5G ટેક્નોલોજી એરોપ્લેન માટે છે ખુબ જ ખતરનાક, જાણો આ ટેકનોલોજીના કેટલાક ભયાનક જોખમો અને તેના કારણો…

અમેરિકાના એરપોર્ટ ઉપર બુધવારથી 5G મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગની શરૂઆત થઈ રહી છે. તેવામાં આજે એર ઇન્ડિયાના પ્લેન અમેરિકા જશે નહિ. એર ઇન્ડિયાએ દિલ્હી-ન્યૂયોર્ક, દિલ્હી-સેનફ્રાન્સિસ્કો, દિલ્હી-શિકાગો, મુંબઈ ન્યુજર્સીની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. 5G થી વિમાનમાં થતી તકલીફના કારણે ઇન્ડિયાએ ફ્લાઇટનો સમય બદલે તેની સાથે જ વિમાન પણ બદલવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પહેલા જ થાય 5G ને લઈને એક પત્ર લખ્યો હતો. તો ચાલો જાણીએ કે આખરે 5G ટેકનોલોજીથી લાઈટને કંઈ રીતે જોખમ હોય શકે છે.

5G ટેકનોલોજીથી એરલાઇન્સની ફ્રિકવન્સીમાં તકલીફ આવવાની આશંકા હોય છે. અને તેને લઈને લગભગ દસ એરલાઇન્સ કંપનીના પ્રતિનિધિઓએ સરકારને પત્ર લખ્યો છે. તે અનુસાર એરલાઇન્સ અને ટેલિકમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રીની વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વાતચીત બાદ 5G ટેકનીકને શરૂ કરવાના અમુક દિવસ માટે ટાળવામાં આવ્યો છે. હવે તે સમયે સંપૂર્ણ અઠવાડિયાનો થઈ ગયો છે.

માનવામાં આવે છે કે, જો કાયદો ટેકનીક લાગુ થશે તો લગભગ 11 ફ્લાઈટ રદ્દ થઈ શકે છે. અમેરિકાની તમામ મોટી એરલાઇનએ બાયડન પ્રશાસનના આ વિષયમાં હસ્તક્ષેપ કરવાનું અને અમુક સમય માટે તેને ટાળવાનો અનુરોધ કર્યો છે.

એરલાઇન કંપનીઓની સાથે ચેતવણી આપી છે કે, તેના પરિણામ નુકશાનકારક હોય શકે છે. લગભગ એક લાખ યાત્રી પ્રભાવિત થઈ શકે છે અને તેની અસર માત્ર યાત્રીઓ ઉપર જ નહીં પડે, પરંતુ કાર્ગો ઉડાવનાર પણ પ્રભાવિત થઈ શકે છે.

શું કહે છે એરલાઈન્સ કંપની : 1 ) એવીએશન ઈક્વીપમેન્ટમાં જરૂરી અપડેટ અથવા બદલાવ વગર જો 5G અમલમાં લાવવામાં આવે તો ઘણો મોટો બનાવ થઈ શકે છે.
2 ) 5G ટેકનોલોજીના કારણે પ્લેનની ઊંચાઇને માપવાની ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે.
3 ) એરપોર્ટની આસપાસ 5G ટેકનોલોજીના કારણે ખતરનાક તકલીફ ઉભી થઈ શકે છે.

અમુક એરલાઇન્સના સીઓએ અમેરિકન ટ્રાન્સપોર્ટ સેક્રેટરીને ચિઠ્ઠી લખીને કહ્યું કે, એવીએશન ઇકવીપમેન્ટમાં જરૂરી અપગ્રેડ અથવા બદલા વગર જો પાછીને અમલમાં લાવવામાં આવશે તો ઘણી મોટી ઘટના બની શકે છે. હજી ટેકનોલોજીના કારણે પ્લેનને ઊંચાઇને માપવાની ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે.

એવિએશન રેગ્યુલેટર એફએએએ જણાવ્યું હતું કે, તેણે ટ્રાન્સપોન્ડર્સને અમુક 5G વિસ્તારોમાં કામ કરવાની મંજૂરી આપી છે. 5G ના C-બેન્ડથી પ્રભાવિત 88 એરપોર્ટમાંથી 48 એરપોર્ટને નવી ટેક્નોલોજી માટે લીલી ઝંડી આપવામાં આવી છે. એરલાઇન્સ ચિંતિત છે કે, આ એરપોર્ટ પર અપ્રમાણિત ઉપકરણોને કારણે હજારો ફ્લાઇટ્સ અટકી શકે છે.  યુનાઈટેડ એરલાઈન્સે સોમવારે જણાવ્યું હતું કે, વર્તમાન 5G વાયરલેસને કારણે 15,000 ફ્લાઈટ્સ અને 12.5 લાખ યાત્રીને અસર થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment