સુરતના રત્નકલાકારો કોરોનાથી બચે તે માટે SMC દ્રારા આવો એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. 

મિત્રો, તમે જાણો છો કે, હાલ કોરોનાથી બચવું એ ખુબ અઘરું થઈ ગયું. જી હા મિત્રો, કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય તે માટે લોકડાઉન કર્યું હતું, પરંતુ ધંધો રોજગાર પણ ક્યાં સુધી રોકી શકાય. માટે ફરીથી લોકડાઉન થોડી શરતોને કબુલ કરીને ખોલવામાં આવ્યું. જેમાં સ્વયં લોકોએ જ પોતાની તકેદારી રાખવાની છે. જો તમે પોતે પોતાનું ધ્યાન રાખી નહિ શકો તો કોરોનાની ચપેટમાં સહેલાઈથી આવી જશો. આથી સરકારે પણ લોકો પર દબાણ કર્યું છે કે, પોતાની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે સરકારે થોડી શરતો મૂકી હતી કે, મોઢા પર માસ્ક બંધાવું, લોકો વચ્ચે અંતર રાખવું, બંને ત્યાં સુધી બહાર કોઈ વસ્તુનો સ્પર્શ ન કરવો, ઘરે આવી હાથ સેનેટાઈઝર વાળા કરવા વગેરે. પરંતુ લોકો આ નિયમોનું પાલન નથી કરી રહ્યા. તેના કારણે કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતની એક ઘટના સામે આવી જેના વિશે જાણીને તમને ખુબ જ આશ્ચર્ય થશે. ચાલો તો તેના વિશે વિગતે વાત કરીએ.

સુરત મહાનગરમાં આવેલ કતારગામ ઝોનમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. એટલે કે ત્યાં અન્ય ઝોનની સરખામણીએ કેસ વધુ છે. ત્યાં આવેલ વિવિધ ડાયમંડ યુનિટોમાં કોરોનાના કેસ પોઝિટીવ આવતા ઘણાખરા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેથી કરીને કેસ ન વધે.ત્યાં આ યુનિટોમાં કામ કરતા કર્મચારીઓ માટે દવાનોનું વિતરણ કરવાની સુચના યુનિટ સંચાલકોને આપવામાં આવી છે. આ જ કારણે ત્યાં દવા વિતરણની કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે, ત્યાં કતારગામની જુદી-જુદી ટીમો બનાવીને કુલ 146 યુનિટો દ્વારા 691 કારીગરોને 50410 HCQ અને 10570 CHQ સહિત કુલ 61,500 જેટલી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે એવું પણ જાણવા મળે છે કે, ત્યાં કતારગામમાં આજ સુધીમાં કુલ 17,105 કારીગરોને કુલ 1,71,050 દવાનું વિતરણ થઈ ચુક્યું છે.

આ સુરતના ઘણા એવા વિસ્તાર પણ છે જ્યાં ઘણી કંપનીઓ કોરોનાના કેસ આવવાથી બંધ કરવામાં આવી હતી. જેમાં વસ્તાદેવડી રોડ અને ગોટાલાવાડી સ્થિત શ્રીજી જેમ્સ, પટેલ અને શિવમ જવેલર્સ આ સિવાય લાલ દરવાજા સ્થિત જે.બી and બ્રધર્સ માં પોઝિટીવ કેસ વધુ આવ્યા હતા. આ ઉપરાંત વારિથી જેમ્સ, કૌસ્તુભ જેમ્સ, વર્ણીરાજ ડાયમંડ કંપનીને પણ ક્વોરોનટાઈન કરવામાં આવી છે. આ સિવાય ત્યાં નિયમોનો ભંગ કરવા બદલ રૂપિયા 6000 ની પેનેલ્ટી ફટકારવામાં આવી છે.

જેમ કે તમે જાણો છો કે અનલોક-1 માં ધંધા રોજગારની સાથે હીરાના કારખાના પણ શરૂ કરી દેવાયા હતા. પરંતુ ત્યાં આ કારખાનામાં માસ્ક, સામાજિક અંતર તેમજ અન્ય નિયમોનું પાલન ન કરવાના કારણે કોરોનાની ચપેટમાં અનેક લોકો આવી ગયા હતા. આવા સમયે શનિવારના રોજ કુલ 23 કેસ સામે આવ્યા હતા. જે હીરાના કારખાના સાથે જોડાયેલ હતા. છેલ્લા 16 દિવસમાં ત્યાં રત્નકલાકારોના કુલ 128 જેટલા નવા કોરોના સંક્રમિત લોકો સામે આવ્યા હતા. જો હજુ પણ આ નિયમોનું પાલન નહિ કરવામાં આવે તો કેસ વધવાની સંભાવના વધુ છે.સુરત શહેરમાં કોરોનાનું સક્રમણ વધી રહ્યું છે. ત્યાં સુરતમાં કુલ 3113 જેટલા કોરોનાના કેસ છે. તેની સામે કુલ 4 લોકોના મોત થયા છે, જ્યારે તેની સામે કુલ 104 દર્દીઓ સાજા થયા છે. નવા કેસોમાં આજે પણ કુલ 23 કેસો સામે આવ્યા છે. આમ શહેરના કતારગામ ઝોનમાં જ સૌથી વધુ 30 કેસ નોંધાયા છે. જ્યારે લીબાયતમાં 13, સેન્ટ્રલ ઝોનમાં 7, વરાછા-એ માં 11, વરાછા-બીમાં 15, રાંદેરમાં 7, ઉધના અને અઠવા માં 8-8 કેસ સામે આવ્યા છે. આમ દિવસે દિવસે વધી રહેલા કેસને કારણે લોકો અંતે એ ખાસ જરૂરી છે કે, તેઓ નિયમોનું ખુબ જ સખ્તાઈથી પાલન કરે.

Leave a Comment