શું તમે તમારી લોખંડની તિજોરીને દૂર કરવા માંગો છો અને નવી તિજોરી લાવવા વિશે વિચારી રહ્યા છો ? અને તે પણ એટલા માટે કે તે તિજોરીમાં કાટ લાગી ગયો છે ? તો તમને જણાવી દઈએ કે, તો તમારે એવું કશું કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને લોખંડની તિજોરીમાંથી કાટને કંઈ રીતે દૂર કરી શકાય છે, તે ટિપ્સ વિશે જણાવશું. જેની સહાયતાથી તમે લોખંડની તિજોરીને સહેલાઈથી સાફ કરી અને નવો લુક આપી શકશો.
કાટ વાળી તિજોરી દેખાવમાં ખરાબ અને જૂની દેખાય છે. અને સાથે જ તમારા રૂમનો લુક પણ ખરાબ દેખાય છે. તેથી જ, ઘણી સ્ત્રીઓ તિજોરીને રિપ્લેસ કરવા વિશે વિચારે છે. તિજોરીને રિપ્લેસ કરવાની જગ્યા પર, તિજોરી પર લાગેલ કાટને દૂર કરો અને તેને એક નવો લુક આપો, તો આવો જાણીએ આ વિષય પર –
લીંબુ અને બેકિંગ સોડા : બેકિંગ સોડા ઘરની સાફ-સફાઈ કરવા માટે ખુબ જ કામમાં આવે છે. તેની અંદર એક્સફોલિએંટિંગ ગુણ હોય છે, જે વસ્તુને સાફ કરવામાં કામ આવે છે. જો બેકિંગ સોડાની સાથે લીંબુને મિક્સ કરવામાં આવે તો, તે ખુબજ સારું કામ કરે છે.
પાણીને ગરમ કરો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણની અંદર બેકિંગ સોડા નાખો. હવે આ મિશ્રણથી તમે લોખંડની તિજોરીને સાફ કરો. તમે ટૂથબ્રશથી પણ તિજોરીને સાફ કરી શકો છો અને છેલ્લે પાણીથી તિજોરીને સાફ કરો. તમારી તિજોરી સારી રીતે સાફ થઈ જશે અને નવાની જેમ ચમકવા લાગશે.
ચૂનો, મીઠું અને લીંબુનો ઉપયોગ કરો : લીંબુનો રસ મીઠાના ક્રિસ્ટલને સક્રિય કરે છે અને કાટને દૂર કરવામાં મદદ કરે છે. કાટ લાગેલ સ્થાન પર થોઠું મીઠું ઘસો અને પછી તેના પર લીંબુનો રસ છાંટો. વધારે મીઠું અને લીંબુનો રસ ઓછો નાખો અને એક જાડું થર બનાવો. આ થરને જામવાં દો અને 2 થી 3 કલાક સુધી તેને આમ જ છોડી દો. હવે મીઠાને ચુનાના છોતરાંથી દૂર કરો અને પછી તિજોરીને સાફ કરો. લીંબુમાં વિનેગરની સમાન જ ગુણ હોય છે અને તે કાટને જલ્દી દૂર કરે છે.
એલ્યુમિનિયમ વરખ અને સફેદ વિનેગર : સફેદ વિનેગર સૌથી પ્રભાવશાળી વસ્તુ છે, જેનો ઉપયોગ કાટને દૂર કરવા માટે વપરાય છે. જો કે આ સફાઈ ટિપ્સને અપનાવવા માટે, તમારે કાટ લાગેલ વસ્તુને રાતભર વિનેગરમાં ડૂબાડીને રાખવી પડશે, તેથી કાટ સહેલાઈથી દૂર થઈ શકે. પરંતુ તમે તિજોરીને વિનેગરમાં ડૂબાડી ન શકો, તેથી કાટ લાગેલ ભાગને સાફ કરવા માટે એક બીજી રીત પણ છે.
કાટ વાળી જગ્યા પર થોડું વિનેગરને છાંટો અને હવે એલ્યુમિનિયમ વરખને વિનેગરમાં ડૂબાવો. પછી કાટ વાળી જગ્યા પર રાખો અને જ્યાં સુધી તમે કાટ ઉતરતા ન જુઓ ત્યાં સુધી સાફ કરો. જો કે, આમાં થોડો સમય થાય છે. જો એકવારમાં કાટ ન નીકળે તો ફરીવાર આ ટિપ્સને અપનાવો. થઈ જશે એકદમ સાફ.
એરોસોલનો ઉપયોગ કરો : જો તમારી તિજોરીમાં કોઈ પણ પ્રકારનો ડાઘ અને નિશાની છે, તો તેને દૂર કરવા માટે એરોસોલનો તમે ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે, એરોસોલથી કોઈ પણ પ્રકારનો ડાઘ સહેલાઈથી દૂર કરી શકાય છે. આ માટે, એરોસોલને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને ડાઘ વાળી જગ્યા પર છાંટો. થોડીવાર પછી એક સાફ કપડાંની મદદથી સાફ કરી લો.
લોખંડની તિજોરીમાં લાગેલ કાટને દૂર કરવા માટે, તમે આ દરેક ટિપ્સને અપનાવી શકો છો. આમ તમે અહી આપેલ કોઈ પણ ટીપ્સને અપનાવીને તમારી લોખંડની તિજોરીમાં લાગેલ કાટને દુર કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી