ચીન કરી રહ્યું હતું કોરોના સંક્રમિત લોકો પર પરીક્ષણ, જે સંપૂર્ણ સુરક્ષિત છે.  શું ચીનને મળશે સફળતા?

કોરોના વાયરસની આ મહામારીમાં લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તો આવી ગંભીર સ્થિતિમાં કોરોનાની વેક્સિનને લઈને રાહતની ખબર સામે આવી છે. તો ચીનમાં કોરોના વાયરસ વેક્સિન Ad5 નું પરીક્ષણ ચાલુ હતું એ પૂર્ણ થયું છે. તેનું પરીક્ષણ 108 વોલેન્ટિયર્સ માણસનું પરીક્ષણ હવે પૂર્ણ થયું છે. જેમ મીડિયા રીપોર્ટ અનુસાર દુનિયામાં જે વેક્સિન કોરોના સામે લડતા લોકોને આપવામાં આવે તેમાં ચીનની Ad5 વેક્સિન હાલ બધી જ વેક્સિન કરતા આગળ છે.

આ વેક્સિન માણસની અંદર રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે અને સુરક્ષિત રીતે મજબુત બનાવે છે. તેમણે જણાવ્યું કે, દર્દીઓની અંદર એન્ટીબોડી ઉત્પન્ન થાય એ એક સારો સંકેત છે. પરંતુ હજુ આ વેક્સિન કોરોના વાયરસને પૂરી રીતે ખતમ ન કરી શકી. વિશેષજ્ઞોએ કહ્યું કે પરીક્ષણથી એવું સાબિત થાય છે કે, ચીની વેક્સિન સંક્રમણથી બચાવી શકે છે. પરંતુ સંપૂર્ણ ઉપયોગી છે એવું પણ ન કહી શકાય. આ વેક્સિનને કૈસીનોએ બનાવી છે.

આ વર્ષની શરૂઆતમાં આ વેક્સિનનું પરીક્ષણ શરૂ થયું હતું. આ કંપનીએ બ્રિટનના ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અમેરિકાના મોડેર્નોના પરીક્ષણ કરતા ખુબ જ સમય પહેલા પરીક્ષણ થયું હતું. પરીક્ષણ દરમિયાન એ જાણવા મળ્યું કે, વેક્સિનના મોટાભાગના ડોઝથી ઈમ્યુન સિસ્ટમ મજબુત બની, પરંતુ એન્ટીબોડીનું સ્તર એટલું ન હતું કે તેનાથી વાયરસ પૂરી રીતે ખતમ થઇ જાય.

વૈજ્ઞાનિકોએ એવું જાણ્યું કે, વેક્સિનના કારણે ટી સેલ મજબુત થાય છે. જે વાયરસના સંક્રમણથી બચાવી શકે છે. જો કે વેક્સિનના અમુક સાઈડ ઈફેક્ટ પણ જોવા મળ્યા છે. જેમાં દર્દીને અંદર દુઃખાવો, માંસપેશીઓમાં દુઃખાવો અને તાવ જોવા મળ્યા છે. પરંતુ એવું પણ સામે આવ્યું કે 28 દિવસ બાદ આ લક્ષણ ઘટવા લાગે છે. તેમજ કોઈ પણ દર્દીની અંદર કોઈ ગંભીર લક્ષણ જોવા નથી મળ્યા.

મીડિયા રીપોર્ટ અનુસાર ચીનની Ad5 કોરોના વાયરસ વેક્સિન આખી દુનિયામાં હાલ સૌથી આગળ છે. દરેક વેક્સિનને પાછળ મૂકી દીધી છે. જો કે હજુ એવું સ્પષ્ટ નથી થયું કે, અમેરિકા ચીનની આ વેક્સિનનો ઉપયોગ કરશે કે નહિ. વિશેષજ્ઞોનું કહેવું છે કે, ચીનની આ વેક્સિનના પરીક્ષણ સમયે બધા ત્રણ પરીક્ષણ સમૂહોમાં કોરોના વાયરસની સાથે લડવા માટે એન્ટીબોડી વિકસિત થઇ ગઈ. વિશેષજ્ઞોનું કહેવું છે કે હજુ અ વેક્સિનને કારગર બનાવવા માટે વધારે શોધ કરવાની જરૂર છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ એક ખુબ જ સારો સંકેત છે. કેમ કે જ્યારે વેક્સિન તૈયાર થાય ત્યારે તેની બધી જ આડઅસરો વિશે જાણવું ખુબ જ જરૂરી હોય છે.

કોરોના વાયરસના ઈલાજ માટે બ્રિટનમાં જે વેક્સિનનું ટ્રાયલ થઇ રહ્યું છે, તે હવે બીજા ફેઝમાં પહોંચી ગયું છે. આ ફેઝમાં માણસો પર એ પરીક્ષણ શરૂ થઇ ગયું છે. તેનું પરીક્ષણ સફળ થયા બાદ 10 હજાર કરતા વધારે લોકોને એ દવાનો લાભ મળશે.

ભારતે પણ વેક્સિનના ટ્રાયલ માટે 80 % સફળ થવાનું ઉમ્મીદ જણાવી છે. છેલ્લા મહીને ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચર દ્વારા વેક્સિનનો પ્રભાવ અને સુરક્ષાની તપાસ કરવા માટે એક હજાર કરતા પણ વધારે વોલેન્ટિયર્સ પર ટ્રાયલ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોએ શુક્રવારના રોજ જાહેર કર્યું હતું કે, અમે બ્રિટનમાં બાળકો એ વૃદ્ધો સહીત 10, 260 લોકો પર આ વેક્સિનનું પરીક્ષણ કર્યું છે.

Leave a Comment