અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🏛 ઘર બનાવવું હોય તો વાસ્તુ વિશેની અગત્યની માહિતી..🏛
🏛 હેલો મિત્રો કેમ છો બધા. જયારે પણ આપણે વાત કરીએ છીએ પ્રાચીનકાળ થી જ લઈને આપણા સમાજ માં ધનનું ખુબ જ મહત્વ છે. ઘણા લોકો કેહતા હોય છે દરેક સમય પૈસાની વાત શા માટે. જેની પાસે ખુબ પૈસા હોય છે તેને એનું મહત્વ નથી હોતું પણ જેના ઉપર પરિવારની જવાબદારી તેને ખ્યાલ હોય છે કે પૈસાનું મહત્વ શું. આમ આ રીતે પૈસાના મહત્વને બધા ખુબ સારી રીતે સમજે છે અને પૈસા ક્માવા સારી એવી મહેનત પણ કરે છે સાથે સાથે ધનના દેવી મહાલક્ષ્મીની પૂજા પણ કરવી જરૂરી છે.
🏛 દરેક નું પોતાનું સ્વપન હોય છે કે તેનું પોતાનું ઘર હોય ગાડી હોય પણ પૈસા એવા છે કે ટકતા ના હોય અને પૈસાની લત માણસને દોડાવે જાય છે. શાસ્ત્રોમાં કીધું છે કે ઘરની સ્ત્રીઓં લક્ષ્મી હોય છે અને જે ઘરમાં સારી રહેણીકરણી અને સંસ્કાર હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે. શાસ્શ્ત્રોમાં ઘણા બધા લક્ષણ કીધા છે જેમાં સ્ત્રી પોતાની ઘર અને ગૃહસ્થીને ખુશાલ રાખવા ઘણા પ્રયત્નો કરે જ છે ઉપરાંત જ્યોતિષ અનુસાર આપણા ગ્રહ હોય નક્ષત્ર હોય આ બધાનો પ્રભાવ પણ આપણા ઘર અને જીવન પર પડે જ છે સાથે સાથે વાસ્તુમાં પણ ઘણી એવી વસ્તુ હોય છે જેનું પાલન ન થાય તો ઘરના બધા કામ બગડે છે અને ઘરમાં પૈસાની ઘટ આવી જાય છે પૈસા આવે છે ક્યાં વપરાય તેનો ખ્યાલ રેહતો નથી.
🏛 પોસિટિવી અને નેગેટીવીટી તેનો પણ આપણા જીવન પર પ્રભાવ પડે છે જો ઘરમાં વાસ્તુદોષ આવી જાય તો તેનો ખ્યાલ પણ રહેતો નથી. આ કારણોસર ઘરની નાની નાની વાત ઉપર ધ્યાન આપવું જરૂરી બને છે માટે આપણે વાત કરીએ ઘરનાં મુખ્ય દરવાજાની જ્યાંથી ફક્ત આપણે આવન-જવાન નથી કરતા પરંતુ આપણા ઘરની પોસિટિવી અને નેગેટીવી પણ આજ માર્ગથી પ્રવેશ કરે છે. માટે ભારતીય વાસ્તુશાસ્ત્રમાં ઘરની લક્ષ્મીને આમંત્રિત કરવા ઘણી તકનીક કીધી છે માટે તેનાથી તમે તમારા ઘરમાં પોસિટીવ ઉર્જાને સ્થાપિત કરી શકો છો. અહી અમે તમને વાસ્તુશાસ્ત્રને લગતી થોડી ટીપ્સ આપશું જેનાથી તમે તમારા ઘરમાં સુખ સમૃધી કાયમ રાખી શકો. ખુબ આસન રીતથી તમે ટીપ્સનો ઉપયોગ કરી તમારા ઘરમાં સુખ-શાંતિ લાવવા ખુબ ઉપયોગી બનશે.
🏛 સૌથી પહેલા વાત કરીએ મુખ્ય દરવાજાની તો તમારા ઘરની સામે કઈ પણ ઝાડ કે થાંભલો ન હોવો જોયે જેનો પડછાયો તમારા ઘર પર પડતો હોય જો તમે ભાડેથી મકાનમાં રહો છો તો શક્ય હોય તો મકાન બદલી લ્યો અથવા તો પછી તમારા ઘરના મુખ્યદ્વાર પર રોજ સ્વસ્તિક બનાવો અથવા તો મોટું તાબા અથવા પિતળનું સ્વસ્તિક તમે મુખ્યદ્વારમાં લટકાવી શકો છો.
🏛 બીજી વાત કે તુલસીમાતા કોઈ પણ પ્રકારની નકારત્મક ઉર્જાથી આપણા ઘરનું રક્ષણ કરે છે માટે આપણા ઘરની આસપાસ તુલસીના છોડ વાવવા જોઈએ
🏛 ઘરનો દરવાજો કઈ દિશામાં છે તે પણ ખુબ અસર કરે છે અને જો દ્વાર દોષ હોય તો તે પણ આપણા ઘરને નુકસાન કરે છે. જેમ કે દક્ષિણ ખૂણામાં તમારા ઘર હોય અથવા દરવાજો હોય તો તમારા માટે ખુબ હાનીકારક છે સૌથી પહેલા કીધું તેમ જો તમે ભાડેથી રહો છો તો અનુકુળ હોય તો ઘર બદલી લો અને ન પોસીબલ હોય તો પંચમુખી બાલાજીનો ફોટો અથવા સ્વસ્તિક ચિન્હ મૂકી શકો.
🏛 એ ઉપરાંત સોના તથા ચાંદી નું પણ ધાર્મિક રીતે મહત્વ આંકવામાં આવ્યું છે. ઘરમાં તથા મંદિરમાં આ પ્રકારની ધાતુઓ હોવી જરૂરી છે. શક્ય હોય તો સોનાનાં અથવા ચાંદીના સિક્કા મંદિરમાં મુકવા જોઈએ.
🏛 અને છેલ્લી વાત ઘરના રંગો મિત્રો, રંગ કરાવતી વખતે લાલ, લીલા તથા સફેદ રંગ અવશ્ય મુકવા જોઈએ કારણકે શાસ્ત્રોમાં આ રંગો ને પવિત્ર માનવામાં આવ્યા છે.
🏛 તો મિત્રો આ હતી કેટલીક વાસ્તુ ને લગતી માહિતી જેને ધ્યાન માં લઇ ને તમે વસ્તુદોષો થી બચી શકો અને હમેશાં સુખી સંપન્ન રહી શકો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી