આવી રહી છે CISF કોન્સ્ટેબલ માટેની ખાસ ભરતી, મળશે રૂપિયા 81 હજાર સુધીની સેલેરી, જાણો આવેદન કરવા સહિતની તમામ માહિતી…

મિત્રો આપણે જાણીએ છીએ કે આજકાલ કોમ્પીટીટીવ પરીક્ષાની તૈયારીમાં યુવાનો અને યુવતી ખુબ જ મહેનત કરી રહ્યા છે. તો હાલમાં જ એક નવી ભરતી આવી છે, જેમાં વેતન અને પોસ્ટ બંને ખુબ જ સારા છે. તો આજે આ લેખમાં એ ખાસ ભરતી અને તેની આવેદન તારીખ, ભરતીની જગ્યા, કેટલો પગાર વગેરેની માહિતી તમારી સાથે શેર કરશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

કેન્દ્રિય ઔધોગિક સુરક્ષા બલ (CISF) એ સ્પોર્ટ્સ કોટા હેઠળ હેડ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ના પદો ઉપર ભરતી માટે આવેદન આમંત્રિત કર્યા છે. જે ઉમેદવાર આ ભરતી માટે ઈચ્છુક હોય તેઓ સીઆઈએસએફ ની આધિકારિક વેબસાઈટ cisf.gov.in પર જઈને આવેદન કરી શકે છે. CISF Head Constable Recruitment અભિયાન હેઠળ 249 ઉમેદવારોને નિયુક્ત કરવા માંગે છે.

ઈચ્છુક ઉમેદવારોની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાન અથવા બોર્ડ માંથી 12 ધોરણ પાસનું સર્ટીફીકેટ હોવું જોઈએ. તેને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય ખેલ અને એથ્લેટિકસ ટુર્નામેન્ટમાં રાજ્ય અથવા દેશનું પ્રતિનિધિત્વ પણ કરવાનું રહેશે. શૈક્ષણિક યોગ્યતાની પૂરી જાણકારી માટે આવેદન કરનાર કેન્ડીડેટ ઓફિશિયલ નોટિફિકેશન જોવે.

આ પદો પર આવેદન કરવા માટે કેન્ડીડેટની ઉંમર 18 થી 23 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. તેનાથી વધુ ઉંમરના લોકો આ આવેદન નહિ કરી શકે. એસસી(SC) અને એસટી(ST) વર્ગના કેન્ડીડેટને ઉંમર વર્ષમાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. તેમાં ઓબીસી(OBC) કેન્ડીડેટને ઉંમર વર્ષમાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે. ઉંમર વર્ષની સીમાની પૂરી જાણકારી માટે કેન્ડીડેટ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવા મળી જશે.

મહિલા ઉમેદવારો અથવા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ વર્ગના લોકો માટે કોઈ પ્રકારની શુલ્ક લેવામાં નહિ આવે. પરંતુ અન્ય ઉમેદવારો પાસેથી 100 રૂપિયા આવેદન શુલ્ક લેવામાં આવશે. આ પદો પર પસંદગી પામેલ ઉમેદવારોને 25,500 થી લઈને 81,100 રૂપિયા સુધીનું વેતન આપવામાં આવશે. આ પદો પર આવેદન કરવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. ત્યાર બાદ આવેદન નહિ કરી શકો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment