આજે કોરોનાએ દેશ અને દુનિયામાં એક વિકરાળ સ્વરૂપ લઇ લીધું. લાખો લોકો કોરોના પંજામાં જકડાયેલા છે, તો લાખો લોકો મૃત્યુ પણ પામ્યા છે. આજે ભારતમાં પણ કોરોનાના કારણે લોકોની હાલત ખુબ જ કફોડી થઈ ગઈ છે. એક તરફ બેરોજગારી વધી રહી છે તો બીજી બાજુ કોરોનાનો ભય લોકોને સતત સતાવી રહ્યો છે. ભારત દેશને આર્થિક રીતે પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે.
કોરોનાએ આજે જે કહેર મચાવ્યો છે તેના કારણે ઘણા આર્થિક, સામાજિક તેમજ રાજકીય વિવાદો ઉદ્દભવ્યા છે. આજે દરેક લોકોનો એક સવાલ ઉભો છે કે, કોરોના વાયરસ ક્યારે ખત્મ થશે ? અને કેટલો સમય સુધી તેમણે આમ દિવસો વિતાવવા પડશે ? જો તમે પણ આ સવાલથી પરેશાન છો, તો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસ ખત્મ થઈ જશે. એવું તારણ વિશેષજ્ઞઓ જણાવ્યું છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે, ક્યાં આધારે કહી શકાય કે કોરોના સપ્ટેમ્બર સુધીમાં ખત્મ થઈ જશે. જાણવા માટે અ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
કોરોના ક્યારે જશે ? આ સવાલ લોકોને કેટલાય દિવસોથી પરેશાન કરી રહ્યો છે. આ સવાલનો જવાબ હવે અમે તમને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર સુધીમાં કોરોનાનો નાશ થઈ જશે. જી હા, મિત્રો સપ્ટેમ્બરમાં કોવિંડ-19 પૂરો થઈ જશે. આ તારણ બે વિશેષજ્ઞઓએ પોતાના ગણિતીય અભ્યાસ દ્રારા તારણ કાઢીને, આપણી સામે કોરોના ખત્મ થઈ જવાની વાત રાખી છે.
આપણા સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક તેમજ મહાનિદેશાલયમાં જન સ્વસ્થાયમાં કાર્યરત ડો.અનીલ કુમાર અને તેમના ઉપસહાયક નિદેશક (કુષ્ટ રોગ) ના રૂપાલી રોયએ આ તારણ કાઢ્યું છે. આ નિષ્કર્ષ સુધી પહોંચવા માટે બેલી ગણિતીય પ્રારૂપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તે પોતાના 100 ગુણાંક પર પહોંચી જશે ત્યારે ખત્મ થઈ જશે. જ્યારે આ ગણિતીય સ્વરૂપમાં કોઈ મહામારીના પૂર્ણ આકારને આધારે વિવરણ કરે. આ સિવાય તેમાં સંક્રમણ અને તેનાથી બચાવ વગેરે પર વિચાર કરવામાં આવે છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે, આ સ્વરૂપ શેના પર કામ કરે છે : આ સ્વરૂપ સંક્રમણના પ્રકાર પર કામ કરે છે. જ્યાં સુધી સંક્રમિત વ્યક્તિ સંક્રમણના સ્ત્રોત પર રહેશે ત્યાં સુધી આ ચક્ર માંથી તે મુક્ત ન થાય અથવા તો તેનું મૃત્યુ ન થાય. આ સાથે સંક્રમણનો કુલ વ્યાપ્ત અને તેનાથી બચવાના ઉપાયો વિશે પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. દસ્તાવેજ અનુસાર ભારતમાં કોરોનાનો વ્યાપ્ત માર્ચ મહિનાથી શરૂ થયો છે અને હજુ સુધી તેનો વ્યાપ્ત વધતો જ જાય છે.
વિશ્લેષણ અનુસાર વર્લ્ડમીટર્સ ડોટ ઇન્ફોમાં જણાવ્યું છે કે, ભારતના 1 માર્ચ થી 19 માર્ચ સુધીના કુલ પોઝીટીવ કેસો, તેમજ કોરોનાથી સાજા થયેલા કેસો તેમજ તેનાથી મૃત્યુ પામેલ લોકોના આંકડાઓ લીધા છે. અને તેના આધારે જ તેમણે તારણ કાઢ્યું છે. આમ ભારતમાં સંખ્યાની દ્રષ્ટીએ કોરોનાનો આ વ્યાપ્ત સપ્ટેમ્બરના મધ્યમાં ખત્મ થઈ જશે.
આ અધ્યયન અનુસાર, બેલીજ રીલેટીવ રીમુવલ રેટ (BMRRR) અને કોવિડ-19 ની સંખ્યા (લીનીયર) મુજબ પણ આ વાત પ્રકાશિત કરી છે કે, ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં કોરોના ખત્મ થઈ જશે. આ સંખ્યાનું વિશ્લેષણ સપ્ટેમ્બરમાં જ 100 % પર પહોંચે છે. તેથી કોરોના સપ્ટેમ્બરમાં ખત્મ થઈ જશે.
આમ મિત્રો, આજે કરોડો લોકો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે, કોરોનાનો વ્યાપ્ત જલ્દીથી ખત્મ થઈ જાય અને લોકો ફરીથી રાહતની શ્વાસ લે. પરંતુ હાલ પુરતું તો દરેક લોકોએ સાવચેત રહેવું ખુબ જરૂરી છે. સાવચેતી વગર તમે કોરોના સામે લડી નહિ શકો. તેથી જ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો, અને જરૂર પુરતી જ ચીજવસ્તુઓનો ઉપયોગ કરો.