મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ કે, નવરાત્રીમાં માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના પર્વ પર મહિલાઓ પણ દેવીમાંની પૂજા માટે ખુબ જ શૃંગાર કરતી હોય છે. તો મહિલા માતાજીને સોળ શણગાર કરીને માતાને ખુશ કરી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને સોળ શણગાર વિશે જણાવશું જે માં જગત અંબાને પ્રસન્ન કરે છે. જો એ શણગાર તમે માતાજીને કરો તમારા પર પ્રસન્ન થાય છે. તો જાણો ક્યાં છે એ સોળ શણગાર.
ફૂલોનો શણગાર : સોળ શણગારમાં ફૂલનો શણગાર કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. વરસાદના મૌસમમાં ભેજ પણ વધુ હોય છે. સૂર્ય અને ચંદ્રમાંની શક્તિ વર્ષા ઋતુમાં ક્ષીણ થઈ જાય છે. એટલા માટે આ ઋતુમાં આળસ આવે છે. મનને પ્રસન્નચિત્ત રાખવા માટે ફૂલોને વાળમાં લગાવવું સારું માનવામાં આવે છે. ફૂલોની મહેક તાજગી પ્રદાન કરે છે.
બિંદી અથવા ટીકા : બિંદી અથવા ટીકો પણ શણગાર માનવામાં આવે છે. માથા પર સિંદુરનો ટીકો લગાવવાથી સકારાત્મક ઉર્જા મહેસુસ થાય છે. તેનાથી માનસિક શાંતિ પણ મળે છે. આ દિવસે ચંદનનો ટીકો પણ લગાવવામાં આવે છે.
મહેંદી : હરિયાળી ત્રીજ પર મહેંદી લગાવવાની પરંપરા છે. સ્ત્રીઓ ખાસ રીતે આ દિવસે હાથમાં મહેંદી લગાવે છે. આ સોળ શણગારના પ્રમુખ શણગારમાંથી એક નથી. મહેંદી શરીરની શીતળતા પ્રદાન કરે છે અને ત્વચા સંબંધિત રોગોને પણ દુર કરે છે.માંગમાં સિંદુર : માંગમાં સિંદુર લગાવવું સુહાગની નિશાની છે. તેમજ તે સ્થાન પર સિંદુર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. તેના વૈજ્ઞાનિક ફાયદા પણ હોય છે. માન્યતા છે કે, માંગમાં સિંદુર લગાવવાથી શરીરમાં વિદ્યુત ઉર્જાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
ગળામાં મંગળસૂત્ર : મોતી અને સોના યુક્ત મંગળસૂત્ર અથવા હાર પહેરવાથી ગ્રહોની નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ મળે છે. તેનાથી પ્રતિરોધક ક્ષમતામાં પણ વૃદ્ધી થાય છે. એવું કહેવાય છે કે, ગળામાં સોનાના આભુષણ પહેરવાથી હૃદય રોગ સંબંધિત રોગી નથી થતા. હૃદયના ધબકારા પણ નિયંત્રણમાં રહે છે. તેમજ મોટી ચંદ્રમાંનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી મન ચંચળ નથી થતું.
કાનમાં કુંડળ : કાનમાં આભુષણ અથવા વાળી પહેરવાથી માનસિક તણાવ નથી થતો. કાન વિંધવાથી આંખોની રોશની પણ તેજ થાય છે. અને આ શણગારથી માથાનો દુઃખાવો ઓછો થવામાં પણ સહાયક થાય છે.
માથામાં સોનાનો ટીકો : માથા પર સોનાનો ટીકો મહિલાઓની સુંદરતા વધારે છે. તેમજ મસ્તિષ્કનું નર્વસ સિસ્ટમ પણ સારું રહે છે.
કંગન અથવા બંગડી : હાથમાં કંગન અથવા બંગડી પહેરવાથી રક્ત સંચાર પણ સારો થઈ જાય છે. તેનાથી થાક નથી થતો, સાથે જ તે હોર્મોન્સને પણ બગડવા નથી દેતા.
બાજુબંધ : તેને પહેરવાથી ભુજાઓમાં લોહીનો સંચાર પણ યોગ્ય બની રહે છે. એવું કહેવાય છે કે, તેનાથી દર્દમાંથી મુક્તિ મળે છે. તેમજ સુંદરતામાં પણ નિખાર આવે છે.
કમરબંધ : કમરબંધ પહેરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે. હાર્નિયા જેવી બીમારી થવાનો ખરતો પણ ઓછો થાય છે.
પાયલ : પાયલ પગની સુંદરતામાં પણ વધારો કરે છે. તેમજ તેને પહેરવાથી પગમાંથી નીકળતી શારીરિક વિદ્યુત ઉર્જા શરીરમાં સંરક્ષિત થાય છે. તેનું એક મોટું કાર્ય મહિલાઓમાં વસાને વધતી રોકે છે. એવું કહેવાય છે કે, ચાંદીની પાયલ પગમાં હાડકાઓને મજબુત બનાવે છે.પગમાં પહેરવાનો છલ્લો : પગમાં પહેરવાનો છલ્લો પણ સુહાગની પ્રમુખ નિશાની છે. પરંતુ તેનો પ્રયોગ પગની સુંદરતા સુધી જ સીમિત નથી. પરંતુ છલ્લો આપણી નર્વસ સિસ્ટમને અને માંસપેશિયોને મજબુત રાખવામાં મદદરૂપ થાય છે.
નથડી : નથડી સ્ત્રીઓના ચહેરાને સુંદરતા અર્પણ કરે છે. આ એક પ્રમુખ શૃંગાર છે પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. નાકમાં સોનું અથવા આભુષણ પહેરવાથી મહિલાઓમાં દુઃખ સહન કરવાની ક્ષમતા વધે છે.
અંગુઠી : અંગુઠી પહેરવાથી લોહીનો સંચાર શરીરમાં સારો થાય છે. તેનાથી હાથની સુંદરતા પણ વધે છે. તેને પહેરવાથી આળસ પણ ઓછી આવે છે.
કાજળ : આંખની સુંદરતા વધારવા માટે આંખોની રોશની પણ તેજ કરવામાં સહાયક બને છે. તેનાથી નેત્ર સંબંધિત રોગો પણ દુર થાય છે.
મેકએપ : મુખ પર બ્યુટી પ્રોડક્ટ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે. તેમજ તેનાથી મહિલાઓના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધી થાય છે અને ઉર્જા બની રહે છે. (તમને જણાવી દઈએ કે આ માહિતી એક ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જેના કોઈ ઠોસ પુરાવા નથી.)
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google