આ એક વસ્તુ લગાવીલો વાળની તમામ સમસ્યાનું સમાધાન | તમારા વાળ જીવનભર રહેશે સુંદર

💁 વાળની સમસ્યા માટે સૌથી ઉત્તમ અને દેશી ઉપાય તરીકે કરો આ વસ્તુનો ઉપયોગ.. 💁

💆 આહારમાં ઘીના ઉપયોગ અને તેનાથી થતા ફાયદાઓ વિશે તો લગભગ બધા જાણતા જ હશે. પરંતુ ભાગ્યે જ કોઈ જાણતું હશે કે દેશી ઘી વાળની સમસ્યાઓ માટેનો પણ રામબાણ ઈલાજ છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો આ લેખ આખો વાંચો અને તે ઉપાયો અપનાવો પછી તમને જરૂર વિશ્વાસ આવી જશે.

💆 આયુર્વેદનું માનવું છે કે વાળમાં ઘીનો ઉપયોગ કરવાથી વાળનો ગ્રોથ ખુબ સારો થાય છે. આ ઉપરાંત ઘી વાળને એકદમ મુલાયમ, સુંદર અને ચમકદાર પણ બનાવે છે. તો ચાલો આજે આપણે પણ જાણીએ કે કંઈ રીતે ઘી આપણા વાળ માટે ફાયદાકારક હોય છે અને તેનો ઉપયોગ કંઈ રીતે કરવો અને કંઈ રીતે તે સમસ્યાને દુર કરે છે તે જાણીએ.

💆 મિત્રો વાળમાં ખોડો થવાની સમસ્યા વધારે રહેતી હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં તો ખાસ આ સમસ્યા જોવા મળતી હોય છે. તમને જણાવી દઈએ કે ઘણી વાર ખોડાની સમસ્યાને કારણે જ આપણા વાળનો ગ્રોથ અટકી જતો હોય છે. તો મિત્રો જો તમને પણ ખોડાની સમસ્યા છે તો ઘી અને બદામના તેલને સપ્રમાણ લઇ તેને વાળના મૂળમાં મસાજ કરવી જોઈએ. તેનાથી ત્વચા શુષ્ક  નહિ પડે અને ખોડાની સમસ્યા પણ દુર થશે.

💇 મિત્રો જો તમારા વાળ ફાટી ગયા છે અને બે મોઢાળા વાળ થઇ ગયા છે તો તેનો સર્વોત્તમ ઉપાય છે ઘી. તેના માટે ઘીને થોડું ગરમ કરી લો અને વાળમાં લગાવી દો અને હળવા હાથે મસાજ કરો. તેને પંદર મિનીટ સુધી રાખો ત્યાર બાદ થોડા ગરમ પાણીથી વાળને ધોઈ લો. આવું કરવાથી માત્ર થોડા દિવસોમાં જ તમારા વાળ એકદમ ઠીક થઇ જશે.

💇 જો મિત્રો તમારા વાળનો ગ્રોથ ખુબ જ ઓછો છે તો તેના માટે કોઈ મોંઘા તેલ વાપરવાની જરૂર નથી. તમારા ઘરમાં રહેલા દેશી ઘીથી વાળમાં મસાજ કરી લો. આ ઉપરાંત તમે તેમાં ડુંગળીનો રસ તેમજ આંબળાનું જ્યુસ પણ ઉમેરી શકો છો. આ ઉપાયને તમારે ઓછામાં ઓછા મહિનામાં બે વખત કરવાનો છે. તેવું કરવાથી વાળ સુંદર અને લાંબા થશે.

💇 મિત્રો જો તમે તમારા વાળમાં પ્રાકૃતિક ચમક લાવવા માંગતા હોવ તો દેશી ઘીને થોડું ગરમ કરી તેને વાળમાં લગાવી માલીશ કરો અને ત્યાર બાદ તેને વીસ મિનીટ સુધી રાખો અને ત્યાર બાદ તેના પર લીંબુનો રસ લગાવો અને તેને દસ મિનીટ સુધી રાખો. ત્યાર બાદ વાળને ધોઈ લો. આ ઉપાયથી વાળને એક ખુબ સુંદર પ્રાકૃતિક ચમક મળશે.

💇 મિત્રો વાળમાં જો કંડીશનર નો ઉપયોગ ન કરવામાં આવે તો વાળ ડ્રાય થઇ જાય છે. પરંતુ જો તેનો ઉપયોગ કરીએ તો તેના  કેમિકલનાં કારણે વાળ ખરવા લાગે છે. પરંતુ મિત્રો ઘી આપણા વાળ માટે એક પ્રાકૃતિક કંડીશનરનું પણ કાર્ય કરે છે. તેના માટે દેશી ઘીમાં ઓલીવ તેલ મિક્સ કરી તેને વાળમાં લગાવવું જોઈએ.👩‍💼 મિત્રો તમારા માથાની ત્વચા પર કંઈ પણ ઇન્ફેકશન લાગી ગયું છે તો ઘી લગાવવાથી તે ઇન્ફેકશન દુર થાય છે.

👩‍💼 મિત્રો આજના સમયમાં સમયથી પહેલા જ વાળ સફેદ થઇ જતા હોય છે. જો તમને પણ આ વસ્તુથી ડર લાગે છે તો વાળમાં ઘી લગાવી મસાજ કરો ત્યાર બાદ એક ટુવાલથી વાળને પંદર મિનીટ સુધી લપેટી રાખો. ત્યાર બાદ તેને થોડા ગરમ પાણીથી ધોઈ લો.

👩‍💼 હવે અમે જે ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ તે છે ઘીનો ઓલ ઇન વન ઉપચાર છે. એટલે કે જો તમે વાળની દરેકે દરેક સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તેનો ઉપચાર આ છે. તેના માટે એક વાસણમાં પાંચ ચમચી ઘી લો અને તેને ગરમ કરવા મૂકી દો અને જ્યારે તે થોડું ગરમ થઇ જાય ત્યારે તેમાં પાંચ ગ્રામ બદામનો પાવડર ઉમેરી દો. પછી તેમાં ત્રણ ચમચી બદામનું તેલ ઉમેરો. હવે તેને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ધોયેલા વાળ પર આ પેસ્ટ લગાવો. ત્યાર બાદ પાંચ પાંચ મિનીટના અંતરે હળવા હાથે મસાજ કરતા રહેવું. આવું ત્રીસ મિનીટ સુધી કરવું. ત્યાર બાદ વાળને ધોઈ લેવા. આવું કરવાથી વાળની દરેક સમસ્યાથી છૂટકારો મળશે.

👩‍💼 મિત્રો ઘીને વાળમાં જેટલું લગાવવું સહેલું છે તેટલું જ અઘરું છે તેને કાઢવું. માટે જ્યારે તમે ઘીનો વાળમાં ઉપયોગ કરો ત્યારે તેમાં થોડું બદામનું તેલ જરૂર મિક્સ કરવું. તેનાથી વાળને જરૂરી વિટામીન ઈ પણ મળી રહેશે તેમજ વાળમાં બહુ ચીકાશ પણ નહિ આવે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “આ એક વસ્તુ લગાવીલો વાળની તમામ સમસ્યાનું સમાધાન | તમારા વાળ જીવનભર રહેશે સુંદર”

Leave a Comment