500 રૂ. ના પગારથી અમિતાભે કરી હતી શરૂઆત… આજે છે આટલા કરોડનો માલિક.

મિત્રો આજે અમે તમને બોલીવુડના મહાનાયક વિશે જણાવશું. જેને આજે સદીના ઔથી મોટા મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. જી હા મિત્રો આજે અમે તમને અમિતાભ બચ્ચન વિશે થોડી વાત જણાવશું. મિત્રો હલ  અમિતાભ બચ્ચન 77 વર્ષના છે. તે એક સારા એક્ટરની સાથે સાથે સારા વક્તા પણ છે. પરંતુ આજે અમિતાભ બચ્ચન જે ઉંચાઈ પર પહોંચ્યા ત્યાં પહોંચવું એ કોઈ સામાન્ય વાત નથી. પરંતુ આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે. પરંતુ જ્યારે અમિતાભ બચ્ચને પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું તે સમયનો અમિતાભ બચ્ચનનો પહેલો પગાર સાંભળીને ચોંકી જશો. તો આજે અમે તમને તેના વિશે મહત્વની વાત જણાવશું આ લેખમાં માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો અને જાણો હાલમાં અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે.

સામાન્ય રીતે અમિતાભ બચ્ચનજી એ પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મેં જ્યારે કોલકાતામાં નોકરી શરૂ કરી ત્યારે મારો પહેલો પગાર માત્ર 500 રૂપિયા મહીને હતો. જેની કિંમત આજે ખુબ જ ઓછી માનવામ આવે છે. પરંતુ મીડિયાના રીપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન પાસે 28 અરબ કરતા વધારે નેટ વર્થ છે.  2015 માં ફોબર્સના જણાવ્યા પ્રમાણે અમિતાભ પાસે 33.5 મિલિયન ડોલરનનું નેટ વર્થ છે. પરંતુ અમિતાભ બચ્ચનની પત્ની જ્યાં બચ્ચન સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ છે, તેમણે પણ પોતાની કુલ સંપત્તિ વિશે જણાવ્યું હતું.

નામાંકન સમયે જયા બચ્ચન તરફથી દાખલ શપથપત્રમાં કુલ સંપત્તિનું વિવરણ પણ કરવામાં આવ્યું છે. તેના પ્રમાણે જયા બચ્ચન અને તેના પતિ અમિતાભ બચ્ચન પાસે 10.01 અરબ રૂપિયાની સંપત્તિ છે. છેલ્લા છ વર્ષ દરમિયાન જયા બચ્ચનની પ્રોપર્ટી ડબલ થઈ ગઈ છે. કેમ કે 2012 માં આ કપલની કુલ સંપત્તિ લગભગ 500 કરોડ રૂપિયા હતી. પરંતુ આ વર્ષે તેની પ્રોપર્ટી 1000 કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચી ગયો છે.

શપથ પત્ર પ્રમાણે બોલીવુડના આ કપલ પાસે 460 કરોડ રૂપિયા  કરતા પણ વધારે અચલ સંપત્તિ છે. જે 2012 ના મુકાબલે 152 કરોડ રૂપિયા કરતા બે ગણું વધારે છે. પરંતુ તેની ચલ સંપત્તિનું મુલ્ય 2012 માં લગભગ 343 કરોડ રૂપિયા માંથી વધીને લગભગ 540 કરોડ રૂપિયા થઇ ચુક્યું છે. અમિતાભ અને જયા બચ્ચનના ઘણા દેશોમાં ઘણી બેન્કોમાં એકાઉન્ટ છે અને તેમાં પણ કરોડો રૂપિયા જમા છે.

રીપોર્ટ અનુસાર જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન પાસે લગભગ 62 કરોડ રૂપિયાનું સોનું અને અન્ય જ્વેલરી છે. પરંતુ હેરાનીની વાત એ છે કે, આ મામલામાં અમિતાભે જયા બચ્ચનને પાછળ રાખી દીધી છે. કેમ કે જયા બચ્ચનના નામ પર માત્ર 26 કરોડ રૂપિયાની જ્વેલરી છે અને અમિતાભ બચ્ચનના નામ પર 36 કરોડ રૂપિયા કરતા પણ વધારે જ્વેલરી છે તેવું જાણવા મળી રહ્યું છે.

અમિતાભ બચ્ચન પાસે 13 કરોડની 12 ગાડીઓ છે. જેમાં રોલ્સ રોયસ, ત્રણ મર્સિડીઝ, એક પોર્શ, એક રેંજ રોવર કાર પણ શામિલ છે. પરંતુ તેના સિવાય તમને જણાવી દઈએ કે અમિતાભ પાસે ટાટા નેનો કાર પણ છે  અને એક ટ્રેક્ટર પણ છે.

પરંતુ ફિલ્મ માટે મળેલી પહેલી સેલેરીની વાત કરીએ તો અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ કે.એ. અબ્બાસની સાત હિન્દુસ્તાની હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનને પાંચ હાજર રૂપિયામાં સાઈન કરી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સઓફીસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી. પરંતુ આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને એવોર્ડ મળ્યો હતો.

પરંતુ અમિતાભ બચ્ચને કોણ બનેગા કરોડ પતિ શો માં સાફ કહી દીધું હતું કે, જ્યારે તેનું મૃત્યુ થશે ત્યારે તેની બધી જ સંપત્તિ તેના દીકરા અને દીકરીને સરખા ભાગે વહેંચી દેશે. અમિતાભ બચ્ચનને બે બાળકો છે. અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન. અમિતાભના મૃત્યુ બાદ બધી જ સંપત્તિ આ બંનેના નામ પર થઇ જશે. પરંતુ અમિતાભ બચ્ચને એક વાર ટ્વીટર પર લખ્યું હતું, “જ્યારે હું મૃત્યુ પામીશ, જે પણ સંપત્તિ છોડીને જઈશ તે મારા દીકરા અને દીકરીમાં બરાબર વહેંચાવી જોઈએ.” અમિતાભ બચ્ચન ખુબ જ આઝાદ વિચારો ધરાવે છે. કેમ કે તેમણે બેટી બચાવો, બેટી પઢાવો કેમ્પેઈન મહત્વનો ભાગ ભજવ્યો હતો.

તો આજે પણ આ ઉમરે અમિતાભ બચ્ચન કામને લઈને એક્ટીવ હોય છે. તેમની શરૂઆત સામાન્ય 500 રૂપિયાથી થઇ હતી. પરંતુ આજે તે ખુબ જ સંપત્તિના માલિક છે. તેનું કારણ છે તેની મહેનત અને કામ કરવાની લગન. આજે તેમને આ મુકામ સુધી લઈને પહોંચી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment