રોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન.. ફાયદા થશે અદભૂત….

આજકાલ બીમારીઓ ખુબ જ વધી રહી છે, થોડા ને થોડા દિવસોમાં કોઈ ને કોઈ નવો રોગ જરૂર આવે છે. આ રોગોનું મૂળ કારણ તો જૂના રોગો જ હોય છે. જો આપણે જૂના રોગોને જડ થી મિટાવી દઈએ તો આપણને નવા રોગોની પણ કોઇ પરેશાની નહિ રહે.

આજે આવા રોગો  ઠીક કરતી અને તમામ દવાઓ કરતા પણ સસ્તી દવા લઈને આવ્યા છીએ તમારા માટે જેનાથી જૂની અને જડ બીમારીઓમાં પણ તમને રાહત થશે. આ દવાનું નામ છે “ગરમ પાણી”. જી હા, ઠીક સમજ્યા ગરમ પાણી જ એ દવા છે કે, જે તમારી તમામ બીમારીઓમાં અમૃત સમાન કામ કરે છે. જડમાં જડ બિમારી પણ ઠીક કરી શકે છે, જો ગરમ પાણીને યોગ્ય પધ્ધતિથી પીવામાં આવે. ચાલો જોઈએ કે, ગરમ પાણીથી કઈ કઈ બીમારીઓ ઠીક થઇ શકે છે.

(1) ચરબી ઓછી કરી શકાય છે.

ગરમ પાણીમાં રોજ સવારે થોડું લીંબુ નીચોવીને પીવાથી શરીરની ચરબી ઓગળી જાય છે. આ એકદમ સરળ પ્રયોગ શરીરની કેલેરી ઓછી કરે છે અને સાથે સાથે ચયાપચયની ક્રિયામાં પણ ફાયદો કરે છે આનાથી આપણે કેલેરી ઓછી થવાથી અને ચયાપચાની ક્રિયા સુધારવાથી શરીરની ચરબી ઓગળવા લાગે છે. આ પ્રયોગ ૧-2 મહિના દરરોજ કરવાથી પરિણામ અવશ્ય મળે છે. બીજી તરફ જમ્યા બાદ ૩૦ મિનીટ પછી એક કપ જેટલું થોડું ગરમ પાણી પીવાથી વજન ઘટવામાં ફાયદો થાય છે.

(2) યુરિક એસિડની સમસ્યામાં રાહત થાય છે.

સ્ત્રીઓમાં લગભગ યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે. તેમના શરીરમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. યુરિક એસિડની માત્રા વધવાથી હાડકામાં દુખાવાનો પ્રોબ્લેમ તેમજ અન્ય પ્રોબ્લેમ થઇ શકે છે. આ યુરિક એસિડની માત્રા ઓછી કરવા રોજ સવારે ૧-2 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ, જેનાથી યુરીનની સાથે યુરિક એસીડ અને ઝેરીલા તત્વો શરીરની બહાર નીકળી જાય છે. અને થોડા જ સમયમાં યુરિક એસિડનું લેવલ નોર્મલ આવી જાય છે.

(3) સાંધાનો વા, ગોઠણનો વા કે માંસપેશીઓ ના દર્દ માટેનો સચોટ ઈલાજ.

રોજ સવારે ખાલી પેટ અડધી ચમચી જેટલો એકદમ થોડો અજમાનો પાવડર લઈને તેની સાથે એકદમ હલકું ગરમ પાણી લેવામાં આવે તો આવા દર્દમાં છૂટી શકાય છે. શરીરમાં લોહીનો પ્રવાહ સારી રીતે ચાલે છે. તેનાથી આવી બધી બીમારીઓમાં રાહત મળે છે. તેમજ તેને લગતા સોજામાં પણ રાહત અનુભવી શકાય છે. આ પ્રયોગ નિયમિત કરવાથી આપણને આવી ગંભીર બીમારીઓના જરૂરથી રાહત થાય છે.

(4) કમોસમી બીમારીઓમાં ફાયદો.

જો વારંવાર તમને કમોસમી એટલે કે મોસમ બદલવાથી બીમારીઓ થઇ જતી( જેમ કે, શરદી, ઉધરસ, માથું દુખવું, થોડી ગભરાહટ) હોય તો તમારે ગરમ પાણીમાં થોડું લીંબુ નાખીને પીવું જોઈએ, જેનાથી આવી કમોસમી બીમારીઓમાં રાહત મળે છે. તેમજ છાતીમાં દુખવું, યુરીનનું ઇન્ફેકશન થાય તો ૧ ગ્લાસ ગરમ પાણીમાં ૧ લીંબુ નીચોવી પીવાથી આવા ખરાબ ઇન્ફેકશન વાળા તત્વો યુરીન વાટે શરીરની બહાર નીકળી જાય છે.

(5) કબજિયાતમાં પણ ઉપયોગી છે ગરમ પાણી.

ગરમ પાણીથી કબજિયાત પણ મટાડી શકાય છે. કબજિયાત, એસીડીટી, અપચો જેવી બીમારીઓ મટાડવા રોજ સવારે ખાલી પેટ તેમજ રાતે ડીનર પછી ૧ કલાક બાદ ૧ ગ્લાસ હલકું ગરમ પાણી પીવું. પાણી એટલું જ ગરમ કરવું જેટલું આપ તેને આસાનીથી પી શકો. થોડા સમય સુધી આ પ્રયોગ કરવાથી તમારું પેટ સાફ થવા લાગશે. તેમજ ટૂંક સમયમાં જ તમને કબજિયાતમાં ખુબ આરામ મળતો જણાશે. તેમજ પેટની તમામ બીમારીઓમાં તમને રાહત આવતી જણાશે.

  (6) સ્કીનને સદાય યુવાન રાખવા ઉપયોગી છે.

આજ કાલ સ્કીન બહુ જ સારી હોય તેવું દરેકનું સપનું હોય છે. આના માટે રોજ સવારે થોડું હુંફાળું પાણી પીવું જોઈએ. આનાથી તમારી સ્કીનના તમામ પ્રોબ્લેમમાં રાહત મળી રહે છે. રોજ થોડું ગરમ પાણી પીવાથી તમારી સ્કીનમાં ઝહેરીલા તત્વો બહાર નીકળી જાય છે, સ્કીન પર કરચલીઓ પણ નથી પડતી તેમજ ગરમ પાણી સ્કીનના અંદરના સેલ્સને રીપેર કરીને તમારી ત્વચાને ખીલી-ખીલી બનાવી દે છે. હુંફાળું પાણી પીવાથી પુરા શરીરની સ્કીનમાં હુંફ બની રહે છે. તેમજ લોહીનો પ્રવાહ એકદમ યોગ્ય રીતે વહી શકે છે.  

(9) ચામડી પરના ખીલની સમસ્યામાં પણ ફાયદો થાય છે.

ખીલની સમસ્યા લગભગ દરેકને યુવાન તેમજ યુવતીઓને થતી જ હોય છે. આ સમસ્યાના સમાધાન રૂપે આપણે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ પાણી પીવાથી આપની ત્વચામાં રહેલ તમામ ગંદગી તેમજ અહિત તત્વો શરીરની બહાર નીકળી જાય છે. ગ્લોઇન્ગ સ્કીન મેળવવા માટે ગરમ પાણી કરતા સસ્તી અને સારી એક પણ દવા નથી. આ એક ગ્લાસ પાણીથી શરીરનું બ્લડ સેર્ક્યુલેશન ઠીક રહે છે.

(7) આંખો નીચે થતા બ્લેક સર્કલ્સમાં રાહત થાય છે.

આજ કાલ વધુ પડતી અનીન્દ્રા, તેમજ વધુ કોમ્પ્યુટરના ઉપયોગથી આંખોનીચે બ્લેક સર્કલ્સ (કાળા નિશાન) પડી જાય છે, કેમ કે ત્યાં સોલ્ટની માત્રા વધી ગઈ હોય છે. આમાંથી છુટકારો પાવા માટે લાંબા સમય સુધી ૧ ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ પ્રયોગ નિયમિત કરવાથી જરૂર સફળતા મળે છે. પણ સાથે સાથે થોડી ધીરજ પણ રાખવી જરૂરી છે.

(8) વાળના વિકાસ માટે ખુબ જરૂરી છે.

આજના સમયમાં વાળની પરેશાની ખુબ વધી ગઈ છે. આ પ્રોબ્લેમથી બચવા માટે ગરમ પાણી ખુબ જરૂરી છે કારણકે આપના વાળનો ૨૫ % ભાગ પાણીથી બનેલો હોય છે, તો પાણી પીવું આપના વાળ માટે બેહદ જરૂરી છે, વાળના કોષો માટે ગરમ પાણી એક એનર્જીની જેમ કામ કરે છે. તેનાથી વાળ વધે છે, તેમજ વાળને રીપેર થવામાં સહાયતા મળે છે. અને વાળમાં ભેજ જળવાઈ રહેવાથી વાળ પણ સિલ્કી અને શાઈની બની રહે છે. ગરમ પાણીથી આપના માથાની સ્કીનમાં નમી બની રહે છે તેમજ ડેન્ડ્રફ( ખોડો) થવાની પણ સંભાવના નથી રહેતી. આપના વાળ માટે ગરમ પાણી એક રામબાણ ઈલાજની જેમ કામ કરે છે.

મિત્રો આપણે પણ જો બની શકે તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી પીવાનું શરુ કરી દેવું જોઈએ. તેનાથી શરીરને ખુબ ફાયદો થાય છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ ? 👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. -> Social Gujarati   

1 thought on “રોજ પીઓ આ સમયે ગરમ પાણી, તમામ બીમારીઓમાં અમૃત સમાન.. ફાયદા થશે અદભૂત….”

  1. ગરમ પાણીનો લેખ ખુબજ સરસ રહ્યો.કેટલીક વધારાની માહિતી એમાં ઉમેરવા નમ્ર સૂચન કરું છું.
    સવારે ઉઠીને 3 થી 4 ગ્લાસ પાણી નરણા કોઠે પી જઉ.
    પાણી હંમેશા બેસીને જ પીવું.
    જમ્યા બાદ 40 મિનિટ બાદ ગરમ પાણી પીવું. ક્યારેય ડૉક્ટર પાસે જવું નહીં પડે.

    Reply

Leave a Comment