મિત્રો તમે જાણો છો કે હાલ ખેડૂતોને સરકાર દ્વારા ઘણા લાભ મળે છે. જેના દ્વારા તેઓ પોતાની ખેતી સારી રીતે કરી શકે છે, તેમજ ખેડૂતોને ઘણી એવી સબસીડી પણ આપવામાં આવે છે. તેમજ અનેક આર્થિક લાભ પણ મળે છે. એવા જાણવા મળતી માહિતી મુજબ સરકારે ખેડૂતોને લાભ મળે તે માટે વધુ એક લાભનું એલાન કર્યું છે. જે અનુસાર 70 લાખ એટલા ખેડૂતોને 18 હજાર રૂપિયા મળશે. ચાલો તો આ યોજના અંગે વિસ્તારથી જાણી લઈએ.
જાણવા મળતી માહિતી મુજબ મોદી સરકારની ફ્લેગશીપ પ્રોગ્રામ પ્રધાનમંત્રી કિસાન સંમાની નિધિ યોજના નીચે નાના અને સીમાંત કિસાનોને વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવે છે. 2000 હજાર રૂપિયાને ત્રણ હપ્તામાં આપવામાં આવતી આ રકમ ને સીધી કિસાનોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 4 મહિનામાં એક હપ્તો આવે છે. સરકારનું મકસદ છે કે કિસાનોની ઇન્કમ બે ગણી થાય. પણ કેન્દ્ર સરકાર ની આ સ્કીમ પશ્ચિમ બંગાળમાં લાગુ નથી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ પશ્ચિમ બંગાળ માં એક સભામાં સંબોધન આપતા જણાવ્યું છે કે રાજ્યમાં BJP ની સરકાર બનતા જ સૌથી પહેલા પીએમ કિસાન સમ્માન નિધિ નીચે કિસાનોને પૈસા આપવામાં આવશે. આ પૈસા ત્યારથી દેવામાં આવશે જયારે થી આ યોજના લાગુ થશે.
આમ પશ્ચિમ બંગલાના લગભગ 70 લાખ કિસાનોને તેનો લાભ મળશે. શાહે જણાવ્યું કે BJP ની સરકાર બનતા જ અમે વર્ષના 12000 રૂપિયા સહીત આ વર્ષે 6000 રૂપિયા આપીશું. એટેલે કે કુલ રકમ 18000 રૂપિયા આપવામાં આવશે.આ સિવાય તમને જણાવી દઈએ કે સીએમ મમતા બેનર્જી એ પીએમ કિસાન સમ્માન નિધિ લાગુ નથી કરી. જેનાથી કિસાનોને વર્ષના 6000 રૂપિયા નથી મેળવી શકતા.
70 લાખ કિસાનોને 9660 રૂપિયાનું નુકસાન થાય છે
પશ્ચિમ બંગાળમાં વિધાન સભા ચુંટણી થવાની છે. એવામાં રાજનીતિક બયાન પણ આપવામાં આવી રહ્યું છે. જો કે પીએમ કિસાન નું બજેટ જોવામાં આવે તો આ ઘણું છે. જેના કારણે કિસાનોને પાછલી રકમ સહીત દેવામાં આવશે. રાજ્યમાં પીએમ કિસાન એક ખુબ મોટો મુદો બની ગયો છે. રાજ્યમાં લગભગ 70 લાખ કિસાનોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કૃષિ મંત્રાલયે તેનું આકલન 9660 કરોડ રૂપિયા કર્યું છે.
રાજ્યમાં ઘણા કિસાનોએ ઓનલાઇન એપ્લાઇ કર્યું હતું. પણ વેરીફીકેશન નું કામ રાજ્ય સરકારનું છે. રાજ્ય સરકારે વેરીફીકેશન કર્યું નહિ, અને કેન્દ્ર સરકારે આ કિસાનની મદદ ના કરી શકી.
આ રીતે ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે
પીએમ કિસાન સમ્માન નિધિ નીચે કિસાને ઓનલાઇન એપ્લાઇ કરવી પડે છે. પછી તે એપ્લીકેશન ને રાજ્ય સરકારને તમારા રેવેન્યુ રેકોર્ડ, આધાર નંબર અને બેંક ખાતાનો નંબર નું વેરીફીકેશન કરવામાં આવે છે. રાજ્ય સરકાર જ્યાં સુધી તમારા ખાતાને વેરીફાઈ ના કરે ત્યાં સુધી પૈસા નથી આવતા. જેટલી જલ્દી રાજ્ય સરકાર વેરીફાઈ કરી દે છે તેટલી જલ્દી કેન્દ્ર સરકાર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દે છે.
અવાજ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી