બોલીવુડના સિતારાઓ વાપરે છે આટલી વીજળી…… જાણો કોને કેટલું બીલ આવે છે.. તેની રકમ જાણીને ચોંકી જશો..

બોલીવુડના સિતારાઓ વાપરે છે આટલી વીજળી.. જાણો કોને કેટલું બીલ આવે છે.. તેની રકમ જાણીને ચોંકી જશો..

આજના સમયમાં મિત્રો સામાન્ય લોકો માટે પોતાની જરૂરિયાતના નાના નાના ખર્ચ પણ ખુબ જ મોટા લાગતા હોય છે. કેમ કે જો આપણી આવક કરતા આપણી જાવકનો ખર્ચ વધી જાય તો સામાન્ય રીતે એ સમયમાં ઘણી બધી આર્થિક સમસ્યાની સામનો કરવો પડે છે. અને એટલા જ માટે આર્થિક રીતે જે વ્યક્તિની સ્થિતિ સામાન્ય હોય તે એવું જ વિચારતો હોય છે કે કંઈ રીતે આપણા ખર્ચ ઓછા થાય અને પૈસાની બચત થાય. સામાન્ય માણસ પૈસા બચાવવા માટે પોતાની દરેક જરૂરિયાત વાળી વસ્તુમાં કાંપ મુકતો હોય છે.

તો તેમાંથી એક એવી વસ્તુ છે લાઈટ બીલ. મિત્રો સામાન્ય વ્યક્તિના ઘરે જો વપરાશ કરતા વધારે લાઈટ બીલ આવી જાય તો પણ વિચારવા લાગતો હોય છે કે આટલું બધું લાઈટ બીલ આવ્યું કંઈ રીતે. તો મિત્રો ત્યાર બાદ આપણે લાઈટની વપરાશ ઓછી કરી નાખતા હોઈએ છીએ અને આવતા મહીને બીલ ઓછું આવે તેનું ખાસ ધ્યાન રાખતા હોઈએ. તો આજે અમે તમને લાઈટ બીલ અને બોલીવુડના સિતારાઓ વચ્ચેની અમુક વાતો વિષે જણાવશું. જે ખુબ જ જાણવા જેવું છે.

પરંતુ જો વાત કરીએ બોલીવુડ સિતારાઓની, તો ટીવી સ્ક્રીન પર પોતાનો શાનદાર અભિનય દેખાડનારા સિતારાઓ પોતાનું જીવન પણ ખુબ જ શાનદાર રીતે જીવતા હોય તેવું આપણને દેખાતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે શાનદાર રીતે અને એશો આરામથી જીવતા બોલીવુડ સિતારાઓની જીવનશૈલી કેવી છે ? કદાચ આપણે જીવનશૈલી વિશે તો ક્યારેક સાંભળ્યું હોય. પરંતુ શું તમે જાણો છો કે તે લોકોના ઘરનું લાઈટ બીલ કેટલું આવતું હશે ? તો આ લેખમાં આજે અમે તમને બોલીવુડના સિતારાઓના લાઈટ બીલ વિશે જણાવશું. જેના વિશે જાણીને તમને અવશ્ય ઝટકો લાગશે.

સૌથી પહેલા વાત કરીએ બોલીવુડના ખુબ જ જાણીતા અને માનીતા અભિનેતા સૈફ અલી ખાનની. મિત્રો સૈફ અલી ખાન જે કેબીનમાં રોજ બેસે છે તેનું બીલ એક આલીશાન બંગલા કરતા પણ દર મહીને વધારે આવે છે. સૈફ અલી ખાન જે કેબીનમાં બેસીને કામ કરે છે તેનું દર મહીને 3 લાખ રૂપિયા બીલ આવે છે. આ આખા કેબીનમાં માત્ર સૈફ અલી ખાન એકલા જ બેસે છે. તે દર મહીને પુરા 3 લાખ રૂપિયાનું લાઈટ બીલ માત્ર પોતાની કેબીનનું જ ભરે છે.

બોલીવુડના દબંગ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન ખાન પોતાના પરિવાર સાથે પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે અને રીપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવે છે કે સલમાન ખાન દર મહીને 23 લાખ રૂપિયા લાઈટ બીલના ભરે છે.મિત્રો છે ને નવાઈની વાત, કેમ કે સામાન્ય વ્યક્તિએ પોતાના સપના પ્રમાણે એક નાનું ઘર બનાવવું હોય તો પણ આખી જિંદગી પસાર થઇ જતી હોય છે. પરંતુ સલમાન ખાન જેવા લોકો માત્ર એક જ મહિનામાં પુરા 23 લાખ રૂપિયાનું લાઈટ બીલ ભરે છે અને તેમના માટે આ રકમ ખુબ જ સામાન્ય લાગે છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે હમણાં જ 14 અને 15 નવેમ્બરમાં લગ્ન કર્યા છે. પરંતુ જો આપણે તેના વિજલીના બીલની વાત કરીએ તો તેઓ પણ દર મહીને 13 લાખ રૂપિયા વીજળીનું બીલ ભરે છે.

બોલીવુડના મશહુર અભિનેતા આમીર ખાનની વાત કરીએ તો બોલીવુડના પરફેક્ટનિસ્ટ કહેવાતા આમીર ખાનનું મહિનાનું વીજળીનું બીલ 22 લાખ રૂપિયા આવે છે.

એક અહેવાલ મુજબ શાહરુખખાનનું લાઈટબીલ 30 લાખ રૂપિયા આવે છે તેનો બંગલો મન્નત આટલી વીજળી વાપરી નાખે છે. બોલીવુડના શહેનશાહ અને બીગ બી તરીકે પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જુહુમાં આવેલ જલસા નામના બંગલામાં રહે છે. પરંતુ દર મહીને અમિતાભ બચ્ચનનું વીજળીનું બીલ સાંભળીને તમે ચોંકી જશો. અમિતાભ બચ્ચન મહિનાના 22 લાખ રૂપિયા બીલ ભરે છે.

તો મિત્રો આ બાબતમાં તમારું શું કહેવું છે કે આ દેશમાં અમુક લોકોને સાંજે એક લેમ્પ સળગાવવો હોય તો પણ મુશ્કેલ થઇ પડે છે. જ્યારે આ બોલીવુડના સિતારાઓ બેફામ વીજળી વાપરી નાખે છે. તો શું ઓછી વાપરવી જોઈએ કે નહિ કોમેન્ટ કરીને જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ

Leave a Comment