આ છે બોલીવુડના પાંચ ઘમંડી અભિનેતાઓ…. જેના ઘમંડનું કારણ જાણશો તો દંગ રહી જશો…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

🦸‍♂ આ છે બોલીવુડના પાંચ ઘમંડી  અભિનેતાઓ…. જેના ઘમંડનું કારણ જાણશો તો દંગ રહી જશો…🦸‍♂

ભારતીય સિનેમામાં જો કોઈ ઇન્ડસ્ટ્રી ચર્ચિત હોય તો તે છે બોલીવુડ ઇન્ડસ્ટ્રી. જેમાં દરેક અભિનેતા એકવાર કામ કરવાની ઈચ્છા તો રાખતા  જ હોય છે. Image Source
દુનિયામાં આજના સમયમાં બોલીવુડને એક મોટી ઇન્ડસ્ટ્રી માનવામાં આવે છે જેમાં મોટા મોટા સ્ટારો કામ કરે છે અને તેમની પોપ્યુલારીટી સમગ્ર વિશ્વમાં છવાયેલી હોય છે.

પરંતુ મિત્રો જ્યારે કોઈ અભિનેતાની ફિલ્મો સુપર હીટ થવા લાગે ત્યારે તે અભિનેતાની ડીમાંડ બોલીવુડમાં વધવા લાગે છે અને ક્યાંકને ક્યાંક અભિનેતાઓમાં ઘમંડ આવવા લાગે છે. આજે અમે તમને બોલીવુડના પાંચ એવા ઘમંડી અભિનેતા વિશે જણાવશું. તે લોકો ઘમંડી હોય છે તેવું જાણતા હોવા છતાં પણ તેના ફિલ્મોની અધીરતાથી લોકો રાહ જોઈ રહ્યા હોય છે. તો ચાલો જાણીએ કે તે અભિનેતા શા માટે ઘમંડી ગણાય છે.

Image Source
સૌથી પહેલા આ લીસ્ટમાં નામ આવે છે શાહરૂખ ખાનનું. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને બોલીવુડના રોમાન્સ કિંગ પણ કહેવામાં આવે છે. તે બોલીવુડ ઇન્ડઝસ્ટ્રીના સૌથી અમીર અભિનેતા માનવામાં આવે છે. જેની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરની છે. શાહરૂખ ખાનને ઘમંડી અભિનેતાની કેટેગરીમાં એટલા માટે રાખવામાં આવે છે તેમના ફિલ્મના શુટિંગ માટે જ્યારે ફિલ્મ નિર્દેશક તેમને સમય પર બોલાવે છે  ત્યારે સમય પર તેઓ ક્યારેય નથી પહોંચતા.તેમના કારણે ઘણી વાર શુટિંગ કર્યા વગર જ પેક અપ પણ કરવું પડ્યું હતું.

Image Source
ત્યાર બાદ છે બોલીવુડના મિસ્ટર પરફેક્શનીસ્ટ  એટલે કે આમીર ખાન.મિત્રો આમિરને સ્વાભવથી સૌથી દરિયાદિલ અભિનેતા માનવામાં આવે છે પરંતુ  અમુક બાબતમાં ઘમંડી સાબિત થાય છે. આમીર ખાનને ઘમંડી અભિનેતા એટલા માટે કહેવામાં આવે છે. કારણ કે ઘણી વાર એવું બન્યું છે કે નિર્દેશકના કહ્યા પ્રમાણે આમીર ખાન નથી કરતા અને ક્યારેક ક્યારેક તો નિર્દેશકને પોતાના અનુસાર ચલાવે છે. તેઓ વર્ષમાં માત્ર એક જ ફિલ્મ કરે છે અને વર્ષમાં જો કોઈ અન્ય ફિલ્મની ઓફર મળે તો તે નિર્દેશકને ચોખી ના કહી દે છે.

Image Source
બોલીવુડના સૌથી હેન્ડસમ અભિનેતા હ્રીતિક રોશનનું નામ પણ આ લીસ્ટમાં આવે છે. ઇન્ડસ્ટ્રીના એક ખુબ સારા ડાન્સર ગણાતા હ્રીતિક રોશનનો આ લીસ્ટમાં એટલે સમાવેશ થાય છે કે મોટા ભાગે ફિલ્મમાં એટલું જ કામ કરે છે જેટલા તેમને પૈસા આપવામાં આવે છે. તે વાત પર તેમનું કહેવું છે કે તે શુટિંગ માત્ર 8 કલાક સુધી જ કરી શકે છે અને જો તેનાથી વધારે શુટિંગ ચાલે તો તેના અલગથી પૈસા લાગે છે.

ચોથા નંબર પર આવે છે બોલીવુડના ટોપ અભિનેતા અને બધાના ભાઈજાન સલમાન ખાન. હા મિત્રો, Image Source
સલમાન ખાનને પણ ઘમંડી અભિનેતા માનવામાં આવે છે અને તે એટલા માટે કારણ છે સલમાન ખાનનો ગુસ્સો. મિત્રો સલમાન ખાનના ગુસ્સાથી બધા લોકો પરિચિત છે અને તેનાથી ડરતા પણ હોય છે. કોઈ કામ જો સલમાન ખાન અનુસાર ન થાય તો તેઓ કોઈ પણ સ્ટાર પર ગુસ્સે થઇ જાય છે. લોકોનું એવું પણ માનવું છે કે સલમાન ખાન પોતાના ઘમંડના કારણે જ પોતાના પ્રેમને ગુમાવી ચુક્યા છે.

Image Source
પાંચમાં નંબર પર આવે છે કોમેડી કિંગ કહી શકાય તેવા કપિલ શર્મા. કોમેડિયન સ્ટાર કપિલ શર્માએ વર્ષ 2015 માં બોલીવુડમાં એન્ટ્રી મેળવી હતી. ત્યાર બાદ કપિલ શર્માની પોપ્યુલારીટી ખુબ વધી ગઈ. તેમને ઘમંડી એટલે કહેવામાં આવ્યા છે કે તેઓ પણ સેટ પર કો સ્ટાર પર ગુસ્સો કરે છે અને તેમની સાથે સારી રીતે વાત પણ નથી કરતા.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માGujaratidayroટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment