કોરોનાને લઈને લોકોમાં ફેલાયેલી સાત ખોટી અફવા ! જેને મોટાભાગના લોકો સાચી માની રહ્યા છે. જાણો તમે પણ….

મિત્રો જેમ તમે જાણો છો તેમ આજે કોરોના વાયરસ આખી દુનિયામાં ખુબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. આવા સમયે આ વાયરસ વિશે ઘણી એવી વાતો છે જેને લોકો આજે સાચી માની રહ્યા છે. આ એવો ભ્રમ છે જેને દુર કરવો ખુબ જરૂરી છે. આવા ભ્રમમાં જેમ કે આ વાયરસ કેવી રીતે ફેલાયો ? તેનો ઈલાજ શું છે ? વિજ્ઞાન શું કહે છે ? આ બધાને સંબંધિત થોડી માહિતી અને સૂચનાઓ સામે આવી છે. જેને તમારે જાણવી ખુબ જરૂરી છે. આમ હજુ પણ ઘણા લોકો આ ભ્રમને સત્ય માની રહ્યા છે તેથી કોરોના વાયરસ વિશે પૂરી માહિતી મેળવવી ખુબ આવશ્યક છે.

લેબમાંથી બનાવવામાં આવેલ વાયરસ : જેમ કે તમે જાણો છો તેમ આ વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ તેથી અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ તેને વુહાન વાયરસ અથવા ચાઈના વાયરસ નામ આપ્યું. જ્યારે એક એવું સત્ય પણ સામે આવ્યું કે, આ વાયરસને ચીનની એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો છે. જ્યારે આ વાત ખોટી કેમ સાબિત થઈ ? આ અંગે અમેરિકી વૈજ્ઞાનિકોએ જ કહ્યું કે, કોવિડ કોઈ મેન મેડ વાયરસ નથી, અને ન તે કોઈ આનુંવાન્શિક રૂપમાં મોડીફાઈડ. લોકો સાચું કેમ માને છે ? કારણ કે, આટલી મોટી ત્રાસદી ભોગવવા માટે લોકોને કોઈ બલીનો બકરો જોઈએ છે. આમ અમેરિકાએ ચીનને ટાર્ગેટ કર્યો અને પીડિત જનતાએ તે માની પણ લીધું.

સામાન્ય ફ્લુથી વધુ ખતરનાક નથી : આ સિવાય અમે તમને જણાવી દઈએ કે, ટ્રમ્પ પર આરોપ છે કે વાયરસની ગંભીરતાની જાણ થતા તેને શરૂઆતમાં તેને અસામાન્ય વાયરસ કહ્યો. જ્યારે તે દાવો ખોટો કંઈ રીતે સાબિત થયો, મહામારીમાં વિશેષજ્ઞઓ જોયું કે, સામાન્ય ફ્લુની સરખામણીએ કોરોનાથી મૃત્યુ વધુ થાય છે. જ્યારે અમેરિકામાં પણ થોડા સમયમાં 2 લાખ લોકોની મોત થઈ ચુકી હતી.  જ્યારે લોકો સત્ય કેમ માને છે તો તેનો ઉત્તર છે કે નેતા જો મોટેથી કહેશે તો લોકો તેને માનશે.માસ્ક પહેરવું જરૂરી નથી : એક બાજુ નેતાઓએ માસ્ક પહેરવામાં રસ ન લીધો. જ્યારે બીજી બાજુ વૈજ્ઞાનિક અધ્યયનનો ને લઈને એટલી જુદી જુદી સૂચનાઓ આવી કે એ વિશ્વાસ જ ન આવ્યો કે, માસ્ક ખરેખર વાયરસ સામે રક્ષણ આપે છે. જ્યારે આ દાવો ખોટો કેમ સાબિત થયો ? દુનિયાની અગ્રણી સ્વાસ્થ્ય સંસ્થા લેસેન્ટ એ 170 અધ્યયનનું વિશ્લેષણ કર્યું અને જે રિપોર્ટ સામે આવ્યો તે મુજબ માસ્ક પહેરવાથી કોવિડથી બચાવ સંભવ છે. લોકો કેમ સત્ય માને છે ? CDC અને WHO એ જે માહિતી આપી હતી તેમાં માસ્કને લઈને પૂરી જાણકારી ન હતી.

વાયરસ વધવા દો, હર્ડ ઇમ્યુનિટી બચાવ કરશે : યુકે અને સ્વીડન વિશે એવી સૂચનાઓ હતી કે, હર્ડ ઇમ્યુનિટી અપનાવાવમાં આવી હતી પણ બંને દેશોએ ઇનકાર કર્યો અને મોડું પણ દેશવ્યાપી લોકડાઉન કર્યું. આ થિયરી ખોટી કેમ સાબિત થઈ ? વિશેષજ્ઞઓ એ માન્યું કે, આ થિયરી ખોટી છે. કારણ કે, જો 70% જેટલી આબાદી સંક્રમિત થશે, તો કરોડો લોકોના મૃત્યુ થશે. સાચું શા માટે માનવામાં આવ્યું ? ત્યારથી વેક્સીનને લઈને કંઈ પણ નક્કી ન હતું અને લોકોને સામાન્ય જીવનમાં પાછા ફરવું હતું. જ્યારે ઘણા લોકોને એ પણ ખબર ન હતી કે તે ઈમ્યુન થઈ ચુક્યા છે.

HCQ અસરદાર ઈલાજ છે : ફ્રાંસમાં થયેલ એક નાની સ્ટડી એ એવો દાવો કર્યો હતો અને પછીથી ટ્રમ્પએ તેનો ખુબ પ્રચાર કર્યો હતો અને દુનિયાભરમાં તેની માંગ વધી ગઈ. જ્યારે આ થિયરી ખોટી કેમ સાબિત થઈ ? ઘણી સ્ટડીમાં HCQ ને કોવિડની વિરુદ્ધ અસરદાર સાબિત ન થઈ. અમેરિકા પ્રશાસને પહેલા તેને ઈમર્જન્સીમાં ઉપયોગમાં લેવાની વાત કહી, જ્યારે જુનમાં તેના ટ્રાયલને રોકવામાં આવ્યું. આમ શરૂઆતમાં તેનો એટલો પ્રચાર અને પ્રસાર થયો કે લોકોએ તે સત્ય માની લીધું.ટેસ્ટ વધ્યા તો કેમ વધ્યા : ટ્રમ્પ એ એવો પ્રચાર કર્યો કે, અમેરિકામાં વધુ ટેસ્ટ થયા એટલે કેસ પણ ખુબ વધ્યા. જ્યારે ઘણા દેશોએ આ થિયરીને અપનાવી. આ થિયરી ખોટી કેમ સાબિત થઈ ? ઘણા પ્રયોગોમાં એવું સાબિત થયું કે, આ સ્થિતિ ઉલટી છે. હોસ્પિટલોમાં જે કેસ જમા થયા અને જે લોકોની મોત થઈ તેના આંકડાઓના અભ્યાસ પછી ઘણા પોઝીટીવ કેસ આવ્યા. જ્યારે આ કેસમાં વધારો થઈ રહ્યો હતો. આમ આ એક તાર્કિક વાત સાબિત થઈ કે જેટલા વધુ ટેસ્ટ થશે તેટલા કેસ પણ વધશે.

સુરક્ષિત નહિ હોય વેક્સિન : એવી ન્યુઝ પણ આવી રહી હતી કે, વેક્સિન વિકાસને લઈને ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. તેથી તે ખતરનાક પણ હોઈ શકે છે. તો શું વેક્સિન સુરક્ષિત હશે ? જાણવા મળતી માહિતી મુજબ અમેરિકામાં લોકો સુધી વેક્સિન પહોંચવાની પ્રક્રિયા ઠીક રહી છે. કોઈ ઘાતક નુકસાન નથી થયું. આમ વેક્સિન સાચી રીતે આવશે તો સુરક્ષિત સાબિત થશે. આમ વૈજ્ઞાનિક માનવતાને ધ્યાનમાં રાખીને વેક્સિન બનાવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment