જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ અથવા તેનાથી વધુ છે તો તમે તેમના નામથી પોસ્ટ ઓફિસમાં MIS ખાતુ ખોલાવી શકો છો. આવો જાણીએ વિસ્તારપૂર્વક તેની માહિતી.
જો તમે કોઈપણ જોખમ વગર સારો એવો નફો મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની સ્કીમ ખૂબ જ સારી છે. પોસ્ટ ઓફિસની MIS એક એવી સેવિંગ સ્કીમ છે જેમાં તમે એક વખત પૈસા લગાવીને દર મહિને તેના વ્યાજનો લાભ લઇ શકો છો. એકાઉન્ટ ખોલવાથી તમને ઘણા બધા લાભ મળી શકે છે, એકાઉન્ટ દસ વર્ષથી વધુ ઉંમરના બાળકના નામથી ખોલાવી શકાય છે. જો તમે તમારા બાળકોના નામથી ખાતું ખોલાવી રહ્યા છો તો દર મહિને તમને વ્યાજ મળશે અને તમે તેમાંથી તેમની ટ્યુશનની ફી ભરી શકો છો.
ક્યાં ખુલશે ખાતું : એકાઉન્ટ તમે કોઈપણ પોસ્ટ ઓફીસમાં જઈને ખોલાવી શકો છો. તેમાં તમે 1000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો અને આ સ્કીમમાં વ્યાજ દર 6.6 % છે. જો તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વધુ છે તો તમે તેમના નામથી આ ખાતું ખોલાવી શકો છો અને જો ઓછી છે તો તેના બદલે તેમનાં માતા-પિતા આ ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમની મેચ્યોરિટી પાંચ વર્ષની હોય છે. ત્યારબાદ તેને બંધ કરી શકાય છે.
જાણો તેનું કેલ્ક્યુલેશન : જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ છે અને તમે તેના નામ ઉપર 2 લાખ રૂપિયા જમા કરાવી રહ્યા છો તો દર મહિને તમને વ્યાજનો દર 6.6 ટકાના દરથી 1100 રૂપિયા મળશે પાંચ વર્ષમાં તે વ્યાજ દર કુલ 66 હજાર રૂપિયા થશે. તમને તમારા બે લાખ રૂપિયા પણ પાછા મળી જશે. આ રીતે તમને તમારા બાળકો માટે 1100 રૂપિયા મળશે જેને તમે તમારા બાળકોના ભણતર માટે ઉપયોગમાં લઈ શકો છો અને માતા-પિતા માટે આ રકમ સારી મદદરૂપ બની શકે છે.
દર મહિને મળશે 1925 રૂપિયા : એકાઉન્ટની ખાસિયત છે કે તેની સિંગલ અથવા ત્રણ એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. જો તમે આ એકાઉન્ટમાં 3.50 લાખ રૂપિયા જમા કરાવો છો. તમને વર્તમાન દર થી દર મહિને 1925 રૂપિયા મળશે. જે સ્કૂલમાં ભણતા બાળકો માટે ખૂબ જ મોટી રકમ છે.
આ વ્યાજદરના પૈસાથી તમે બાળકોની ફી, ટ્યુશન ફી અને સ્ટેશનરીનો ખર્ચ આસાનીથી કાઢી શકો છો. તેમાં વધુમાં વધુ લિમિટ એટલે 4.5 લાખ રૂપિયા જમા કરવાથી તમે દર મહિને 2475 રૂપિયાનો લાભ મળી શકે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી