1 દિવસમાં ગાદલામાંથી પેશાબ કે કોઈ અન્ય ડાઘ દૂર કરવા કરો આ 4 માંથી કોઈ 1 કામ, ડાઘ પણ નીકળી જશે અને બદબુ પણ નહીં આવે…

લગભગ દરેક ઘરમાં નાના બાળકો ગાદલાંમાં પેશાબ કરતા હોય છે, તે કારણથી બેડશીટ અને ગાદલા ઉપર ડાઘ પડી જાય છે. કેટલીક વાર સફાઈ કરવાથી બેડ પરથી ડાઘ નીકળી તો જાય છે, પરંતુ ગાદલા પરથી નીકળતા નથી. કેટલીક વાર તેમાંથી ખરાબ દુર્ગંધ પણ આવવા લાગે છે. કેટલાક લોકોને ગાદલા પરથી ડાઘને દૂર કરવા, એ ખુબ જ મુશ્કેલ કામ લાગે છે.

પરંતુ, અમે આ તમારા મુશ્કેલ કામને ખુબ જ સહેલું બનાવવા જઈ રહ્યા છીએ. આ લેખમાં અમે તમને ગાદલામાંથી બાળકોના પેશાબના ડાઘને સાફ કરવા માટે, કેટલાક ઘરેલું ખુબ જ સારા ઉપાયોને બતાવવા જઈ રહ્યા છીએ. આ ટીપ્સોને અપનાવીને તમે ખુબ જ સહેલાઈથી ગાદલા પરથી પેશાબના ડાઘને દૂર કરીને, ગાદલાને ચમકાવી શકશો. તમને જણાવી દઈએ કે ડાઘને દૂર કરવા માટે, તમારે કેટલીક વસ્તુઓની જરૂર પણ પડશે. જેમ કે હાઈડ્રોજન પેરોક્સાઈડ, બેકિંગ સોડા વગેરે. આવો હવે જાણીએ આ ઉપાયો વિશે.હાઈડ્રોજન પેરોક્સાઈડ : ગાદલામાંથી બાળકોના પેશાબના ડાઘને દૂર કરવા માટે સૌથી સહેલો ઘરેલુ ઉપાયોમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ છે. આનો ઉપયોગ કરવાથી ડાઘ પણ નીકળી જાય છે અને ગાદલામાંથી કોઈ પણ પ્રકારની ખરાબ દુર્ગંધ પણ નથી આવતી.

આ માટે તમે એક જૂનું પહેલાનું કપડું લો અને તેને લિક્વિડમાં પલાળી દો. આ પછી ડાઘ વાળા સ્થાન પર એકથી બે વાર ઘસો. આમ, કરવાથી ડાગ સહેલાઇથી નીકળી જશે. ડાઘ દૂર થઈ ગયા પછી ગાદલાંને 3 થી 4 કલાક સુધી તડકામાં રાખો.

બેકિંગ સોડાથી ડાઘને દૂર કરો : હાઈડ્રોજન પેરોક્સાઈડની તુલનામાં બેકિંગ સોડા લગભગ દરેકના ઘરોમાં ખુબ જ સહેલાઈથી મળી જાય છે. તેવામાં તમે બેકિંગ સોડાની મદદથી સહેલાઈથી બેડ પર લાગેલા પેશાબના ડાઘને દૂર કરી શકો છો. આ માટે એકથી બે ચમચી બેકિંગ સોડા લઈને ડાઘ વાળી જગ્યા પર ફેલાવી દો. ફેલાવ્યા પછી તેના પર થોડું પાણી નાખીને બ્રશની મદદથી ઘસો. આમ કરવાથી ડાઘ ખુબ જ સહેલાઈથી નીકળી જશે. બેકિંગ સોડાથી સાફ કર્યા પછી ગાદલાંને તડકામાં રાખવાનું ન ભૂલશો.સફેદ વિનેગરનો ઉપયોગ કરો : હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેકિંગ સોડા સિવાય તમે સફેદ વિનેગરની મદદથી પણ જિદ્દીથી જિદ્દી પેશાબના ડાઘને થોડી જ સેકેંડમાં દૂર કરી શકો છો. આ માટે તમે એક કપ વિનેગરમાં બે ચપટી મીઠાને ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણને તૈયાર કર્યા પછી ડાઘ વાળા સ્થાન પર સારી રીતે છંટકારો કરો. છંટકારો કર્યા પછી તમે બ્રશની મદદથી અથવા તો, સાફ સુતરાઉ કપડાં વડે 2 થી 3 વાર ઘસો. આમ, કરવાથી ડાઘ સહેલાઈથી નીકળી જશે. વિનેગરથી ગાદલાને સાફ કર્યા પછી તડકામાં ગાદલાંને થોડી કલાક સુધી જરૂરથી રાખો.

લીંબુનો કરો ઉપયોગ : લીંબુ લગભગ દરેકના ઘરોમાં હાજર હોય છે. તમે લીંબુની સહાયતાથી ખુબ જ સહેલાઈથી પેશાબના ડાઘને દૂર કરી શકો છો. અન્ય ટિપ્સમાં ખુબ જ મહેનત લાગે છે, તો લીંબુનો ઉપયોગ કરવા માટે વધારે મહેનતની જરૂર પડતી નથી.માત્ર તમારે લીંબુના રસને ડાઘ વાળા સ્થાન પર નાખવાના છે અને બ્રશની મદદથી ઘસવાનું છે. આમ, કરવાથી થોડી જ ક્ષણોમાં ડાઘ ગાયબ થઈ જશે. સાફ કર્યા પછી ગાદલાંને તડકામાં જરૂરથી રાખો. તમને જણાવી દઈએ કે આ ટિપ્સની મદદથી ગાદલાંમાં લાગેલા કોઈ પણ ડાઘને સહેલાઈથી તમે દૂર કરી શકો છો.

આ વાતોનું પણ ધ્યાન રાખો : ગાદલા જો સોફ્ટ છે, તો ડાઘને દૂર કરવા માટે હંમેશા નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ.

સફાઈ કરતાં સમયે તમે જેટલો પાણીનો ઉપયોગ ઓછો કરશો, એટલુ જ સારું રહેશે, પેશાબના ડાઘથી બચવા માટે, તમે વોટર પ્રૂફ ગાદલાનો પણ ઉપયોગ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment