આપણે બધા જાણીએ છીએ કે હિંદુધર્મમાં જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ મંદિરમાં દર્શન માટે જાય તો અવશ્ય પોતાના મસ્તકને કપડાંથી ઢાંકી દેતા હોય છે. જેમાં મોટાભાગે સ્ત્રીઓ વધારે આ નિયમનું પાલન કરતી નજર આવે છે. તો આજે અમે તેની પાછળના અમુક એવા તથ્યો વિશે જણાવશું જેને જાણીને તમે ખુબ જ આશ્વર્ય પામશો. ખરેખર કપડાં વડે મસ્તકને ઢાંકીને જો ભગવાનના દર્શન કરવામાં આવે તે ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો આ રીતે પૂજા કરવામાં આવે તો પૂજનનો પૂરો લાભ અને તેનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ તેની પાછળનું સાચું કારણ કોઈ નથી જાણતું. તો આજે અમે તમને તેનું કારણ અને તેનાથી શું શું ફાયદા થાય છે તેના વિશે વિગતવાર માહિતી જણાવશું. જે દરેક વ્યક્તિને ખુબ જ લાભ કરાવે છે.
ગરુડ પુરણ અનુસાર પૂજા અથવા કોઈ શુભ કાર્ય કરતા સમયે મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ. કેમ કે તેનાથી મનમાં એકગ્રતા રહે છે. એવું માનવામાં આવે છે કે જો દર્શન સમયે મસ્તક ઢાંકેલું હોય તો આપનું ધ્યાન આમતેમ ભટકતું નથી. જેના ચાલતા પૂજા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. પૂજા કરતા સમયે જો આવું કરવામાં આવે તો તેનું ભાગ્યનો સાથે વધી જાય છે.
આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પુજાના સમયે મસ્તકને ઢાંકવું તે ભગવાનને સમ્માન આપ્યું તેનું પ્રતિક માનવામાં આવે છે. ઘણી વાર આપણા વડીલો એવું કહેતા કે ખુલા માથે ન ફરાય, એમ ઈશ્વરની મર્યાદા માટે હંમેશા મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ દર્શન સમયે. તેનાથી ઈશ્વરનો સંપૂર્ણ આદર જળવાઈ રહે છે.
જો પૂજા સમયે મસ્તક ઢાંકેલું હોય તો નકારાત્મક શક્તિઓથી આપણે બચી શકીએ છીએ. કેમ કે વાળ નકારાત્મકને આપણી તરફ આકર્ષિત કરતા હોય છે. એટલા માટે નકારાત્મકતાથી બચવા માટે દર્શન સમયે મસ્તકને ઢાંકેલું રાખવું જોઈએ. જેના કારણે આપણા મનમાં સકારાત્મક વિચાર આવે છે.
એવું કહેવાય છે કે આકાશમાં ઘણા પ્રકારના તરંગો નીકળતા હોય છે. જેમાં અમુક તરંગો ખરાબ પણ હોય છે. તેવામાં જ્યારે આપણે પૂજા કરતા હોઈએ કે ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ તો તે તરંગો આપણને આકર્ષિત કરતી હોય છે. જો તેવા સમયે મસ્તક પર કપડું ન હોય તો તેમાં રહેલા હાનિકારક તત્વ આપણા મસ્તકમાંથી શરીરમાં પ્રવેશ કરી જાય છે. જેના કારણે આપણું મન વિચલિત થવા લાગે છે . એટલા માટે પુજાના સમયે હંમેશા મસ્તકને ઢાંકેલું જ રાખવું જોઈએ.
મસ્તકને ઢાંકીને પૂજા કરવામાં આવે અથવા દર્શન કરવામાં આવે તો વાતવરણ સકારાત્મક પણ બને છે. મસ્તક પર રૂમાલ કે પાલવ ઓઢીને પૂજા કરવામાં આવે તો વ્યક્તિની જો ખરાબ માનસિકતા હોય તો તે પરિવર્તન પામે છે અને આસ્થાવાન બની જાય છે. તેનાથી શરીરમાંથી નીકળતી ઉર્જાથી આસપાસનો માહોલ પણ ઉજાસ વાળો બને છે.
આપણા શાસ્ત્રોમાં પૂજામાં કાળા રંગનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. કેમ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક હોય છે અને આપણા વાળ કાળા હોય છે. એટલા માટે પૂજા સમયે કે દર્શન સમયે આપણા વાળ ન દેખાય તો પૂજામાં વિઘ્ન નથી આવતું. એટલા માટે પણ મસ્તકને ઢાંકીને દર્શન કે પૂજા અર્ચન કરવું જોઈએ.
મસ્તકને જો ઢાંકેલું હોય તો આપણું મન કેન્દ્રિત થાય અને આપણે ઈશ્વરના પ્રતિ વધારે ધ્યાન આપી શકીએ છીએ. અને આપણા શાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષને એક સમાન માનવામાં આવે છે તે માટે ભગવાનના દર્શન સમયે અને પૂજા સમયે હંમેશા બંનેએ મસ્તક પર કપડું રાખવું જોઈએ.
પરંતુ મિત્રો ઈશ્વર પ્રતિ આદર રાખવો તે આપણી આસ્થા છે. તો મિત્રો તમારો શું અભિપ્રાય છે મસ્તકને ઢાંકીને જે દર્શન કરવા જોઈએ કે નહી… ? કોમેન્ટ કરીને તમારી જવાબ અવશ્ય જણાવો.
Nice article.
Do you think these points are printed and kept in all Mandirs or worship places hence people are made aware of the value of Vedic Goodness for the mankind….