જ્યારે આપણે કોઈ મંજિલ કે શહેર માટે ઘરેથી નીકળીએ છીએ ત્યારે જો યાત્રા સુખદ રહે તો કાર્યમાં સફળતા મળવી નિશ્ચિત છે. ક્યારેક યાત્રા ખુબ સુખદાયી હોય છે તો ક્યારેક યાત્રામાં એટલી યાતનાઓ ભોગવવી પડે છે કે આપણને એવું લાગે કે યાત્રા દુઃખદાયી જ રહી.
મિત્રો તેનું સૌથી મોટું કારણ છે કે આપણે યાત્રા શરૂ કરતા પહેલ શુકન અને દિશાને નથી જોતા તેના ફળસ્વરૂપે ક્યારેક આપણે સફળ રહીએ છીએ તો ક્યારેક આપણે અસફળતાનો સામનો કરવો પડે છે. આવી જ એક માન્યતા જ્યોતિષ અનુસાર બુધવાર વિશે પણ છે. તે માન્યતા છે બુધવારે ક્યારેય ન તો યાત્રા કરવી જોઈએ, ન તો ક્યારેય બુધવારના દિવસે દીકરીઓને સાસરે જવું જોઈએ.મિત્રો તેની પાછળ કારણ એ છે કે આપણા શાસ્ત્રો તેમજ જ્યોતિષ અનુસાર બુધવારના દિવસે દીકરીને વિદાય આપવા પર અથવા કોઈ યાત્રા કરવા પર દિશામાં કોઈ પણ પ્રકારના અશુભ પરિણામની સંભાવના વધી જાય છે. જ્યારે તેની ગ્રહ દશા પણ ખરાબ હોય તો અશુભ પરિણામોની સંભાવના ખુબ જ વધી જાય છે.
અને મિત્રો બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલવી તેના પર શાસ્ત્રોમાં એક કથા પણ પ્રચલિત છે અને તે કથા અનુસાર બુધ ચંદ્રને પોતાનો શત્રુ માને છે જ્યારે ચંદ્રને તેવું કંઈ જ નાં હતું મતલબ કે ચંદ્ર બુધને શત્રુ નથી માનતો. ચંદ્રને યાત્રાનો કારક માનવામાં આવે છે જ્યારે બુધને આપણી આવકનો કારક માનવામાં આવે છે.તેથી જ બુધવારના દિવસે વ્યવસાયિક યાત્રામાં હાનિ થવાની સંભાવના વધી જાય છે.આ ઉપરાંત અન્ય કોઈ યાત્રા કરવાથી પણ નુકશાન થઇ શકે છે. બુધવારના દિવસે જો ગ્રહોની ચાલને જોતા આપણે યાત્રા પર નીકળીએ અને વ્યક્તિનો બુધ ખરાબ હોય તો દુર્ઘટના અથવા કોઈ પણ પ્રકારની અનિષ્ટ ઘટના થવાની સંભાવના વધી જાય છે. માટે જ તેવી માન્યતા પ્રચલિત છે કે બુધવારના દિવસે દીકરીને સાસરે ન મોકલવી જોઈએ તેમજ કોઈ શુભ કાર્યો માટે યાત્રા ન કરવી જોઈએ.
મિત્રો બુધવાર પર હજુ એક માન્યતા પણ છે અને તે એ કે અમુક કાર્યો એવા છે જે બુધવારના દિવસે કરવામાં આવે તો વ્યક્તિની બુદ્ધિ ઘટે છે તેમજ વ્યક્તિના શત્રુ વધે છે, સંબંધો ખરાબ થાય છે તેમજ તેના પરાક્રમમાં કમીઓ આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યાઓથી બચવા માટે બુધવારના દિવસે ક્યાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ.તે કામોમાં સૌથી પહેલું છે કે બુધવારના દિવસે પાન ન ખાવું જોઈએ. બીજું કાર્ય છે કે બુધવારના દિવસે દુધને ઉકાળીને જે વસ્તુ બનાવવામાં આવતી હોય તે વસ્તુ ન બનાવવી જોઈએ, જેમ કે ખીર,બાસુંદી વગેરે. બુધવારના દિવસે કોઈ કન્યાનું અપમાન ન કરવું જોઈએ અને બીજી બાજુ જો તમને કોઈ નાની કન્યા મળી જાય તો તેને તમે કોઈ ભેટ કે રૂપિયા આપો તો તેનું શુભ ફળ મળે છે. બુધવારના દિવસે ભૂલથી પણ કોઈ કીન્નરનો મજાક ન ઉડાવવો અને જો કોઈ કિન્નર મળી જાય તો તેને પણ કંઈક પૈસા કે ભેટ આપી દેવી. બુધવારના દીવસે વાળને સંબંધિત વસ્તુઓ ન કરવી જેમ કે વાળ ધોવા.
બુધવારના દિવસે પુરુષે તેના સસરાના ઘરે ન જવું જોઈએ. આ ઉપરાંત બુધવારના દિવસે સાળી, વિવાહિત બહેન, દીકરી કે વહુને ઘરે નિમંત્રણ ન આપવું જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google