ભગવાન શ્રીકૃષ્ણ પર ટીપ્પણી કરવાથી મોરારીબાપુ ફસાયા વિવાદમાં… બાપુ બોલ્યા હતા આવું.

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા દેશમાં કોઈને કોઈ રીતે મહાન લોકો વિવાદમાં ફસાય જતા હોય છે. કેમ કે આપણે દરેક લોકોને બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, તેના કારણે કોઈ નામાંકિત વ્યક્તિ દ્વારા બોલવામાં આવે તો તેને લઈને વિવાદ ઉભા થતા હોય છે. તો આવો કંઈક વિવાદ ફરીવાર સામે આવ્યો છે. જેમાં એક સંત અને વિશ્વવિખ્યાત કથાકાર વિવાદમાં આવ્યા છે. તો ચાલો જાણીએ કોણ છે એ કથાકાર અને શા માટે થયો વિવાદ.

મિત્રો આ વિવાદમાં આખા વિશ્વમાં સુપ્રસિદ્ધ કથાકાર એવા મોરારીબાપુ આવી ગયા છે. તેમના વિવાદમાં આવવા પાછળનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે, મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણ પર ટીપ્પણી કરી હતી. તે ટીપ્પણીના કારણે તે વિવાદમાં આવી ગયા છે. તેમણે કથામાં ભગવાન શ્રી કૃષ્ણ પર જે ટીપ્પણી કરી તેના આધાર પર તેઓ વિવાદમાં સપડાયા છે. તો ચાલો જાણીએ કે શું કરવામાં આવી છે ટીપ્પણી.

મશહુર કથા વાચક મોરારીબાપુએ ભગવાન શ્રી કૃષ્ણ પર અમર્યાદિત ટીપ્પણી કર્યાનો મામલો સામે આવ્યો છે. તેના કારણે હાથરસના કોતવાલી સહપઉ ક્ષેત્રના લોકોમાં ભારે આક્રોશ દેખાયો છે. લોકોએ અખિલ ભારતીય યાદવ મહાસભાના બેનર હેઠળ કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ રાજ્યપાલના નામ પર કોતવાલી પ્રભારીને આવેદનપત્ર સોંપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. યાદવ મહાસભાનું કહેવું છે કે, ભગવાન શ્રી કૃષ્ણ અને તેના પરિવાર પર ટીપ્પણી કરવાથી તેની લાગણીઓ ઘવાણી છે.

તમને જણાવી દઈએ કે, અખિલ ભારતીય યાદવ મહાસભાના જીલ્લા અધ્યક્ષ બ્રિજેશ કુમારનું કહેવું છે કે, કથા વાચક, મોરારીબાપુ એક ચેનલ પણ રામકથાનું પ્રસારણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કરતા તેના પર અને તેના ભાઈ બલરામ વિરુદ્ધ અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એટલા માટે અખિલ ભારતીય યાદવ મહાસભાના બેનર હેઠળ લોકોને એકત્રિત કરીને કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ કોતવાલી પ્રભારીને રાજ્યપાલના નામ પર આવેદનપત્ર સોંપ્યું છે. સાથે જ કથા વાચક મોરારીબાપુ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.યાદવ મહાસભાના જીલ્લા અધ્યક્ષનું કહેવું છે કે, મોરારીબાપુ તેની આ અમર્યાદિત ટીપ્પણી પર માફી માંગે, નહિ તો તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેના આ વક્તવ્યથી કૃષ્ણ ભક્તોની ભાવનાઓને ઠેંસ પહોંચી છે. કોતવાલીના પ્રભારીએ આવેદનપત્ર લઈને આગળ મોકલી દીધું છે.

આમ તો આપણા દેશમાં દરેકને બોલવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ધાર્મિક બાબતને લઈને કોઈ આસ્થાને ઠેંસ પહોંચે તેવું ન બોલવું જોઈએ. જેમાં મોરારીબાપુ પોતાના શબ્દો અનુસાર વર્ણન કર્યું હતું અને તેના કારણે તેવો વિવાદમાં આવી ગયા છે.

Leave a Comment