મિત્રો આજના સમયમાં દરેક વ્યક્તિને ઓટલો મળી જાય છે, પરંતુ રોટલો મળવો ખુબ જ મુશ્કેલ છે. કેમ કે આજે રહેવા માટે જગ્યા કદાચ મળી જાય, પરંતુ આજે સસ્તું જમવાનું મળવું ખુબ જ મુશ્કેલ છે. પરંતુ આજે અમે એક એવી 82 વર્ષની વૃદ્ધ મહિલા વિશે જણાવશું જે છેલ્લા 30 વર્ષથી એક જ કિંમતમાં ઈડલી બનાવીને વહેંચી રહી છે. જે આજે લગભગ કોઈ ન કરી શકે. તો ચાલો જાણીએ શા માટે તે મહિલા આમ સસ્તી ઈડલી વહેંચી રહી છે.
કોઇમ્બતુરના એક ગામ વાડીવેલમપાલયમ નામના ગામમાં એક 82 વર્ષાન વૃદ્ધ દાદીમાં આજના સમયમાં પણ માત્ર એક જ રૂપિયામાં ઈડલી વહેંચે છે. મિત્રો તે વૃદ્ધ મહિલાનું નામ છે એમ કમલાથલ. મિત્રો આજના આટલા મોંઘવારી વાળા સમયમાં પણ માત્ર એક જ રૂપિયામાં ઈડલી મળે એ ખુબ જ નવાઈની વાત કહેવાય. કેમ કે આજે લગભગ એક રૂપિયામાં ચોકલેટ સિવાય કોઈ ખાવાની વસ્તુ મળતી નથી. પરંતુ આ વૃદ્ધ મહીઅલા દ્વારા માત્ર એક જ રૂપિયામાં ઈડલી વહેંચવામાં આવે છે. તો સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો હતો. ત્યાર બાદ સરકાર દ્વારા આ વૃદ્ધ મહિલાને LPG ગેસ આપવામાં આવ્યો હતો. કેમ કે આ મહિલા અત્યાર સુધી ચૂલા પર જ ઈડલી બનાવતી હતી.
પરંતુ મિત્રો આ બાબતમાં સૌથી હેરાની વાળી વાત તો એ છે કે માત્ર એક રૂપિયામાં ઈડલી ? કમલાથલ વિશે સૌથી વિશેષ વાત એ છે કે, તે છેલ્લા 30 વર્ષથી એક જ કિંમતમાં લોકોને ઈડલી ખવડાવે છે. આ બાબતમાં કમલાથલનું કહેવું છે કે મને ખુશી મળે છે. એમ કમલાથલે જણાવ્યું કે, “હું હવે 82 વર્ષની થઇ ગઈ છું અને એ નથી ખબર કે હવે હું કેટલા દિવસ કામ કરી શકીશ. મારા પરિવારમાં મારી સાથે બીજું કોઈ નથી, હું એકલી જ છું. હું સવારે 5.30 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી કામ કરું છું અને હું આ કામમાંથી ફાયદો કમાવવા નથી ઇચ્છતી. મને જેટલું મળે છે એટલું હું મારા જીવનયાપનમાં ખર્ચ કરી નાખું છું. દરરોજ 400 થી 500 ઈડલીનું વહેંચાણ થાય છે.” પરંતુ મિત્રો કમલાથલ બધી જ ઈડલી એક જ કિંમતમાં આપે છે. કોઈ પણ ગ્રાહક હોય તેને માત્ર એક રૂપિયામાં ઈડલી આપે છે. તો આ બાબતના કારણે કમલાથલ બાજુ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ગયું છે. લોકો ખુબ જ આ વાતને લઈને આકર્ષિત થયા છે.
કમલાથલે પોતાના વિશે જણાવતા કહ્યું હતું કે, ઈડલીના સામાન માટે રોજનો લગભગ 300 રૂપિયાનો ખર્ચ આવે છે અને 200 રૂપિયાનો ફાયદો થાય છે. જેનાથી કમલાથલનું ગુજરાન ચાલે છે. પરંતુ મિત્રો આ વૃદ્ધ મહિલામાં સંતોષ છે તેવો લગભગ આજના સમયમાં ન જોવા મળે.
મિત્રો કમલાથલનો ઈડલી બનાવતો વિડીયો મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. કમલાથલના ઘરને નવું બનાવવાની જવાબદારી પણ લીધી છે. જે જવાબદારી ભારત ગેસ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, થાઈરોકેયર ટેકનોલોજીએ લીધી છે. જેમણે કમલાથલનું ઘર નવું બનાવી આપવા જણાવ્યું છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google