મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતીય ખોરાક રોટલી વગર અધુરો માનવામાં આવે છે. સબ્જી કોઈ પણ બની હોય જમવામાં, પરંતુ તેની સાથે જો રોટલી ન હોય તો જમવાનું આપણને અધૂરું લાગે છે. આપણે ત્યારે દરેક વ્યક્તિની રોટલી ખાવાની ક્ષમતા અલગ અલગ હોય છે. પરંતુ મિત્રો આજે અમે તમને રોટલીને લઈને ખુબ જ મજેદાર વાત જણાવવા જઈ રહ્યા છીએ. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શું તમે વજન ઉતારવા માંગો છો ? તો તમારે દિવસમાં કેટલી રોટલીનું સેવન કરવું જોઈએ, તેના વિશે જણાવશું. જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો તમારે કેટલી રોટલીનું સેવન કરવું જોઈએ તે આ લેખમાં અમે જણાવશું. માટે આ લેખને અંત સુધી વાંચો.
એક રોટલીથી આ આહાર મળે છે : ઘઉંના લોટથી બનેલી રોટલી મેક્રો ન્યુટ્રીએન્ટ રીચ હોય છે. તેમાં પ્રોટીન અને ફાયબરની પણ ઘણી સારી માત્રા મળી રહે છે. જો મનુષ્ય એક રોટલી 6 ઇંચની ખાય તો તેના શરીરમાં લગભગ 15 ગ્રામ ક્રાબ્સ, 3 ગ્રામ પ્રોટીન અને 0.4 ફાયબર મળે છે.
આટલી રોટલી છે જરૂરી : કેટલી રોટલીનું સેવન કરવું જોઈએ તે વાત ખુબ જ હદ સુધી એ વાત પર નિર્ભર કરે છે કે તમારા શરીરમાં કેટલા ક્રાબ્સની જરૂર છે. દૂધ, સોડા, ખાંડ, ઓઈલ જેવી વસ્તુથી પણ શરીરમાં ક્રાબ્સ ઘુસી જતા હોય છે. તો તેવામાં તમારા ડાયટમાં આ બધી વસ્તુની માત્રા વધારે હોય તો સારું છે કે રોટલીની માત્રા ઓછી હોય.
વેટ લોસ કરવો હોય : જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હો, તો તેના માટે ત્માંર્રે કેટલી રોટલીનું સેવન કરવું તે જાણવું સૌથી જરૂરી છે. કેમ કે રોટલીની માત્રા મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ હોય છે.
એવી મહિલાઓ જેનું ડાયટ પ્લાન દિવસમાં 1400 કેલેરી લેવાનું હોય તેમણે બે રોટલી બપોરના સમયે અને બે રોટલી રાતના સમયે જમવામાં લેવી જોઈએ. તો બીજી બાજુ પુરુષોના ડાયટ પ્લાન 1700 કેલેરી લેવાનું હોય તો, તેમણે પોતાના લંચમાં અને ડીનરમાં ત્રણ રોટલીનું સેવન કરવું જોઈએ.
ક્યારે ભોજન કરવું યોગ્ય : આમ તો રોટલીને બપોરના સમયે અથવા રાતના સમયે ખાઈ શકાય છે. પરંતુ એક્સપર્ટની સલાહ મુજબ માનવામાં આવે તો રોટલીનું સેવન દિવસના સમયે વધારે યોગ્ય રહે છે. રોટલીમાં મળતા ફાયબર તેને પચાવવાની પ્રોસેસને ધીમે કરી નાખે છે. પરંતુ રાતના સમયે રોટલી ખાવામાં આવે તો સુતા પછી તેને પચાવવાની ક્રિયા ચાલતી રહે છે. જે આપણા શરીર માટે ઠીક માનવમાં નથી આવતું. એટલા માટે રોટલી જો દિવસના સમયે ખાવામાં આવે તો આખા દિવસની એક્ટીવીટીના કારણે આસાનીથી પચી જાય છે.
ભાત કરતા રોટલી સારી : રોટલીનું સેવન ભાટ કરતા વધારે સારો વિકલ્પ છે. સામાન્ય રીતે રોટલીનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જેનાથી આપણું પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે. અને પાચનક્રિયાના સમયે બ્લડ શુગર લેવલ પણ આરામથી પ્રભાવિત થાય છે.
પરંતુ ભાતમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જેના કારણે તે જલ્દીથી પચી જાય છે. જે બ્લડ શુગર લેવલને તેજી સાથે ઈફેક્ટ કરે છે. ક્યાંકને ક્યાંક આ સ્થિતિ ડાયાબિટીસના દર્દી માટે હાનીકારક બની શકે છે. માટે રોટલી વજન ઉતારવા માટે ખુબ જ સારો ઓપ્શન્સ છે. પરંતુ એક પ્રમાણમાં લેવી તે પણ ખુબ જ આવશ્યક છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાત