આજના સમયમાં ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણે ખુદનો જ બિઝનેશ શરુ કરવો જોઈએ. કેમ કે ખુદનો બિઝનેસ એવી વસ્તુ છે જે આપણને આજે નહિ તો કાલે પણ અમીર બનાવી શકે છે. પરંતુ ખુદનો બિઝનેસ શરુ કરવો એ નાની વાત નથી, ખુબ જ સંઘર્ષ અને મહેનત વાળું કામ છે. ઘણી વાર બિઝનેસ શરુ કરતા પહેલા કોઈને કોઈ મુશ્કેલીના કારણે શરુ ન પણ થાય.
તેમજ ઘણા લોકો એવી અસમંજસમાં હોય છે કે બિઝનેસ શરુ કરવો પરંતુ કંઈ વસ્તુનો કરવો ? કયો બિઝનેસ કરીએ જેમાં ખુબ જ કમાણી અને નફો હોય ? એવા પ્રશ્નો પણ ઉદ્દભવે છે. ત્યારે આજે આ લેખમાં અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે જણાવશું, જેનાથી તમે ખુબ જ તગડી કમાણી કરી શકશો.
ખરેખર તો અમે જે બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે કાર્ડબોર્ડ બોક્સનો બિઝનેસ. આજકાલ ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરે છે. તેવામાં ઓનલાઈન સામાનની ડિલીવરી કરવા માટે મજબુત કાર્ડબોર્ડ બોક્સની જરૂર પડે છે. તેવામાં કાર્ડબોર્ડ બોક્સનો બિઝનેસ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આવો બિઝનેસ શરુ કરવા માટે સરકાર પણ તમને મદદ કરે છે. તો ચાલો જાણીએ આ કેવી શરુ કરવો આ બિઝનેસ, તેની સંપૂર્ણ માહિતી.
ડિમાંડ : આજના સમયમાં દરેક નાની મોટી વસ્તુ કે સામાનના પેકિંગ માટે કાર્ડબોર્ડના બોક્સની જરૂર પડે છે. તેવામાં તેની ડિમાંડ પણ ખુબ જ વધી ગઈ છે. આ બિઝનેસની સૌથી ખાસ વાત એ છે કે, જેની ડિમાંડ વર્ષો સુધી ચાલતી જ રહે છે. કેમ કે કોઈ પણ વસ્તુના પેકિંગ માટે કાર્ડબોર્ડ બોક્સ ખુબ જ જરૂરી વસ્તુ છે. માટે તેની ડિમાંડ પણ રહેવાની છે. આજકાલ લોકો કોઈ પણ વસ્તુ ખરીદે તો પણ પરફેક્ટ પેકિંગને નોટીસ જરૂર કરે છે. માટે તેની ડિમાંડ ઓછી થવાને બદલે વધી શકે છે, જેના કારણે આ બિઝનેસ બંધ થવાની સંભાવના ઓછી રહે છે.
બિઝનેસ શરુ કરવા માટે જરૂરી સામાન : આ બિઝનેસને શરુ કરવા માટે પહેલા તો તમારી પાસે 5,000 વર્ગ ફૂટની જગ્યા હોવી જરૂરી છે. તેની સાથે જ માલ રાખવા માટે એક ગોડાઉનની પણ જરૂર પડે છે. આ સિવાય તમારે બે પ્રકારના મશીનોની જરૂર પડશે. એક સેમી ઓટોમેટિક મશીન અને બીજું ફુલ્લી ઓટોમેટિક મશીન જોઇશે. કાચો માલ એટલે કે રો મટિરીયલની વાત કરવામાં આવે તો આ બિઝનેસમાંને શરુ કરવા માટે ક્રાફ્ટ પેપર સૌથી વધુ જરૂરી છે. તેની કિંમત બજારમાં 40 રૂપિયા 1 કિલોના ભાવ છે. તમે જેટલી સારી ક્વોલિટીનું ક્રાફ્ટ પેપર ઉપયોગમાં લેશો, એટલી જ વધુ સારી ક્વોલિટીનું બોક્સ બનશે.
કેટલું થશે રોકાણ અને કેટલો થશે નફો : તમે આ બિઝનેસ નાના અથવા મોટાપાયે એમ બે લેવલ પર શરુ કરી છો. જો તમે કોઈ બિઝનેસ મોટાપાયે એટલે કે મોટો કરવા માટે તમારે ઓછામાં ઓછા 20 લાખ રૂપિયાના રોકાણની જરૂર પડે છે. જો આપણે આ બિઝનેસની વાત કરવામાં આવે તો તેના પ્રોફિઠ મરજીન ખુબ જ સારું હોય છે. જો તમે તમારા આ બિઝનેસને બહેતર બનાવવા માટે સારું એવું માર્કેટિંગ કરવું જોઈએ. જો એમાં જો સફળ થઈ જઈએ તો ખુબ જ કમાણી થાય છે. જેનાથી તમે દર મહીને 5 થી 10 લાખ રૂપિયા સુધી આસાનીથી કમાઈ શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી