દિવાળીને હજુ એક મહિનાનો સમય છે, પરંતુ ગ્રીન ફટાકડાના ભાવમાં વધારો થવાનું શરૂ થઈ ગયું છે. દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ગ્રીન ફટાકડાના ભાવ વધી રહ્યા છે. હવે ગ્રીન ફટાકડાઓ નવી પદ્ધતિના બનવા લાગ્યા છે અને બજારમાં આવવાના પણ શરૂ થઈ ગયા છે. ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાઓના મુકાબલે 30% ઓછું પ્રદુષણ કરે છે. પરંતુ તે સામાન્ય ફટાકડા કરતા મોંઘા પણ હોય છે. આ ફટાકડા તમિલનાડુના પ્રસિદ્ધ શિવકાશીથી લઈને હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, ગુજરાત, મહારષ્ટ્ર અને રાજસ્થાનમાં બની રહ્યા છે.
20 % સુધી વધી ગયા ભાવ : તમને જણાવી દઈએ કે ગયા વર્ષના મુકાબલે આ વર્ષે વધુ માલ આવવાની અને વહેંચાવવાની ઉમ્મીદ હતી, પરંતુ કોરોના અને લોકડાઉનના ચાલતા સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઈ છે. આ સમયે બજારમાં પણ ગ્રીન ફટાકડાના નામ પર વેરાયટી અને માલ બંને ઓછું છે. પરંતુ તેના ભાવ અત્યારથી જ 20% વધી ગયા છે.
માલ અને વેરાયટી ઓછી, પરંતુ ભાવ આસમાન પર : આ સમયે બજારમાં દરેક દુકાન પર ગ્રીન ફટાકડા જોવા નથી મળી રહ્યા. માર્કેટમાં ઓછી વેરાયટીની કમી હોવાના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.આટલી છે તેની કિંમત : આ સમયે 25 ફૂલઝરના પેકેટની કિંમત 200 રૂપિયા છે. તેમજ 5 દાડમ વાળા બોક્સની કિંમત પણ 200 રૂપિયા છે. જ્યારે 3 સ્કોય શોર્ટ વાળા ડબ્બાની કિંમત 300 અને 10 બોમના ડબ્બાની કિંમત રૂપિયા 100 છે.
મોટાભાગે ફટાકડા ફેક્ટરીઓ બંધ છે : ગ્રીન ફટાકડાના કારોબારી અમિત જૈનેનું કહેવું છે કે, હવે 15 થી 20 દિવસમાં માલ આવવાની ઉમ્મીદ પણ નથી. ફિલહાલ તો અડધા કરતા પણ વધુ ફેકટરીઓ બંધ પડી છે. સુપ્રીમ કોર્ટ અને દિલ્લી સરકારના જણાવ્યા અનુસાર હવે દેશી ફટાકડા વહેંચાશે નહિ. દિલ્લી પોલીસના લાયસેન્સિંગ વિભાગે આ વર્ષ ફટાકડાઓના વહેંચાણ માટે આવેદન માંગ્યું હતું. અત્યાર સુધી કુલ 260 વેપારીઓએ અસ્થાઈ લાયસન્સ માટે આવેદન કર્યું છે. જો કે દિલ્લીમાં કુલ લગભગ 200 થી 250 ફટાકડા વેપારીઓ પાસે કાયમી લાયસન્સ છે.આ ફટાકડાઓથી પ્રદુષણ ઓછું ફેલાય છે : તમને જણાવી દઈએ કે ગ્રીન ફટાકડાઓની શોધ સંસ્થા રાષ્ટ્રીય પર્યાવરણ અભિયાંત્રિકી અનુસંધાન સંસ્થાએ કરી છે. દુનિયાભરમાં તેને પ્રદુષણ સામે લડવા માટે એક ઉપાય તરીકે માનવામાં આવે છેનીરીએ આવા ફટાકડાની શોધ કરી છે, જે પારંપરિક ફટાકડા જેવા જ હોય છે, પરંતુ તેના સળગવાથી પ્રદુષણ ઓછું થાય છે.
50 % ઓછું થાય છે પ્રદુષણ : તમને જણાવી દઈએ કે, ગ્રીન ફટાકડાથી દિવાળી પર આતશબાજી કરવાની મજા પણ ઓછી નથી થતી અને પ્રદુષણ પણ સાફ રહે છે. ગ્રીન ફટાકડા દેખાવમાં અને અવાજમાં સામાન્ય ફટાકડાની જેવા જ હોય છે. જો કે તે સળગે તો 50% સુધીનું પ્રદુષણ ઓછું કરે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google