ઘરમાં આ એક વસ્તુને રાખો અને તેને રોજ વગાડો….. તેના વિશેષ લાભો થશે અને ધન વધશે…
મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં શંખનું ખુબ જ મહત્વ રહેલું છે. આપણા દિવસની શરૂઆત શંખનો અવાજ સાંભળીને થાય તો સંપૂર્ણ દિવસ શુભ વિતે છે. આમ તો આપણે શંખનો ઉપયોગ પૂજાઘરમાં કરતા જ હોઈએ છીએ. અને મંદિરોમાં શંખની અવાજ સાંભળવા મળી જાય છે. પરંતુ પહેલાના સમયમાં શંખનું જેટલું મહત્વ હતું એટલું રહ્યું નથી.
આજકાલ લોકો આધુનિકતામાં વધુ માનવા લાગ્યા છે. પરંતુ આ આધુનિકતાથી આપણું જ નુકસાન થઈ રહ્યું છે. આ શંખને મંદિરમાં રાખવાથી લાભ થાય છે અને શંખમાં રાખેલ પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે. આધ્યાત્મિકતથી જોવા જઈએ તો શંખના અનેક લાભ હોય છે. તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે શંખના અવાજનો આપણા જીવન પર શું અસર પડે છે. તો ચાલો જાણીએ શંખના લાભ…
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ રહેલો હોય તે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. કારણ કે શંખએ સમુદ્ર માંથી નીકળેલ છે અને લક્ષ્મીજીનું આગમન પણ સમુદ્ર દ્વારા થયું હતું. અને શંખને મહાલક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તમને એક વાત જણાવી દઈએ કે સમુદ્ર મંથન દ્વારા નીકળેલ રત્નોમાંથી શંખ પણ એક રત્ન છે.
તમે જોયું હશે કે આપણા દેવી-દેવતાઓએ હાથમાં શંખ ધારણ કરેલ હોય છે. મુખ્યત્વે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીના હાથમાં જોવા મળે છે. તેથી આ શંખને વધુ શુભ માનવામાં આવે છે અને દેવી-દેવતાઓની કૃપા આપણા પર બની રહે છે.
જ્યારે પણ મંદિરમાં અથવા ઘરમાં શંખ આરતી સમયે વગાડવામાં આવે તો વાતાવરણ શુભમય થઈ જાય છે અને વ્યક્તિના મનમાં સારા વિચારોનું પ્રદાન થાય છે. શંખના અવાજ વિશે વૈજ્ઞાનિકનું કહેવું છે શંખના અવાજથી તમારી આજુબાજુના વાતાવરણમાં રહેલા જીવાણુંનો નાશ થાય છે. શંખનો અવાજ સવારમાં સાંભળવામાં આવે તો તમારો દિવસ ખુબ જ શુભ અને સફળતાપૂર્વક વીતે છે. આમ શંખની વાણી મધુર માનવામાં આવે છે.
જો વાસ્તુ શાસ્ત્ર અનુસાર શંખ વગાડવામાં આવે તો ધરતી માતાને પણ પ્રસન્નતા મળે છે અને તમને લાભદાયી ફળ આપે છે. આમ શંખના અવાજથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે.
એવું માનવામાં આવે છે કે શંખ દ્વારા લક્ષ્મીજીને અભિષેક કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. અને તમારા પર ધનની વર્ષા કરે છે. અભિષેક કર્યા બાદ શંખમાં રહેલ પાણીને ફેંકવું જોઈએ નહીં તેનો ઘરમાં ઉપયોગ કરવો જોઈએ. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર શંખમાં રહેલ જળને ઘરમાં છાંટવામાં આવે તો ઘરમાં પવિત્રતા આવે છે.
જ્યારે પણ આરતીના સમયે શંખનો અવાજ સંભળાય છે ત્યારે લોકોનું મન પૂજા-આરાધના તરફ આકર્ષિત થાય છે. અને શંખ વગાડવાથી આસ્થામાં પણ વધારો થાય છે. આમ જોવા જઈએ તો શંખની પૂજા કરવાથી ખરાબ નજરથી દુર થાય છે. જો નિયમિત શંખની પૂજા કરવામાં આવે તો મનમાં રહેલી મનોકામનાઓ પૂરી થાય છે.
આમ મિત્રો શંખને દરેક શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવે છે. તેથી શંખની વાણી સાંભળવી, શંખની પૂજા કરવી અને શંખથી માતા લક્ષ્મીને અભિષેક કરવું જોઈએ.તો મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારા ઘરમાં શંખ છે કે નહિ…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google