સોલાર સાથે જોડાયેલા આ પાંચ બિઝનેસથી બની જશો ધનિક, જો પૈસા ન હોય તો સરકાર કરશે મદદ.

આપણે બધા જાણીએ છીએ કે, આજકાલ આર્થિક મુશ્કેલી માણસ માટે ખુબ જ મોટી સમસ્યા બની ગઈ છે. તો આજે અમે તમને આ લેખમાં અમુક એવા બિઝનેસ વિશે જણાવશું જે તમને મહીને હજારો રૂપિયાની કમાણી આપી શકે છે. જેમાં તમને સફળતા મળવાની સંભાવના પણ ખુબ જ છે. તો ચાલો જાણીએ ક્યાં છે એ બિઝનેસ. જાણવા માટે આ લેખને અવશ્ય વાંચો. 

સોલાર પ્લાન્ટ લગાવીને કરો બિઝનેસ : દેશમાં સોલાર સેક્ટરમાં બિઝનેસના મૌકા ખુબ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સોલાર બિઝનેસને લગાતાર સપોર્ટ પણ કરી રહી છે. તેવામાં જો તમે પણ કોઈ પ્રકારનો બિઝનેસ કરવા માંગતા હો તો આ સેક્ટર સાથે જોડાઈને પોતાનું નવું કામ શરૂ કરી શકો છો. સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી વહેંચવાનો બિઝનેસ કરી શકાય છે. સોલાર એનર્જી સાથે જોડાયેલા બિઝનેસ શરૂ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહીત ઘણી બેંકોની SME બ્રાંચમાંથી લોન મળી શકે છે. આ બિઝનેસથી એક મહિનામાં 30 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. 

સોલારથી ચાલતા પ્રોડક્ટ્સનો પણ બિઝનેસ : અમુક રાજ્યોએ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સોલાર પ્લાન્ટ અનિવાર્ય કરી દીધો છે. તેમાં સોલાર પીવી, સોલાર થર્મલ સિસ્ટમ, સોલાર એટિક ફેન, સોલાર કુલિંગ સિસ્ટમનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ દિવસોમાં ઘણા એવા પ્રોડક્ટ્સ ડિમાંડમાં છે જે સોલારથી ચાલે છે. દેશ-વિદેશની કંપનીઓ સોલાર મોબાઈલ ચાર્જર, સોલાર વોટર હીટર, સોલાર પમ્પ,સોલાર લાઈટ્સ બની રહી છે. તેમાં અમુક પ્રોડક્ટ્સ જેમ કે વોટર હીટર, પમ્પને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સબસીડી પણ મળે છે. તમે પણ આ પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસને શરૂ કરવામાં 1 થી 2 લાખ રૂપિયાની જરૂર પડે છે. બેંકમાંથી લોન લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ બિઝનેસથી એક મહિનામાં 20 થી 40 હજાર રૂપિયા મહિનાની કમાણી થઈ શકે છે. સોલાર મેન્ટેનન્સ અને ક્લીનિંગ સેન્ટર : સોલારની વધતી ડિમાંડના ચાલતા તેની સાથે જોડાયેલ બધા બિઝનેસ ખુબ જ ફાયદાકારક છે. સોલાર મેન્ટેનન્સ અને ક્લીનિંગ સેન્ટર ખોલીને પણ મોટી કમાણી કરી શકાય છે. સોલાર પેનલનું જેટલું મેન્ટેનન્સ થાય છે, તેની પ્રોડક્શન ક્વોલિટી એટલી જ ઉત્તમ થાય છે. ક્લીનિંગ સેન્ટર ખોલીને સોલાર પેનલ પ્રોડક્શન અને ઇન્વટર્સનું રિપેરિંગ અને મેન્ટેનન્સનું કામ કરી શકાય છે. તેમાં માત્ર 50 હજાર રૂપિયાથી જ કારોબાર શરૂ થઈ શકે છે. તેમાં દર મહીને 15 થી 20 હજાર રૂપિયા સુધી કમાણી કરી શકાય છે. 

સોલાર કન્સલ્ટન્ટ બનો : તમે સોલાર કન્સલ્ટન્ટ બનીને પણ સારી કમાણી કરી શકો છો. કન્સલ્ટન્ટ બનવા માટે સોલાર બિઝનેસની ટેકનીકલ જાણકારી લેવી પડશે. તેના ઘણા બધા કોર્સ પણ હોય છે. બિઝનેસ શરૂ કરવા વાળા વ્યક્તિ પહેલા તેની પૂરી જાણકારી લેવા માંગતા હો તો તેવામાં કન્સલ્ટન્ટ તરીકે તેની મદદ કરી શકાય છે. કન્સલ્ટન્ટનું કામ છે સાઈટ પર જઈને સ્ટડી કરીને રોકાણની સલાહ આપવી. તેના માટે તમારી પાસે એક ઓફિસ, વેબસાઈટ જેવી સામાન્ય વસ્તુ જોઈએ. 

ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ : આ એક સૌથી ફાયદાનો બિઝનેસ છે, કેમ કે તેમાં રોકાણની જરૂર નથી હોતી. ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટની ડિમાંડ આજકાલ ખુબ જ છે. ઘણી સરકારી અને બિન સરકારી એજન્સીઓ સોલાર પ્રોજેક્ટ લગાવવા માટે ફાઇનાન્સ ઉપલબ્ધ કરાવે છે. પરંતુ તેની સામાન્ય લોકોને નથી હોતી. તમે આ પ્રકારને બધી જ ડીટેઈલ્સ ભેગી કરીને તેની જાણકારી લોકોને આપી શકો છો. તેમાં 30 થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. 

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment