39 વર્ષની ઉંમરમાં પણ બેમિસાલ સુંદરતાની માલિક છે અંગુરી ભાભી, જુઓ કેવી છે તેમની લાઈફ

મિત્રો તમે ટીવી સીરીયલ તો જોતા જ હશો. તેમાં પણ ખાસ કરીને કોમેડી સીરીયલ જોવી દરેકને ખુબ ગમે છે. કારણ કે તે જોતા આપણું ખુબ મનોરંજન થાય છે અને જીવનની થોડી ક્ષણો માટે આપણે બધું જ ટેન્શન સાઈડ પર મુકીને હસી શકીએ છીએ. પરંતુ આ કોમેડી પાત્રોની પર્સનલ લાઈફ અંગે બહુ ઓછા લોકો જાણતા હોય છે. આજે અમે તમને ખુબ જ લોકપ્રિય એવી કોમેડી સીરીયલ ‘ભાભીજી ઘર પર હે’ ની અંગુરી ભાભીની સુંદરતા અંગે વાત કરીશું.

એન્ડ ટીવી પર આવતો શો ‘ભાભીજી ઘર પર હે’ એક કોમેડી શો છે. આ શો દર્શકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. ટીઆરપી લીસ્ટમાં પણ હંમેશા આ શો ટોપ 10 માં પોતાનું સ્થાન ધરાવે છે. આ શોને દરેક ઉંમરના લોકો જોવાનું પસંદ કરે છે. શોના દરેક પાત્ર ખુબ જ મજેદાર છે. અનીતા ભાભી, અંગુરી ભાભી, હપ્પું સિંહ, સક્સેના, વિભૂતિ હોય કે તિવારી બધા પોતાના કમાલના કેરેક્ટર છે અને લોકોમાં ખુબ જ મશહુર છે.

એ કહેવું ખોટું નથી કે, આ શોના દરેક પાત્ર તેમજ શો દરેકને ખુબ જ પ્રિય છે. આ શોમાં સૌથી વધુ પોપ્યુલર તેમજ હસાવવાનું કામ અંગુરી ભાભી કરે છે. અંગુરી ભાભીનું પાત્ર એક્ટ્રેસ શુભાંગી અત્રે નિભાવી રહી છે. શિલ્પા શિંદેના આ શો છોડ્યા પછી શુભાંગીની એન્ટ્રી થઈ હતી. અને શિલ્પાની જેમ શુભાંગીને પણ દર્શકો તરફથી ખુબ પ્રેમ મળ્યો છે.

થોડા મહિના પહેલા જ શુભાંગીનો જન્મદિવસ ગયો છે અને તે 39 વર્ષની થઈ ગઈ છે. જો કે લોકડાઉનના કારણે તેણે પોતાના જન્મદિવસને ઘરે જ સેલીબ્રેટ કર્યો હતો. આજે અમે તમને શુભાંગીની થોડી પર્સનલ લાઈફ વિશે થોડી વાતો કરીશું.

તમને જણાવી દઈએ કે શુભાંગીનો જન્મ 11 એપ્રિલ 1981 માં ભોપાલમાં થયો હતો. શુભાંગીને નાનપણથી જ એક્ટિંગ અને ડાંસનો શોખ હતો. આમ ડાન્સનો શોખ હોવાથી તેણે કથક પણ શીખ્યું છે. શુભાંગી એ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2007 માં સ્ટાર પ્લસના મશહુર સીરીયલ ‘કસોટી જિંદગી કી’ થી કરી હતી. તેમાં તે પલછીન વર્માના નામે આવી હતી.

ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યા પછી થોડા વર્ષ પછી એક્ટ્રેસ બિઝનેસમેન પીયુષ પૂરે સાથે લગ્ન કરી લીધા. શુભાંગીની આજે 13 વર્ષની દીકરી છે. જેનું નામ આશી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન શુભાંગી એ જણાવ્યું હતું કે તેની દીકરી જ તેની સૌથી મોટી ક્રિટિક છે.

શુભાંગી એ કહ્યું કે, તેની દીકરી તેને દરેક સીરીયલમાં જોવે છે. પછી તેને સલાહ પણ આપે છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ખુબ એક્ટીવ રહે છે. તે પોતાના પરિવાર સાથેની ફોટો શેર કરતી રહે છે. ઓનસ્ક્રીન સીધી સાદી દેખાતી શુભાંગી રીયલ લાઈફમાં ખુબ જ મોર્ડન છે. જેમ કે તમે જોઈ શકો છો. આ ફોટોમાં તે પોતાના પતિ અને દીકરી સાથે જોવા મળે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે, શુભાંગી પહેલા ખુબ જ દુબળી-પાતળી હતી. ભાભીજી ઘર પર હે માં રોલ મેળવવા માટે તેણે પોતાનો 4 કિલો વજન વધાર્યો હતો. શુભાંગી આ જે ટીવી ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી છે અને ઘણી સીરીયલમાં પણ કામ કરી ચુકી છે.

‘ભાભીજી ઘર પર હે’ પહેલા શુભાંગી ‘દો હંસો ક જોડા’, ‘કસ્તુરી’, ‘ચીડિયા ઘર’ જેઈવ ટીવી સીરીયલ માં કામ કરી ચુકી છે. આ સીરીયલમાં તેની એક્ટિંગ ને દર્શકોએ ખુબ વખાણી હતી. આ સિવાય તમારી જાણકરી મત એટમને જણાવી દઈએ કે ટીવી શો ‘ચીડિયા ઘર’ માં પણ શુભાંગી એ શિલ્પા શિંદે ને રિપ્લેસ કરી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment