મિત્રો બોલીવુડમાં મિસ્ટર ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારને આજે કોઈ નહિ ઓળખતું હોય એવું ન બને. આજે તેને દેશમાં અને વિદેશમાં પણ લોકો ખુબ જ ચાહે છે. હાલ અક્ષય કુમાર 52 વર્ષના છે. પરંતુ તમને જાણવી દઈએ કે આજે તેવો આખા બોલીવુડમાં સૌથી વધારે કમાણી કરતા સ્ટાર છે. અક્ષય કુમાર પોતાના કામને લઈને ખુબ જ ચોક્કસ રહે છે જેના કારણે આજે બોલીવુડમાં તેનું નામ ઘણું આગળ છે. આજે તેવો બોલીવુડમાં વધારે કમાણી કરતા સ્ટાર છે પરંતુ તેમણે અહીં સુધી પહોંચવા માટે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષનો સામનો કર્યો હતો.
તો આજે અમે તમને અક્ષય કુમારની સંઘર્ષ ગાથા વિશે જણાવશું, કેમ કે તે એક સમયે એક વેઈટર તરીકે પણ કામ કરી ચુક્યા છે. અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967 માં દિલ્લીના ચાંદની ચોક વિસ્તારમાં થયો છે. આજે બધી જ જગ્યાએ તેમણે અક્ષય કુમારના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ તેનું સાચું નામ રાજીવ ભાટિયા છે.
અક્ષય કુમારે વર્ષ 1991 માં એક ફિલ્મમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. જે ફિલ્મનું નામ હતું ‘સોગંધ’. પરંતુ સફળતા માટે અક્ષય કુમારના જીવનમાં ઘણી વાર ઉતાર ચડાવ આવ્યા. પરંતુ તે મહેનતમાં વિશ્વાસ રાખતા હતા માટે સમય સાથે સંજોગ પણ બનતા ગયા તેને સફળ બનાવવા માટે. પરંતુ આજે તેવો બોલીવુડના સૌથી એક્ટીવ રહેતા સ્ટાર તરીકે માનવામાં આવે છે. તે પોતાના જીવનને અનુશાસન સાથે વિતાવવામાં માને છે. આખા વિશ્વનું સૌથી ફેમસ મેગેઝીન ફોર્બ્સ દ્વારા હાલમાં જ દુનિયાના સૌથી વધારે કમાણી કરતા સ્ટાર્સની લીસ્ટ બહાર પાડી હતી. જેમાં અક્ષય કુમારને ચોથું સ્થાન પ્રાપ્ત થયું છે. સાથે સાથે તે લીસ્ટમાં અક્ષય કુમાર એક એવા ભારતીય છે જે એક અભિનેતા છે. તે લીસ્ટ મુતાબિક જોઈએ તો જુન 2018 થી લઈને 2019 સુધી તેવો 69 મિલિયન ડોલરની કમાણી કરી ચુક્યા છે. અક્ષય કુમારની સંપત્તિની વાત કરીએ તો રીપોર્ટ અનુસાર અક્ષય કુમર પાસે 150 મિલિયન ડોલર એટલે કે 10.74 અરબ કરતા વધારે સંપત્તિ થાય છે. અક્ષય કુમાર પોતે લક્ઝરી લાઈફને માણવાના શોખીન છે પરંતુ તે પોતાના જીવનમાં ખુબ જ અનુશાસન રાખે છે. તે લાઈફને બંધનની સાથે આઝાદ રીતે જીવન જીવે છે. અક્ષય કુમાર બોલીવુડને સિલેક્ટેડ સિતારાઓ માંથી એક છે જેની પાસે ખુદનું પ્રાઈવેટ પ્લેન છે. આજે અક્ષય કુમાર પાસે જે પ્રાઈવેટ જેટ છે તેની કિંમત 260 કરોડ રૂપિયા છે. સાથે સાથે તેની પાસે આલીશાન બંગલો અને ઘણી બધી મોંઘી લકઝરીયસ કાર પણ છે. જો આપણે અક્ષય કુમારના બંગલા વિશે વાત કરીએ તો તે કોઈ મહેલથી કમ નથી. અક્ષયનો બંગલો મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલો છે. તેના આખા બંગલાનું ઈન્ટીરીયર અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ ડીઝાઇન કર્યું છે. તેના બંગલા પરથી ખુબ જ સુંદર એવો સમુદ્રનો નજરો પણ જોવા મળે છે. તેની કિંમત 80 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જો લક્ઝરી કારની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર પાસે રોલ્સ રોયસ ફેન્ટમ, બેન્ટલી કોન્ટીનેન્ટલ ફ્લાઈંગ સ્પર, મર્સીડીઝ GLS, પોર્શ કેયેન, રેંજ રોવર વોગ, મર્સીડીઝ GL350 CDI, હોન્ડા CR-V જેવી ખુબ જ કિંમતી કારોનો કાફીલો છે. સાથે સાથે અક્ષય કુમાર બાઈકના પપન ખુબ જ શોખીન છે. તેની પાસે હાર્લી ડેવિડસન અને યામાહા વી મેક્સ જેવી મોંઘી બાઈકનું પણ કલેક્શન જોવા મળે છે.
પરંતુ આજે દેશના જવાનો માટે પણ અક્ષય કુમાર ખુબ જ સારું કાર્ય કરી રહ્યા છે. તેવો એક સારા દેશ ભક્ત પણ છે. જે દેશ માટે કંઈક કરવાની તમન્ના પણ રાખે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google