માણસને જ્યારે નાની કીડી કરડી જાય તો પણ આખું શરીર બળતરા અનુભવે છે. આના પરથી એ કહી શકાય કે માણસ ખુબ જ સંવેદનશીલ હોય છે. જો માણસના અતિ સંવેદનશીલ ભાગ માંથી જો કોઈ જીવાત નીકળે ત્યારે કલ્પના કરી શકાય કે તેને કેટલી પીડા થતી હશે. તો આવી એક અનોખી ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. માટે આ લેખને જરૂરથી વાંચવો જોઈએ. કેમ કે આવું કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે છે.
તમે જાણો જ છો કે માનવ શરીરના દરેક ભાગ ખુબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ હોય છે. આંખ, કાન, નાક, હાથ અને પગ આ બધા આવશ્યક હોવાની સાથે સાથે ખુબ જ સંવેદનશીલ હોય છે. જો કોઈ નાની વસ્તુ પણ વ્યક્તિના કાનમાં જાય છે, તો તે ખંજવાળની સાથે અગવડતા પેદા કરે છે. તો મિત્રો જો કોઈના વ્યક્તિના કાનમાં વંદો જાય તો ? તો આપણે કલ્પના પણ ન કરી શકીએ કે વ્યક્તિના કાનમાં શું પીડા થાય. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અને આ ઘટના ચીનમાં બની છે. જેને જાણીને કોઈ પણ વ્યક્તિના હોંશ ઉડી જાય. ચીનમાં રહેતા આ વ્યક્તિના જમણા કાનમાં સૂતી વખતે ખુબ જ દર્દ થવા લાગ્યું. ત્યારબાદ તેણે ડોક્ટરને પોતાનો કાન બતાવ્યો. જ્યારે ડોક્ટરે તે વ્યક્તિના કાનની તપાસ કરી, તો જાણવા મળ્યું કે એક જીવિત માદા વંદો અને તેના 10 જીવિત બચ્ચઓ કાનમાંથી બહાર આવ્યા.
અહેવાલો અનુસાર એવું જાણવા મળ્યું છે કે, ગ્વાગડોંગ પ્રાંતના હુઆંગ જીલ્લાની સનેહ હોસ્પિટલમાં લ્યુવા નામનો 24 વર્ષીય વ્યક્તિ ગયા મહિને ડોક્ટર નરા ગસરજ નામના નાક-કાન-ગળાના ડોક્ટર એટલે ઇએનટી પાસે પહોંચ્યો હતો. ડોક્ટર પાસે જઈને તેણે કહ્યું કે, કાનમાં ખુબ જ દુઃખાવો થાય છે. તેણે ડોક્ટરને કહ્યું કે, કાનમાં ખંજવાળ આવે છે અને કોઈ તેના કાનમાં ખાતું હોય તેવું તેને લાગ્યા કરે છે. જ્યારે ડોક્ટર આ જાણીને ખુબ જ પરેશાન થઈ ગયા. આગળ જાણવા મળતી માહિતી અનુસાર તે માણસે એવું કહ્યું કે, ‘ડોક્ટરે મને કહ્યું કે કાનની અંદર વંદાઓના 10 જીવંત બચ્ચઓ મળ્યા છે, જે કાનમાં આમતેમ ફરતા હતા. આ સાથે, કાનમાંથી કાળી અને ભૂરા માદા વંદા પણ જોવા મળ્યો છે. જો કે, એવું કહેવામાં આવ્યું હતું કે બચ્ચાઓ થોડા હળવા રંગીન અને માદા વાંદા કરતા નાના કદના હતા.
જ્યારે ડોક્ટરે યુવકના કાનમાંથી ચિંપિયા વડે મોટા કદની એ માદા વંદાને કાઢી, પછી બચ્ચાઓને એક પછી એક કાનમાંથી કાઢી નાખવામાં આવ્યા. ચાઇનાના સ્થાનિક મીડિયા સાથે વાત કરતા, હોસ્પિટલના ઇએનટીના વડા લિ જિન્યુઆને કહ્યું કે, લ્વો તેના પલંગની પાસે અધૂરા ખાધેલા ફૂડ પેકેટ રાખે છે અને આ કારણોસર વંદા જેવા પ્રાણીઓ તેના કાનમાં ગયા. આમ મિત્રો, ઘણીવાર આપણે પણ અજાણતા આવું કરતાં હોઈએ છીએ. એટલે રાતે બેડ પાસે જ ખાઈએ છીએ અને બેડ પાસે જ મૂકી દઈએ છીએ. આમ અધૂરું ખાધેલા આપણાં એ ફૂડમાં પણ ઘણા પ્રકારની જીવાતો આટા મારે છે. જે આપણી માટે નુકસાનકારક સાબિત થાય છે. તો મિત્રો આ લેખ વાંચીને તમે પણ આ અંગે સજાગ થાવ એવી સલાહ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી