અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🧖♀️ સ્નાન કરતા પહેલા તેલમાં માત્ર આ બે વસ્તુ મિક્સ કરી વાળમાં લગાવો, વાળ બનશે ખૂબ જ મજબૂત અને સૂંદર… 🧖♀️
🧖♀️ મિત્રો આજે અમે વાળ માટે એવો ઉપચાર લાવ્યા છીએ કે જેના ઉપયોગ કરવાથી વાળ ખેંચવાથી પણ નહિ તૂટે એટલા મજબૂત બની જશે. એટલું જ નહિ પરંતુ વાળની અન્ય સમસ્યાઓ પણ દૂર થશે. જેમ કે તમારા વાળ બેજાન થઇ ગયા હોય તમારા વાળમાં ખોડાની સમસ્યા રહેતી હોય તો દરેક સમસ્યાનું સમાધાન લાવશે આ ઉપચાર. આ ઉપરાંત તમારા વાળ ડ્રાય થઇ ગયા છે કલર ડલ થઇ ગયો છે તો તેમાં પણ સુધાર આવશે. તમે અઠવાડિયા સુધી આ ઉપચાર કરશો તો તમને તફાવત દેખાશે અને તમે તેનો ઉપયોગ નિયમિત રીતે કરવા લાગશો. માત્ર ચાર વસ્તુની મદદથી તમે આ ઉપચાર કરી શકો છો. 🧖♀️ આ ઉપચાર ખૂબ જ સરળ છે અને ખર્ચાળ પણ નથી. સામગ્રીઓ પણ કૂલ ત્રણ જોશે તેલ સહીત. આ ઉપચારને બનાવવા માટે જોઇશે એક નંગ ડુંગળી જો તમારા વાળની લંબાઈ સામાન્ય છે તો એક જ ડુંગળી અને જો લાંબા વાળ છે તો તમારે બે થી ત્રણ નંગ ડુંગળી લેવાની રહેશે. પરંતુ ગુલાબી કલરની આવે છે તે ડુંગળી લેવાની છે. એક ચમચી એલોવેરા જેલ જોઇશે જો વાળની લંબાઈ વધારે હોય તો બે ચમચી એલોવેરા જેલ ઉપયોગમાં લેવું. તમારા વાળની લંબાઈ પ્રમાણે જોઇશે એરંડયાનું તેલ. જો સામાન્ય લંબાઈ હોય તો એક મોટી ચમચી અને વધારે લાંબા હોય તો વધારે જરૂરીયાત મૂજબ ઉપયોગમાં લઇ શકો છો.
ઉપચાર બનાવવાની રીત :
🧖♀️ સૌપ્રથમ તો ડુંગળીના ફોતરા કાઢી લો.
🧖♀️ હવે ડુંગળીને છીણવાની છે જેથી ડુંગળીનો રસ નીકળી જાય.
🧖♀️ ડુંગળીને છીણી લો ત્યાર બાદ તેમાં જે રસ નીકળ્યો હોય તેને ગાળી લેવાનો છે હવે તમારે આ ઉપચારમાં ડુંગળીનો કોઈ ઉપયોગ નથી કરવાનો તેથી તે ડુંગળીનો ઉપયોગ તમે રસોઈમાં કોઈ અન્ય જગ્યાએ કરી શકો છો આપણે તો જરૂર છે તો માત્ર ડુંગળીના રસની.
🧖♀️ હવે ડુંગળીનો રસ ગાળ્યા બાદ તેમાં એલોવેરા જેલ નાખી લો. હવે બંનેને બરાબર રીતે હલાવીને મિક્સ કરી લો.
🧖♀️ હવે છેલ્લે તમારે તેમાં તેલ ઉમેરવાનું છે. તેલ ઉમેર્યા બાદ તેને બરાબર હલાવીને મિક્સ કરી લો.
🧖♀️ હવે આપણો ઉપચાર તૈયાર છે વાળમાં અપ્લાય કરવા માટે. પરંતુ તેને અપ્લાય કરવાની અને તેને ધોવાની અલગ રીત છે તે પણ જાણી લઈએ.
🧖♀️ આ રીતે તમારા વાળમાં લગાવો:- 🧖♀️
🧖♀️ સૌપ્રથમ તમારા વાળના બે સરખા ભાગ કરી લો. હવે આ તેલ વાળના મૂળમાંથી લગાવવાનું ચાલુ કરો. પહેલા મૂળમાં લગાવી લો આંગળીની મદદથી ત્યાર બાદ નીચેના વાળમાં પણ લગાવી લો. ખાસ તો આપણા વાળનો નીચેનો ભાગ જ ખરાબ થઇ જતો હોય છે તેથી ત્યાં લગાવવાનું ભૂલતા નહિ.
🧖♀️ લગાવ્યા બાદ તમારા વાળમાં વાળ ભેગા કરી બક્કલ લગાવી દો.
🧖♀️ હવે તમારે આ તેલને ઓછામાં ઓછું બે કલાક સુધી રાખવાનું છે.
🧖♀️ બે કલાક બાદ વાળને પહેલા પાણીથી ભીના કરી લો. ત્યાર બાદ તેમાં શેમ્પુ લગાવો.
🧖♀️ શેમ્પુ લગાવ્યા બાદ પાણીથી ધોઈ લો.
🧖♀️ હવે તમારા વાળને ટુવાલની મદદથી કવર કરી લો જેથી પાણી સુકાઈ જાય.
🧖♀️ હવે થોડી વાર પછી તમારા વાળ સુકાઈ જાય ત્યારે તમને પરિણામ જોવા મળશે. તમારા વાળ ખુબ જ સ્મૂથ, સિલ્કી અને મજબૂત બનશે.
સ્ત્રીઓ અને પુરુષો બંને આ ઉપચાર અપનાવી શકે છે. પુરુષો તો રોજ વાળ ધોતા હોય છે તો તે લોકો આ ઉપચાર રોજ લગાવી શકે છે. જ્યારે સ્ત્રીઓ અઠવાડિયા માં બે થી ત્રણ વખત જ વાળ ધોતા હોય છે તો સ્ત્રીઓએ ત્રણ વખત સ્નાન પહેલા આ પ્રયોગ કરવો. જો ત્રણ વખત સમય ન મળે તો ઓછામાં ઓછી બે વખત તો આ પ્રયોગ કરવો જ પડશે તો જ સારું પરિણામ મળશે.
🧖♀️ હવે આપણે જાણીએ કે આ તેલની ખાસિયત શું છે અને કંઈ રીતે તે આપણા વાળ માટે અસરકારક સાબિત થાય છે. તો મિત્રો આપણી પહેલી સામગ્રી છે ડુંગળી, તો ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે જે આપણા વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે જે આપણા વાળને પોષણ આપે છે. તેમજ એન્ટીઓક્સીડન્ટ પણ હોય છે જે આપણા વાળમાંથી ખોડો દૂર કરે છે તેમજ ફરી થવા દેતું નથી. તે આપણા વાળને પણ મજબૂત બનાવે છે.
હવે બીજી વસ્તુ છે એલોવેરા જેલ જે આપણા વાળની ડ્રાયનેસને દૂર કરે છે. આપણે તેલ લીધું છે એરંડયાનું, જે વાળની લંબાઈ વધારવામાં મદદ રૂપ થશે તેમજ આપણા વાળના મૂળને મજબૂત બનાવશે. જેથી વાળ પણ મજબૂત બનશે. તો આ પ્રયોગ નિયમિત રૂપે કરવામાં આવે તો વાળ સંપૂર્ણ સ્વસ્થ તો બનશે જ પણ સાથે સાથે મુલાયમ અને સુંદર પણ બનશે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Very helpful
Very informative
ખુબ સરસ