિવાહ માટે મળ્યા હતા.વર્ષ 2021 માં છે 33 સર્વ શુભ મુહુર્ત : વર્ષ 2021 ના બધા જ શુભ મુહુર્તની વાત કરવામાં આવે તો તે માત્ર 33 જ છે. જો કે વર અને કન્યાની કુંડળી અનુસાર બીજા 17 મુહુર્ત મળી શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કમુરતાં છે. 17 જાન્યુઆરીથી ગુરુ અને શુક્રને કારણે બાળ-વૃદ્ધ દોષને ચાલતાં શુભ મુહુર્ત નથી મળતા. ત્યાર પછી 20 જુલાઈથી 14 નવેમ્બર સુધી ચાતુર્માસ ચાલશે, માટે સમય દરમિયાન પણ કોઈ શુભ કાર્ય નહિ થઈ શકે. ત્યાર પછી 15 ડિસેમ્બરથી કમુરતાં બેસી જશે જે 31 ડિસેમ્બર સુધી ચાલશે.

વર્ષ 2021 ના વિવાહ માટેના શુભ મુહુર્તની તારીખ : એપ્રિલ મહિનામાં – 22, 24, 25, 26, 27, 30.  મે મહિનામાં – 1,3, 7 ,8,15, 21, 22, 24. જુન મહિનામાં – 4, 5, 19, 30. જુલાઈ મહિનો – 1, 2, 15. નવેમ્બર મહિનો – 19, 20, 21, 28, 29, 30. ડિસેમ્બર મહિનો – 1, 6, 7, 11, 12, 13.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment