આ 7 વસ્તુનું દાન ક્યારેય ન કરો .. સારું ભાગ્ય પણ જતું રહેશે આ 7 વસ્તુઓ સાથે… જાણો તે કઈ 7 વસ્તુઓ છે.

💁 આ 7 વસ્તુનું દાન ક્યારેય ન કરો થશે ખુબ જ મોટું નુંકશાન…. 💁

💁 આજે આ લેખમાં અમે તમને જણાવશું  અમુક એવી વસ્તુઓ વિશે જેને ક્યારેય ભૂલથી પણ દાનમાં ન દેવું જોઈએ.

💁 મિત્રો હિન્દુધર્મમાં દાનનું ખુબ જ મહત્વ રહેલું છે. જરૂરિયાતમંદ લોકોને દાન આપવું તે ખુબ જ પુણ્યનું કામ કહેવાય છે. દાન કરવાથી આપણે ઘણી બધી પરેશાનીઓથી દુર રહીએ છીએ અને ભગવાનનીં કૃપા આપણા પર કાયમ રહે છે. મિત્રો  જ્યોતિષ શાસ્ત્રમાં દાન દેવા માટેના નિયમો દર્શાવાયા છે. પરંતુ ઘણી વાર લોકોને ખબર ન હોવાથી એવી વસ્તુનું દાન કરી દેતા હોય છે જે ફાયદાની જગ્યાએ નુંકશાન પહોંચાડે છે. એટલા માટે આ એવી વસ્તુનું દાન ક્યારેય ન કરવું જોઈએ.

💁 મિત્રો તમને અવશ્ય તે ખબર હોવી જોઈએ કે કંઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને કંઈ વસ્તુનું ન કરવું જોઈએ. તો ચાલો જાણીએ કે એવી કંઈ કંઈ વસ્તુ છે જેનું દાન ક્યારેય ભુલથી પણ ન કરવું જોઈએ. અને એવી વસ્તુનું દાન કરવાથી શું શું પરેશાની થઇ શકે છે.

💁 1 પ્લાસ્ટીકની વસ્તુ. આજકાલ ઘણી બધી પ્લાસ્ટીકની વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે. આ વસ્તુને પોતાની જાતે  જ ખરીદવામાં આવે તો ખુબ જ સારું કહેવાય. પરંતુ આ વસ્તુનું દાન કરવું તે બિલકુલ પણ માન્ય નથી ગણાતું. પ્લાસ્ટીકની વસ્તુનું દાન કરવાથી ઘરની આબરૂ અને બિઝનેસ વધતો નથી. ઘર અને બિઝનેસ બંનેમાં ખુબ જ વિઘ્નો આવે છે.

💁 2 સાવરણી. મિત્રો સાવરણી દાન કરાવી તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પૈસાની કમી થવા લાગે છે. અને ગમે એટલા પૈસા તમે કમાયા હોવ તે ટકતા નથી. સાવરણી દાનમાં આપવાથી લક્ષ્મીજી રિસાઈ જાય છે. વેપારમાં ખુબ જ નુંકશાન આવે છે અને સેવિંગ્સમાં પણ નુંકશાન થવા લાગે છે. તો ક્યારેય પણ સાવરણીનું દાન ન કરવું જોઈએ.

💁 3 સ્ટીલના વાસણ. મિત્રો શાસ્ત્રોમાં ક્યાંય પણ સ્ટીલના વાસણના દાનનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. સ્ટીલથી બનેલી કોઈ પણ વસ્તુનું દાન દેવાથી હંમેશા બચવું જોઈએ. સ્ટીલનું દાન કરવાથી ઘરની સુખ શાંતિ ખતમ થવા લાગે છે. દાન દેવા વાળાના સંબંધો પર પણ ખુબ જ ખરાબ અસર પડે છે. એટલા માટે સ્ટીલના વાસણોનું દાન ન કરવું જોઈએ.

💁 4 પહેરેલા કપડા. કોઈ પણ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા દાનમાં ન દેવા જોઈએ. અથવા તો કોઈ પણ જુના વસ્ત્રને દાનમાં ન દેવું જોઈએ. હંમેશા નવા વસ્ત્રો જ દાનમાં દેવા જોઈએ. તમે કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને વસ્ત્રનું દાન કરી શકો છો તેમાં કોઈ તકલીફ નથી પરંતુ પંડિત અથવા સંપન્ન વ્યક્તિને પહેરેલા કપડા ન આપવા જોઈએ. તેનાથી આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.v

💁 5 ઉપયોગ કરેલું તેલ. જો તમે કોઈને તેલનું દાન કરવા માંગતા હોવ તો હંમેશા શુદ્ધ અને નવા તેલનું જ દાન કરવું જોઈએ. જો તમે ઉપયોગમાં લીધું હોય અને પછી તે તેલનું દાન કરશો તો તમારે ભગવાન શનિદેવના દોષનો સામનો કરવો પડશે.

💁 6 હથિયાર. ક્યારેય પણ કોઈ હથિયારને દાનમાં ન દેવું જોઈએ. કેમ કે હથિયારોનું દાન કરવાથી તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી પણ હથિયારનું દાન ન કરવું જોઈએ.

💁 7 વાસી ખાવાનું. વાસી ખાવાનું મોટાભાગના લોકો દાનમાં આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈને પણ વધેલા અન્નનું દાન ન કરવું જોઈએ. કહેવાય છે કે વાસી ખાવનું દાન કરવાથી પરિવારમાં કલેશ થઇ શકે છે અને ધન સંબંધિત હાનિઓ પણ આવે છે. એટલા માટે ક્યારેય પણ વાસી ખાવાનું દાન કરવું જોઈએ નહિ.

તો મિત્રો ક્યારેય આ 7 વસ્તુનું દાન ન કરવું જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment