ગુજરાતમાં ભાજપના નેતાએ લગાવ્યો માવા અને બીડીનો કેમ્પ, નુકશાન કે નફા વગર કર્યું વિતરણ.

મિત્રો કોરોના વાયરસને લઈને હાલ દુનિયાના ઘણા દેશો લોકડાઉન છે. તો તેમાં ભારતના બધા રાજ્યોનો પણ સમાવેશ છે. લોકડાઉન દરમિયાન ઘણી બધી વસ્તુઓ પર સરકાર દ્વારા પ્રતિબંધ મુક્યો હતો. જેને લઈને અમુક ધંધા રોજગાર બંધ જોવા મળતા હતા. તેમાં વ્યસની લોકો માટે ખુબ જ કપરો સમય આવ્યો હતો. કેમ કે સરકારે પાન-માવા ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. તેના કારણે વ્યસન કરનાર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

લોકડાઉન લગાવવામાં આવ્યું ત્યાર બાદ પાન,બીડી, સિગારેટ,135 તમાકુની ફાકી માવા,ગુટખા પર પ્રતિબંધ હોવાના કારણે તેના ભાવ ખુબ જ ઊંચા થઇ ગયા હતા. લોકો મન ફાવે તેવા ભાવે તમાકુ અને સોપારી સહીત વ્યસનની દરેક વસ્તુને વહેચવા લાગ્યા હતા. ઘણા લોકોએ આવા સમયે પણ કાળા બજાર કરીને ભાવ લઈને કમાણી કરી હતી.

પરંતુ હાલ પાનના ગલ્લાઓને છૂટ મળી ગઈ છે અને વ્યસની લોકોના વ્હારે ભાજપા નેતાઓ સામે આવ્યા છે. ભાજપના નેતાઓ દ્વારા વાંકાનેરમાં પાન-બીડી, તમાકુનું વિતરણ ટાઉનહોલમાં રાહતના ભાવે કરવામાં આવ્યું છે. જે કામમાં પાલિકાએ સહયોગ કર્યો હતો. જે રીતે નેતાઓ લોકોને રાશનની કીટો વિતરણ કરી હતી તેમાં હવે રાહત ભાવે વ્યસન કરાવતી વસ્તુનું વિતરણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું.

વાંકાનેર નગર પાલિકાના પૂર્વ નગરપતિ અને ભાજપના જીતુભાઈ સોમાણી અને તેની સાથે નગર પાલિકાના સ્ટાફ દ્વારા ટાઉનહોલ પર મૂળ ભાવે માવા અને બીડીનું વહેંચાણ કરવામાં આવ્યું હતું. તે લેવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. આ વિશે જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, વેપારીઓ ખુલ્લે આમ લુંટ કરતા હતા માટે નફા અને નુકશાન વગર વહેંચાણ કરવામાં આવ્યું છે. આ વાતની જાણ અંદરના ગામડાઓમાં થતા લોકો માવા અને બીડી લેવા માટે ઉમટી પડ્યા હતા.

જે લોકોને માવા અને બીડીનું વ્યસન હોય છે તેવા લોકોએ આ સમયમાં એક જ ફરિયાદ કરી હતી કે જમ્યા બાદ જો બીડી કે માવાનું સેવન કરવામાં ન આવે તો કબજિયાતની સમસ્યા થઈ જાય છે. વેપારીઓ દ્વારા બમણા ભાવ કરી દેવાના કારણે ભાજપના અગ્રણીઓ દ્વારા આ વિચાર કરવામાં આવ્યો અને લોકો દ્વારા તેને ખુબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો. જે લોકો વ્યસની હતા તેમણે એવી માંગ કરી હતી કે ભાજપ દ્વારા આવા વિતરણ કેમ્પ યોજાય.

Leave a Comment