યુવકના મૂત્રાશયમાં પહોંચી ગઈ આ વસ્તુ, આ કેવી રીતે બન્યું હશે? કઈ વસ્તુ છે? જુઓ કેમ બહાર આવી.

આપણે બધા જ જાણીએ છીએ કે આપણા શરીરના અંદરના ભાગમાં કોઈ નક્કર અથવા ભોજન સિવાયની વસ્તુ જાય, તો તે આપણને મૃત્યુ સુધી પણ પહોંચાડી શકે છે. તો આસામમાં એક વ્યક્તિના મૂત્રાશયમાં એવી વસ્તુ મળી આવી જેને જાણી અને જોઇને તમે ખુબ જ આશ્વર્ય પામશો. કેમ કે તેને તકલીફ કંઈક હતી અને તેનું કારણ પણ કંઈક અલગ જ હતું. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી અને એક નીચે એક વિડીયો પણ.

આસામમાં એક હોસ્પિટલના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવી અને તે સર્જરી એક યુવકની કરવામાં આવી હતી. સર્જરીમાં એ યુવકના મૂત્રાશયમાંથી મોબાઈલ ચાર્જરનો કેબલ કાઢવામાં આવ્યો હતો. આવું આશ્વર્યજનક દ્રશ્ય જોઇને ખુદ ડોક્ટર પણ હેરાન રહી ગયા હતા. કેમ કે ત્યારે ડોક્ટરને પણ એ સમજવામાં મુશ્કેલી અનુભવાતી હતી કે, યુવાન મૂત્રાશયમાં મોબાઈલ ચાર્જર કેવી રીતે ગયું. આ કેસ જોઇને સર્જરી કરનાર ડોક્ટર પણ આશ્વર્ય ચકિત હતા.

એક રીપોર્ટ અનુસાર એવું જાણવામાં આવ્યું છે કે, ગુવાહાટીમાં રહેતો અને 30 વર્ષની આયુ ધરાવતા એક યુવકને પેટમાં દુઃખાવો થાય છે તેવી ફરિયાદ હતી. સાથે સાથે દર્દીએ ડોક્ટરને જણાવ્યું કે, તેણે ભૂલથી હેડફોન કેબલ ગલી ગયો હતો.

ડોક્ટર દ્વારા જ્યારે યુવકના પેટમાં સ્કેનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ પણ ન મળ્યું. પરંતુ જ્યારે મૂત્રાશયનો એક્સ-રે કરવામાં આવ્યો અને તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે, તે જગ્યા પર મોબાઈલ ચાર્જરનો કેબલ છે. તેના કારણે જ પેટમાં દુઃખાવાની સમસ્યા એ યુવકને થતી હતી. ડોક્ટર્સ દ્વારા તે યુવકનો એક્સ-રે ઓપરેશન ટેબલ પર જ કાઢવામાં આવ્યો હતો. ત્યારે જ જાણવા મળ્યું કે, યુવાન મૂત્રાશયની અંદર મોબાઈલ ચાર્જરનો કેબલ છે, પેટની અંદર કંઈ નથી.

યુવકની સર્જરી કરી તે ડોક્ટર વલિયુલ ઈસ્લામે જણાવ્યું હતું કે, મેં છેલ્લા 25 વર્ષોથી અનેકો સર્જરી કરી છે. પરંતુ પ્રકારનો કેસ મેં પહેલી વાર જોયો છે. એક શખ્સ આવ્યો મારી પાસે આવ્યો અને તેણે મને જણાવ્યું કે, ભૂલથી તે હેડફોનનો કેબલ ગળી ગયો છે. તો આ ઘટનાનો વિડીયો અને અમુક તસ્વીરો સોશિયલા મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ તસ્વીર અને વિડીયો ખુદ ડોક્ટરે શેર કરી હતી. તે વિડીયો પણ સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, ડોક્ટર્સ કેવી રીતે દર્દીના પેટમાંથી કેબલ બહાર કાઢી રહ્યા છે. આ સિવાય બીજી પણ અન્ય તસ્વીરો સામે આવી હતી.

સર્જરી કરનાર ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દર્દીની સર્જરી બિલકુલ સફળ રહી, તે દર્દી સાજો પણ થઈ રહ્યો છે. પરંતુ આ વીશે ડોક્ટરનું કહેવું છે કે, દર્દીની દિમાગી હાલતને લઈને હજુ સમસ્યા બરકરાર રહે.

Leave a Comment