દર મહિને કરો ફક્ત 1500 રૂપિયા રોકાણ અને મેળવો 35 લાખ રૂપિયા રોકડા, એક રૂપિયાના જોખમ વગર કરો રોકાણ…. 

એક સારુ રોકાણ ખૂબ જ સારું વળતર આપે છે. પૈસાની વાત કરવા માટે ઘણા બધા વિકલ્પ હોય છે અને ઘણા બધા લોકો સ્ટોક માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે. હવે ક્રિપટોકર્રેન્સીમાં પણ લોકો ઇન્વેસ્ટ કરવા લાગ્યા છે. આ બધામાં જ રોકાણનો રિસ્ક હોય છે અને તેમાં ક્યારે કેટલું વળતર મળશે તે નિશ્ચિત હોતું નથી અને તેમાં વળતર બજારની સ્થિતિ ઉપર ટકેલું હોય છે.

જો તમે એ લોકોમાં સામેલ છો જે જોખમ વગર પૈસાનું રોકાણ કરવા માંગે છે. તો તમારે પોસ્ટ ઓફિસની આ યોજના ઉપર ધ્યાન આપવું જોઈએ. આ એક એવી યોજના છે. જ્યાં પોસ્ટ ઓફિસની નાની બચત યોજના તમને ખૂબ જ મોટું વળતર આપી શકે છે. તેમાં તમારા રૂપિયા ડૂબવાનું કોઈ જ જોખમ નથી અને આ યોજનામાં મહિનાના પંદરસો રૂપિયા જમા કરાવીને તમે 35 લાખ રૂપિયા મેળવી શકો છો. તેની સાથે જ તમને લોન જેવી બીજી અનેક સુવિધા પણ મળશે.

જાણો શું છે યોજના ? : ગ્રાહક સુરક્ષા યોજનામાં રોકાણ કરનારને પુરા 35 લાખનો ફાયદો મળી શકે છે. આ સ્કીમની આ રાશિ બોનસની સાથે રોકાણકારને એંસી વર્ષની ઉંમરે મળે છે. આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિનું મૃત્યુ 80 વર્ષની ઉંમર કરતાં પહેલા થઈ જાય છે. તો તેમના નોમિનીને આ રૂપિયા મળી જાય છે. ગ્રામ સુરક્ષા યોજનામાં 19 વર્ષથી લઈને 55 વર્ષ સુધી કોઈ પણ ભારતનો નાગરિક રોકાણ કરી શકે છે. ઓછામાં ઓછા 10 હજાર રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીનું રોકાણ તેમાં કરી શકાય છે. પ્રીમીયમ ભરવામાં તેમાં ઘણા બધા વિકલ્પ આપવામાં આવે છે. તે પ્રીમિયમને રોકાણકાર દર મહિને ત્રણ મહિને છ મહિને અથવા વર્ષના આધાર ઉપર કરી શકે છે.

આ છે પ્રીમિયમનું ગણિત : જો તમે 19 વર્ષની ઉંમરમાં આ પોલીસીને ખરીદી રહ્યા છો તો તમારે 55 વર્ષ માટે દર મહિને 1515 રુપિયા પ્રીમિયમ આપવું પડશે, 58 વર્ષ માટે તમારે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે તમારે 1411 રૂપિયા દર મહિને પ્રીમિયમ આપવું પડશે. પોલીસી ખરીદનારને 55 વર્ષ માટે 31.60 લાખ રૂપિયા 58 વર્ષ માટે 33.40 લાખ રૂપિયાની મેચ્યોરિટી બેનિફિટ્ મળશે, ત્યાં જ 60 વર્ષ માટે મેચ્યોરિટી બેનિફિટ્ 34.60 લાખ રૂપિયા હશે.

આ છે વધારાના ફાયદા : ગ્રાહક સુરક્ષા પોલિસીને ખરીદ્યા બાદ તમે લોનનો લાભ પણ લઈ શકો છો. પોલીસી ખરીદવાના ચાર વર્ષ પછી જ લોન લઈ શકાય છે. તે સિવાય જો પોલીસે અવધિમાં પ્રીમિયમ ભરવાનું ચૂકી જાવ છો તો તમે બાકીની પ્રીમિયમની રકમ ચૂકવીને તેને ફરીથી શરૂ કરી શકાય છે.

અહીં કરી શકો છો સંપર્ક : આ પરિસ્થિતિ વિશે વધુ જાણકારી લેવા માટે તમે નજીકના પોસ્ટ ઓફિસમાં પણ સંપર્ક કરી શકો છો તે સિવાય તમે તેની ઓફિસિયલ વેબસાઈટ www.postallifeinsurance.gov.in  ઉપર જઈને ગ્રામ સુરક્ષા યોજનાની જાણકારી લઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment