ઘરમાં વધારે કીડીઓ ઉભરાવું પણ આપે છે આ વાત નો સંકેત | જરૂર જાણો

આ સંસારમાં દરેક લોકો અને દરેક જીવજંતુ પોતાના સમય ચક્ર અનુસાર જીવન જીવવાનો અધિકાર હોય છે. તો તેવામાં આજે અમે એક એવા જ નાના જીવ વિશે તમને જણાવશું. જેને આપણે ખુબ જ સામાન્ય નાજુક કહીએ છીએ. પરંતુ આં સૃષ્ટિની અંદર જન્મેલ કોઈ પણ વસ્તુને સામાન્ય અને નબળી ન સમજવી જોઈએ. તો મિત્રો એક જીવ છે કીડી. આપણને બધા જ જોઈએ છીએ કે કીડીઓ કોઈ પણ જગ્યા પર થઇ શકે. પરંતુ કીડી નાની હોવાથી તેને લોકો નજર અંદાજ કરી નાખતા હોય છે અને ઘણી વાર તેને કચડી પણ નાખતા હોય છે.

પરંતુ ઉપર જણાવ્યું એ પ્રમાણે દરેક જીવજંતુ જીવનનો  અધિકાર લઈને આવે છે. તો કીડી પણ એક એવું જીવ છે જેને પોતાના આયુષ્ય અનુસાર જીવનનો અધિકાર હોય છે. પરંતુ લોકો તેને સામાન્ય જીવજંતુ  સમજે છે. પરંતુ અમે કીડીને લઈને એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ. જેને જાણ્યા બાદ તમે ક્યારેય પણ કીડીને સામાન્ય નહિ સમજો. કેમ કે આપણા ઘરમાં કીડીઓ હોય તો તે અમુક પ્રકારના ખાસ સંકેતો આપણને આપે છે. તો ચાલો જાણીએ કીડી વિશે કંઈક ખાસ વાત. સામાન્ય લાગતી કીડીઓ આપણને ઘણી વાર અમુક સંકેતો આપતી હોય છે. પરંતુ તે સંકેત સમજવા ક્યાંકને ક્યાંક આપણી સમજ બહાર હોય છે. કીડીઓ મોટા ભાગી બે પ્રકારની હોય છે. એક લાલ કીડી અને કાળી કીડી. તો લાલ અને કાળી કીડીઓ પણ આપણને બે સંકેત આપે છે. જો આપણા ઘરમાં લાલ કીડીઓ હોય તો એ આપણા ઘરના વસ્તુદોષનો સંકેત છે. પરંતુ જો આપણા ઘરમાં કાળી કીડીઓ જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.

પ્રાચીન સમયથી બંને કીડીઓને લોટ નાખવામાં આવે છે. તો આ માન્યતા પણ એક શ્રદ્ધાનો વિષય છે. કેમ કે એવું માનવામાં આવે છે કે, કીડીને લોટ સાથે ખાંડ નાખવામાં આવે તો વ્યક્તિ બધા જ બંધન માંથી મુક બને છે. કેમ કે કીડીયારું પૂરવું તે ખુબ જ પુણ્યનું કામ કહેવાય છે.

આપણે કોઈ પણ વ્યક્તિને ભોજન આપીએ તો તો તે અંતરથી આપણને આશીર્વાદ આપે છે. તો તેવી જ રીતે કીડીઓને કણ નાખવામાં આવે તો પણ તે આપણને દુવા આપે છે. આપણી દરેક મુશ્કેલીમાં એ દુવા આપણને બચાવે છે. પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડીયારું પૂરતા હોય તેમને મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે. હવે જાણીએ લાલ કીડીઓ વિશે : લાલ કીડીઓ માટે એવું કહેવામાં આવે છે કે તે અશુભ સંકેતનું ચિહ્ન છે. જો લાલ કીડીઓ આપણા ઘરમાં જોવ મળે તો કરજ વધે છે. ઘરમાં લાલ કીડીનું દેખાવું તે આપણા પર કોઈ સંકટ આવી શકે તેની સુચના સમજવાની. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે આ કારણોસર કીડીઓને મારી નાખતા હોય છે.

પરંતુ તમને જણાવી દઈએ કે કીડીઓને મારી નાખવાથી આપણને પાપ દોષ લાગે છે. એટલે કે આપણે એક માંથી અન્ય બીજી સમસ્યામાં ફસાઈ શકીએ. માટે ક્યારેય પણ લાલ હોય કે કાળી કીડી હોય તેને ક્યારેય ન મારવી જોઈએ. જ્યારે કાળી કીડીઓ હંમેશા આપણને શુભ સંકેત આપે છે.

પરંતુ જો લાલ કીડીઓથી છુટકારો મેળવવો હોય તો તેને મારવા કરતા સરળ ઉપાય કરવો જોઈએ. લાલ કીડીને દુર કરવા માટે એક લીંબુ લેવાનું અને તેના નાના ટુકડા કરી નાખવાના. ત્યાર બાદ એવી જગ્યા પર રાખી દો જ્યાં લાલ કીડીઓ વધારે આવતી હોય. થોડા સમયની અંદર જ લાલ કીડીઓ લીંબુથી ભાગી જશે. તો મિત્રો ખાસ વાત તો એ કે કોઈ પણ નાનું જીવજંતુ હોય તેને પણ આપણે માણસ બનીને કોઈ નુકશાન ન કરવું જોઈએ. સાથે સાથે જો કીડીઓને કણ નાખવામાં આવે તો આપણા ભાગ્યની પણ વૃદ્ધિ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment