હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ.

હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ….

મિત્રો આખી દુનિયામાં ઘણી જગ્યાઓ પર લાંબા અને વિશાળકાય પગના નિશાનો જોવા મળે છે. મિત્રો બધા જ લોકોએ એવું તો સાંભળ્યું હશે કે હનુમાનજીએ ધરતી પર જ્યાં જ્યાં પગ મુક્યો, ત્યાં ત્યાં તેમના પગના નિશાન બની ગયા હતા. પરંતુ મિત્રોન સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે, તે પગના નિશાન આજે પણ સ્પષ્ટ જોઈ શકાય છે અને તેમાં પણ રોચક વાત તો એ છે કે જ્યાં હનુમાનજીના પગના નિશાનની આસપાસ ઘણા એવા સબૂતો મળે છે, જે સાબિત કરે છે કે આ પગના નિશાનો સાથે જોડાયેલી માન્યતા સત્ય છે.

મહારાષ્ટ્રનું એક શહેર છે નાસિક. નાસિકથી લગભગ 27 કિલોમીટર દુર ત્ર્યંબકેશ્વર મંદિર આવેલુ છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માનું એક માનવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર મંદિરથી 6 કિલોમીટર દુર હનુમાનજીનું જન્મ સ્થળ આવેલું છે અને જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકોને ખબર હોય છે.

ત્યાં એક ગામ છે જેનું નામ હનુમાનજીની માતાના નામ પરથી પાડવામાં આવ્યું છે. આ ગામનું નામ છે અંજનેરી. એવી પૌરાણિક માન્યતાઓ છે કે અંજનેરી ગામની પહાડીઓમાં હનુમાનજીનું બાળપણ પસાર થયું હતું. મિત્રો એવું કહેવાય છે કે ત્યાં આવેલી પહાડીઓથી પરથી જ હનુમાનજીએ સૂર્યને ગળવા માટે મોટી છલાંગ લગાવી હતી.

અંજનેરી ગામથી ત્રણ કલાક ચાલીને દુર એક તળાવ આવે છે ત્યાં બારે મહિના પાણી ભરેલું જ રહે છે . આ તળાવનો આકાર પગના પંજા આકારનો છે. તેથી કહેવાય છે કે આ તળાવ હનુમાનજીના ડાબા પગનું નિશાન છે. અહીંથી જ હનુમાનજીએ એક પગ જમીન પર રાખીને છલાંગ લગાવી હતી અને સૂર્યદેવને ફળ સમજીને મોંમાં ગળી ગયા હતા. જ્યારે હનુમાનજીએ છલાંગ લગાવી, ત્યારે આકાશમાં સૂર્ય હજુ ઉગી રહ્યો હતો એટલે કે હનુમાનજીએ પૂર્વ દિશામાં છલાંગ લગાવી હતી. જ્યારે શોધકર્તાઓ હોકાયંત્રની મદદથી દિશા જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને ખબર પડી કે આ પગનું નિશાન પણ પૂર્વ દિશા તરફ ગતિ કરતુ હોય એવું દર્શાય છે.

તમને જણાવી દઈએ કે તે તળાવ પાસે એક ગુફા પણ છે, ત્યાં એવું કહેવાય છે કે ગુફામાં અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. આ વાતનો ઉલ્લેખ પુરાણો અને રામાયણમાં જોવા મળે છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ત્ર્યંબકેશ્વરની બાજુમાં બ્રહ્મગીરી પાસે ઋષિમુખ પર્વત પર અંજની માતા તપસ્યા કરતા હતા અને ત્યાં જ હનુમાનજીનો જન્મ થયો હતો. આ વાત હનુમાનજીના પગના નિશાનની આસ્થાને વધારે મજબુત બનાવે છે.

આ ઉપરાંત હજુ એક માન્યતા હનુમાનજીના પગના નિશાનો સાથે જોડાયેલ છે. શિમલાના જાખુંમાં એક વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર છે. ત્યાં એવી માન્યતા છે કે રામ અને રાવણ વચ્ચે ચાલતા યુદ્ધમાં જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સંજીવની બુટી લેવા નીકળ્યા હતા. આકાશ માર્ગથી જતા હનુમાનજીની નજર નીચે તપસ્યા કરતા યક્ષ ઋષિ પર પડી. ત્યારે હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બુટ્ટીની જાણકારી મેળવવા નીચે ઉતર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં જે સ્થાન પર હનુમાનજી નીચે ઉતર્યા હતા ત્યાં આજે હનુમાનજીના પગના નિશાનને સંગેમર મરના રૂપે  બનાવીને રાખેલ છે. અહીં હનુમાનજીની એક વિશાળકાય મૂર્તિ પણ સ્થાપિત કરેલી છે.

માત્ર ભારતમાં જ નહિ પરંતુ ભારતથી દુર મલેશિયાના પોનાંગમાં પણ હનુમાનજીના પગના નિશાન જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ ત્યાંના લોકો પર રામાયણના પ્રભાવને ખુબ જ માને છે. ત્યાંના લોકો એવું માને છે કે રામાયણની ઘણી ઘટનાઓ મલેશિયામાં પણ બની હતી. અહીં રામાયણને હિકાયત શ્રી રામ કહેવામાં આવે છે.

એક એવું જ પગનું નિશાન થાઈલેન્ડમાં પણ જોવા મળે છે. થાયલેન્ડમાં રામાયણને ધ રામકિયનના નામે ઓળખાય છે. આજે પણ થાયલેન્ડમાં અયોધ્યા નામનું એક શહેર પણ છે. જેનું નામ અયોધ્યા પરથી રાખવામાં આવ્યું છે અને જેનો ઉલ્લેખ ત્યાંના લોકો પેઢી દર પેઢી પોતાની રામાયણમાં સાંભળતા આવ્યા છે. તેથી રામાયણ પર તે લોકોને ઘણી આસ્થા છે.

હનુમાનજી જ્યારે સીતામાતાની શોધમાં નીકળ્યા ત્યારે તેમણે ભવ્ય રૂપ ધારણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સમુદ્ર પાર કરીને શ્રી લંકા પહોંચ્યા હતા. જ્યારે શ્રી લંકા પહોંચતા જ હનુમાનજીએ પોતાનો પગ રાખ્યો હતો ત્યાં પણ તેમના પગનું નિશાન બની ગયું હતું અને આ નિશાન આજે પણ ત્યાં જોવા મળે છે. જેને હનુમાન પદ કહેવામાં આવે છે.

આ લેખ એ લોકોને વધારે આકર્ષિત કરશે જે હનુમાનજી પર શ્રદ્ધા અને આસ્થા રાખે છે. મિત્રો આ નિશાનનો ઉલ્લેખ રામાયણ તો જોવા મળ્યો જ છે. પરંતુ ભારત તેમજ અન્ય દેશના શોધકર્તાઓ દ્વારા આ વાત સાબિત પણ કરવામાં આવી છે. જો તમે પણ હનુમાનજી પર આસ્થા રાખો છો તો કોમેન્ટમાં “જય હનુમાનજી” જરૂર લખજો.

1 thought on “હનુમાનજીએ સૂર્યને ગળવા માટે લગાવી હતી છલાંગ…. વિજ્ઞાન પણ તેને માને છે સત્ય…જાણો એ જગ્યાનો પ્રભાવ.”

Leave a Comment