મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે અમુક લોકોને અમુક સાબુ અથવા તો દરેક પ્રકારના સાબુથી એલર્જી થાય છે. આથી તેઓ સાબુનો ઉપયોગ કરતા ડરે છે. પરંતુ આજે અમે તમને અહીં એક એવી વસ્તુ વિશે જણાવશું જે તમને સુંદર બનાવવાની સાથે યુવાન પણ બનાવી રાખે છે.
સ્કીનને સુંદર બનાવવા માટે તેનું હેલ્ધી હોવું ખુબ જરૂરી છે. જેના માટે તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ. પરંતુ માર્કેટમાં મળતા સાબુમાં કેમિકલ અને હાનિકારક તત્વો હોય છે. જે સ્કીનને ડ્રાઈ બનાવી દે છે. પરંતુ તમે સાબુની જગ્યાએ હર્બલ બોડી વોશનો ઉપયોગ કરો. આ હર્બલ બોડી વોશને ઘરે જ ખુબ જ સરળ રીતે બનાવી શકો છો. આ હર્બલ બોડી વોશ તમારી ત્વચાને પોષણ આપે છે અને તેને ડ્રાઈ થવાથી બચાવે છે. ચાલો તો જાણી લઈએ હર્બલ બોડી વોશ કેવી રીતે બનાવી શકાય છે.
ઘરે જ હર્બલ બોડી વોશ બનાવવાની રીત અને સામગ્રી : 1/3 કપ – શુદ્ધ મધ, 1/3 કપ – ઓલીવ ઓઈલ, 1/3 કપ – એલોવેરા જેલ, 1/3 કપ – કેસ્ટાઈલ સાબુ, 50-60 ટીપા – એસેશિયલ ઓઈલ.
સ્નાન કરવા માટે ઘરે જ હર્બલ બોડી વોશ બનાવવાની રીત આ પ્રકારે છે. સૌથી પહેલા એક બોટલ લો અને તેમાં એસેશિયલ ઓઈલને છોડીને ઉપર આપેલ બધી જ વસ્તુઓ નાખી દો. બોટલમાં રહેલ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો પછી તેમાં એસેશિયલ ઓઈલ નાખો. ત્યાર પછી ફરીથી આ મિશ્રણને શેક કરો અને પછી ઠંડી અને સૂકાયેલ જગ્યાએ સ્ટોર કરો. આ હર્બલ બોડી વોશનો ઉપયોગ તમે સ્નાન કરવા માટે એક વર્ષ સુધી કરી શકો છો.
આ હર્બલ બોડી વોશથી સ્નાન કરવાના ફાયદાઓ : 1) આ હર્બલ બોડી વોશમાં રહેલ ઓલીવ ઓઈલ અને એલોવેરા જેલ તમારી સ્કીનને પર્યાપ્ત માત્રામાં નરમ બનાવે છે. જેના કારણે તમારી સ્કીન ડ્રાઈ થતી નથી અને ત્વચા સુંદર અને જવાન તેમજ મુલાયમ બની રહે છે.
2) ત્વચાને એસેશિયલ ઓઈલ પણ ખુબ જ ફાયદો આપે છે. જે તમારી ત્વચાના નિખાર માટે ખુબ જ જરૂરી પોષક તત્વો આપે છે.
3) સૌથી મહત્વની વાત એ છે કે, આ હર્બલ બોડી વોશને કોઈ પણ પ્રકારની ત્વચા ધરાવતા લોકો ઉપયોગ કરી શકે છે. તેમજ તેનાથી તમારી ત્વચાને કોઈ પણ નુકશાન પણ નથી થતું.
આમ પોતાની ત્વચાને સુંદર, જવાન, ચમકદાર અને મુલાયમ બનાવવા માટે તમે આ હર્બલ બોડી વોશને ઘરે બનાવીને કેમિકલ મુક્ત અને હાનિકારક તત્વોથી સ્કીનને બચાવી શકો છો. સાથે જ તે ઘરે બનતું હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થવાનો ભય નથી રહેતો. જે સ્કીનના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. આ સિવાય સ્કીનના નિખાર માટે હર્બલ વોશ એ ખુબ સારું છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી