મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશેમાં ભૌગોલિક પ્રદેશ પ્રમાણે દરેક જગ્યાની કોઈને કોઈ વસ્તુઓ ફેમસ હોય છે. એવી રીતે આપણા ગુજરાતમાં પણ ઘણા શહેરોની કોઈને કોઈ વસ્તુ ખાસ હોય અને જે દેશ વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત થઇ હોય. તો આજે અમે તમને સાડીના એક એવા માર્કેટ વિશે જણાવશું જ્યાં ખરીદી કરવા માટે મહિલાઓ વિદેશથી આવે છે. તો ચાલો જાણીએ ક્યાં શહેરમાં આવેલું છે આ સાડીઓનું આ સસ્તું માર્કેટ…
આજે અમે તમને સાડીઓના સૌથી સસ્તા અને સારા માર્કેટ વિશે માહિતી જણાવશું. સુરત આજે દેશના ટોપ શહેરો માંથી એક છે. સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ માર્કેટ ખુબ જ ધમધમતું છે. સુરતને ટેક્સટાઈલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાં હોલસેલ ભાવે કાપડથી લઈને તૈયાર કપડા પણ મળી રહે છે.
સુરતમાં સાડીઓ ખરીદવા માટેનું હબ કહેવામાં આવે તો પણ આશ્વર્ય ન થાય. પરંતુ ત્યાં એક સાડીઓ ખરીદવા માટેનું એક જુનું અને ખુબ જ જાણીતું માર્કેટ છે. જેનું નામ છે બોમ્બે માર્કેટ. જ્યાં સુરતની સૌથી સારી અને સસ્તાથી લઈને ખુબ જ મોંઘી સાડીઓ પણ મળી રહે છે. પરંતુ હાલ સુરતમાં ન્યુ બોમ્બે માર્કેટ કરીને બીજી માર્કેટ પણ બનાવવામાં આવી છે.
બોમ્બે માર્કેટની ખાસ વિશેષતા એ છે કે, ત્યાં હોલસેલ માર્કેટમાં ડ્રેસ મટિરિયલ, કાપડથી લઈને ચણિયાચોળી સુધીની તમામ અવનવી વેરાઈટીઓ મળી જાય છે. બીજી વાત કે સસ્તાથી સસ્તા ભાવમાં પણ ઉત્તમ ક્વોલિટી વાળી વેરાઈટીઓ મળી રહે છે.
ન્યુ બોમ્બે માર્કેટ સુરતમાં ગ્લોબલ માર્કેટની સામે આવેલું છે. જે ખુબ જ પ્રખ્યાત છે. બોમ્બે માર્કેટમાં 100 રૂપિયાની સાડીથી લઈને 8 હજાર સુધીની કિંમતના કપડા મળી રહે છે. અમુક દુકાનોમાં એનાથી મોંઘી સાડીઓ મળી રહે છે. તમને જણાવી દઈએ કે લગ્ન માટેની સાડીઓ લેવા માટે આ માર્કેટ ખુબ જ પ્રખ્યાત છે. જ્યાં દેશ વિદેશથી પણ લોકો સાડીઓ ખરીદવા આવે છે.
સુરત એક ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, જેના કારણે ત્યાં દરેક પ્રકારના કાપડ મળી રહે છે. તેમજ લોકો રો મટિરિયલ પણ ખરીદી શકે છે અને રેડીમેઈડ કપડા પણ ખરીદે છે. પરંતુ કાપડની સાથે સાથે રેડીમેઈડ કપડાની ખરીદી વધુ પ્રમાણમાં કરે છે. આ માર્કેટમાં જ્યોર્જેટ, બોનાન્ઝા, કોટન, સિલ્ક, વેલવેટ, લખનવી ચિકન, પટોળા, બાંધણી સાથે સાથે બ્રાઈડલ કપડા પણ સસ્તા ભાવમાં મળી રહે છે.
સુરતનું ન્યુ બોમ્બે માર્કેટ ઘણા શ્રેષ્ઠ હોલસેલ વેપારીઓનું મોટું હબ છે. જેમાં ગ્રાહકોને ખુબ જ ઓછી કિંમતમાં સાડીઓ, દુપટ્ટા, કુર્તી, ચણિયાચોળી અને બીજા કાપડ પણ મળે છે, જેના કારણે બોમ્બે માર્કેટ સુરતીઓનું ખુબ જ પ્રિય માર્કેટ માનવામાં આવે છે.
તમને જાણીને આશ્વર્ય થશે કે બોમ્બે માર્કેટમાં લગભગ 250 થી પણ વધુ દુકાનો છે. જેમાં ખાદી, સિલ્ક, ક્રિપ સાડી, વેઈટલેસ સાડીઓ પણ ખુબ જ ફેમસ છે. આ માર્કેટની ખાસ વિશેષતા એ છે કે, અવનવા કોન્સેપ્ટમાં સાડીઓ તૈયાર કરવામાં આવે છે, અને આ પ્રમાણેની સાડીઓ ખરીદવા માટે આખા ગુજરાતમાંથી લોકો આવે છે.
બોમ્બે માર્કેટની દુકાનોમાં સિલ્ક, કોટન, બાંધણી, જયપુરી, કોટન પ્રિન્ટેડ અને હેન્ડવર્ક કરેલી પણ અલગ અલગ વેરાઈટીઓમાં સાડી મળે છે. સાડીઓ સિવાય ત્યાં સલવાર-સૂટ, ચણિયાચોળી, બેડશીટ , કુર્તી, તૈયાર બ્લાઉઝ જેવા રેડીમેઇડ કપડા પણ ઓછી કિંમતી મળી રહે છે. આ માર્કેટની બીજી એ ખાસિયત છે કે, ત્યાં ગરીબ, મધ્યમ અને અમીર લોકો પણ પોતાની પસંદ અનુસાર ખરીદી કરી શકે છે. બધાને પરવડે એવી કિંમતે સાડીઓ મળી રહે છે.
સુરતના લગભગ મોટા ફેશન ડિઝાઈનર કપડા ખરીદવા માટે બોમ્બે માર્કેટમાં જ આવે છે. તેઓ અહિયાં ઓછા ભાવે ખરીદી કરી શકે છે, ત્યાર બાદ તેના પર નવું વર્ક અથવા ડિઝાઈન કરીને તેનું વેચાણ કરે છે. તેમાં પણ ખુબ જ લોકો તગડી કમાણી કરે છે. તો તમે પણ સુરત જાવ તો આ બોમ્બે માર્કેટની મુલાકાત અવશ્ય લેજો, કેમ કે ગુજરાત તો ઠીક પણ દેશ વિદેશથી પણ લોકો અહિયાં સાડીઓ ખરીદવા માટે આ માર્કેટમાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી