પેટ્રોલ-ડીઝલ બાદ ગેસ પણ મોઘો બન્યો, LPG સીલીન્ડર ના ભાવમાં આટલો તોતિંગ ભાવવધારો.. જાણો ભાવ

મિત્રો તમને ખ્યાલ જ હશે કે હાલ ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગેસ સીલીન્ડર ના ભાવમાં હમણા આપણે જોઈએ છીએ કે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. એવામાં ફરી એવા સમાચાર આવી ગયા છે કે LPG સીલીન્ડર ના ભાવમાં પુરા 50 રૂપિયાનો વધારો થયો છે. એવા માં સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના માણસે મોઘવારીનો સામનો કરવો પડશે. ચાલો તો ગેસના થયેલ વધારા અંગે વિસ્તારની માહિતી જોઈ લઈએ. 

જેમ કે તમે જાણો છો તેમ હાલમાં દરેક માણસ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો હોવાથી અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એવા ગેસ સીલીન્ડર ના ભાવમાં વધારો થતા લોકોની સ્થિતિ ખુબ મુશ્કેલીભરી થઈ ગઈ છે. આમ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાથી પરેશાન લોકોને હવે બીજો એક ઝટકો લાગ્યો છે. પેટ્રોલીયમ કંપનીઓએ LPG સીલીન્ડરના ભાવમાં સીધા 50 રૂપિયાનો વધારો કર્યો છે. તેને રવિવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યા છે. હવે દિલ્હી માં 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સીલીન્ડરના ભાવમાં 769 રૂપિયા થશે. 

ગેસ સીલીન્ડર ના ભાવ ફેબ્રુઆરીમાં બીજી વખત ભાવ વધારો થયો છે. આ પહેલા 4 ફેબ્રુઆરીમાં કોઈપણ સબસીડી વગર સીલીન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. એટલે કે ફેબ્રુઆરીમાં જ ગેસની કિંમતમાં 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

ડીસેમ્બરમાં બે વખત ભાવ વધારો થયો 

જાન્યુઆરી માં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ની કીમાતમાં કોઈ ફેરફાર નથી કર્યો. જો કે ડીસેમ્બરમાં બે વખત 50-50 રૂપિયાનો વધારો થયો છે. બજેટ વાળા દિવસે એટલે કે 1 ફેબ્રુઆરી એ કોઇપણ સબસીડી વગર 14.2 કિલોગ્રામ ગેસ સીલીન્ડર ની કિંમતમાં કોઈ વધારો નથી થયો. જો કે 19 કિલોગ્રામ વાળા કમર્શિયલ સીલીન્ડર ની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો છે. 

સરકાર 12 સીલીન્ડર પર સબસીડી આપે છે 

સરકરા એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે 14.2 કિલોગ્રામ ના 12 સીલીન્ડર પર સબસીડી આપે છે. ગ્રાહકને દરેક સીલીન્ડર પર સબસીડી સહીત કિંમત ચૂકવી પડે છે. પછીથી સબસીડીના પૈસા ખાતામાં આવી જાય છે. જો ગ્રાહક આનાથી વધુ સીલીન્ડર લેવા માંગે છે તો તેને બજારના મૂલ્ય પર સીલીન્ડર ખરીદવો પડશે. 

તેલ કંપનીઓ દર મહીને LPG સીલીન્ડર ની કિંમતની સમીક્ષા કરે છે. તેમાં વધારો કે ઘટાડો અન્તરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને ડોલર ના એક્સચેન્જ રેટ પર નિર્ભર કરે છે. 

અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી

Leave a Comment