કોઈ પણ વાહન હોય તેને લમાં સમય સુધી સારું અને વ્યવસ્થિતિ ચલાવવા માટે સમયે સમયે મેન્ટેન કરવું જોઈએ. તેવી જ રીતે બાઈકને વર્ષો સુધી સારી રીતે ચાલતું રહે એટલા માટે સમયે સમયે તેનું મેન્ટેનન્સ કરાવવું જરૂરી છે. બાઈકમાં ઘણા એવા પાર્ટ્સ અને ઉપકરણો હોય છે જેને સાફ રાખવા અને ખરાબ થવા પર બદલવા ખુબ જ જરૂરી હોય છે. કોઈ પણ બાઈક હોય આ બાબતનું ધ્યાન રાખવામાં ન આવે તો બાઈકમાં મોટી સમસ્યા આવવાની શક્યતા વધી જાય છે.
બાઈકનું એક એવું જ પાર્ટ છે એર ફિલ્ટર. ટુ-વ્હીલર માટે એર ફિલ્ટર ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો કે ઘણી વાર લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે અને તેના મેન્ટેનન્સ પર ધ્યાન નથી આપતા. જો બાઈકના એર ફિલ્ટરની તપાસ સમય પર કરવામાં ન આવે તો તેમાં ખુબ જ ધૂળ અને ગંદકી જામી જાય છે, જેનાથી બાઈકનું પરફોર્મન્સ ઓછું થઈ જાય છે. તેના કારણે તમારી બાઈક ઓછી પાવરફુલ લાગે છે.
ખરાબ એર ફિલ્ટરથી થતા નુકશાન : તમને એક વાત જણાવી દઈએ કે જો એર ફિલ્ટર બદલવામાં ન આવે તો એન્જીનમાં મોટી ખામી કે સમસ્યા આવવાની સમસ્યા થઈ શકે છે. તેમજ ઘણી વાર એર ફિલ્ટર ખરાબ થાય છે તો તેના કારણે વાહન ધુમાડો પણ કાઢે છે. જેના કારણે પ્રદુષણ થાય છે. તેમજ એવરેજ પર પણ ખુબ જ અસર પડે છે, એર ફિલ્ટર ખરાબ થાય તો તેનાથી બાઈકની એવરેજ પણ ઘટી જાય છે. જો આ સમસ્યાથી બચવું હોય તો યોગ્ય સમયે એર ફિલ્ટર બદલી નાખવું જોઈએ.
ઓછા ખર્ચમાં મળે છે એર ફિલ્ટર : બાઈકનું એર ફિલ્ટર ખુબ જ ઓછી કિંમતમાં મળી જાય છે. જો તમે હીરોની 125 સીસી બાઈક ચલાવી રહ્યા હો તો તેના માટે એર ફિલ્ટર 175 થી 200 રૂપિયા સુધીમાં આસાનીથી મળી જશે. જો તમે કોઈ પણ જેન્યુઈન ટુ-વ્હીલર પાર્ટ્સ સ્ટોર અથવા ઓનલાઈન પણ ખરીદી શકો છો. જેને તમે ઘરે બેઠા પણ બદલી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને એ જ જણાવશું કે ગેરેજ ગયા વગર જ કેવી રીતે એર ફિલ્ટર બલાવવું.
કંઈ જગ્યા પર હોય છે એર ફિલ્ટર : બાઈકના એર ફિલ્ટરને બદલવું ખુબ જ આસાન છે. સામાન્ય રીતે બાઈકમાં એર ફિલ્ટર સીટની નીચે હોય છે અથવા તો સાઈડ પેનલની અંદર લાગેલું હોય છે. દાખલા તરીકે જો તમે હીરો ગ્લેમર બાઈક ચલાવતા હો તો તેમાં એર ફિલ્ટર કેબિનેટ બાઈકની સાઈડની પેનલની અંદર આપેલું હોય છે.
જાણો એર ફિલ્ટર બદલવાની સ્ટેપ બાય સ્ટેપ રીત : 1 ) બાઈકમાં એર ફિલ્ટર બદલવા માટે તમારે સૌથી પહેલા સાઈડ પેનલને હટાવીને એર ફિલ્ટર કેબિનેટને ખોલવું પડશે. બસ થોડા નટ બોલ્ટ ખોલતાની સાથે જ પેનલ અને એર ફિલ્ટર કેબિનેટ ખુલી જાય છે.
2 ) કેબિનેટના ખુલતાની સાથે જ તમને સીલીન્ડરના આકારની જેમ એર ફિલ્ટર દેખાશે. લાંબા સમયથી સફાઈ ન થઈ હોવાના કારણે એર ફિલ્ટરના મેમ્બ્રેન ગંદુ થઈને કાળું પડી જાય છે. જો તમારી ગાડીમાં પણ એવું જ દેખાય તો મેમ્બ્રેનને તરત જ બદલી નાખો.
3 ) તેને બદલવા માટે તમારે ગંદા મેમ્બ્રેનને હટાવીને નવા મેમ્બ્રેનને લગાવી દો. ત્યાર બાદ તમે ફિલ્ટરને એવી જ રીતે કેબિનેટમાં ફિક્સ કરી શકો છો. ધ્યાન રાખો કે એર ફિલ્ટરને લગાવતા સમયે કોઈ પણ નટ બોલ્ટ ઢીલો ન રહે. આવી રીતે તમે ખુબ જ ઓછા ખર્ચામાં કોઈ પણ મિકેનિકની પાસે ગયા વગર ખુદ જ એર ફિલ્ટર બદલી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી