મિત્રો આજ સુધી કોઈ પણ વ્યક્તિને એ જાણ નથી થઇ કે સલમાન ખાને આજ સુધી શા માટે લગ્ન નથી કર્યા. પરંતુ મિત્રો હજુ અમુક એવી પણ અભિનેત્રીઓ છે, જેની ઉમર 40 વર્ષ ઉપર હોવા છતાં લગ્ન નથી કર્યા. બોલીવુડમાં આમ તો ઘણા એવા ચહેરા છે. પરંતુ આ હીરોઇનો હજુ કુંવારી જ રહી છે. કોઈ સાથે તેમણે લગ્ન નથી કર્યા. તો આજે આ લેખમાં અમે તમને એ હિરોઈન વિશે જણાવશું જેણે સાચા જીવન સાથીની શોધમાં પોતાની લગ્નની ઉમરને પણ અલવિદા કહી દીધી. તો ચાલો જાણીએ કોણ છે એ સુંદર અભિનેત્રીઓ, જે આજે પણ કુંવારી રહીને પોતાના જીવનને વિતાવી રહી છે. સૌથી પહેલા છે સુષ્મિતા સેન : (ઉપરનો ફોટો) મિત્રો એશ્વર્યા રાય બાદ સુષ્મિતા સેને મિસ યુનિવર્સની સિદ્ધી મેળવી છે. પરંતુ મિત્રો સુષ્મિતા આજ સુધી કોઈ લગ્ન સંબંધમાં જોડાઈ નથી. આજે પણ તે પોતાના જીવનને એકલા વિતાવી રહી છે. તેના જીવનમાં પ્રેમ સંબંધ ઘણા રહ્યા, પરંતુ કોઈ સાથે લગ્ન સુધી વાત ન ગઈ. પરંતુ સુષ્મિતાએ બે દીકરીને દત્તક લીધી છે અને તેની સાથે પોતાના જીવનને પસાર કરી રહી છે. હાલમાં તે રોહમન શૉ નામના એક મોડેલને ડેટ કરી રહી છે. પરંતુ તેની સાથે લગ્ન થાય કે ન થાય, તેના વિશે કંઈ ન કહી શકાય. તેમની ઉંમર છે 44 વર્ષ.તબ્બુ : (ઉપરનો ફોટો) મિત્રો તબ્બુ ખુબ જ ફેમસ હિરોઈન છે. આજે બોલીવુડમાં પણ તેને ખુબ શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે. કેમ કે આજે તબ્બુ પોતાના ફિલ્મોમાં ખુબ જ સારી એક્ટિંગ કરે છે અને પોતાનું પ્રભુત્વ મેળવે છે. પરંતુ તે પોતાની લાઈફમાં સિંગલ રહેવાનું પસંદ કરે છે. આજે તેની ઉમર પણ 48 છે પરંતુ તે કોઈ સાથે લગ્ન કરવા નથી ઇચ્છતી. રાઈમા સેન : (ઉપરનો ફોટો) રાઈમા સેન બંગાળની અભિનેત્રી છે. પરંતુ તે બોલીવુડમાં સફળ ન થઇ શકી. તે સુંદર હોવાની સાથે સાથે ખુબ જ ટેલેન્ટ પણ ધરાવે છે. રાઈમાને ઘણા અફેર પણ હતા. પરંતુ તેના સંબંધ અફેર સુધી જ સીમિત રહ્યા. આ સુંદર અભિનેત્રીને સાચો પ્રેમી મળ્યો નથી જે તેની સાથે પરણી શકે. તેમની ઉંમર છે 40 વર્ષ. અમીષા પટેલ :(ઉપરનો ફોટો) મિત્રો અમીષા પટેલ એક સમયની ખુબ જ સુપર અને સુંદર અભિનેત્રી માનવામાં આવતી. પરંતુ તેને પણ આજ સુધી લગ્ન કરવા માટે કોઈ યોગ્ય જીવનસાથી મળ્યું નથી. “કહોના પ્યાર હે” ફિલ્મથી અમીષા પટેલની ખુબ નામના બની હતી. આજે પણ અમીષા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. પરંતુ મિત્રો અમીષા પટેલ ઘણા સમયથી બોલીવુડથી પણ દુર છે. પરંતુ તેના લગ્નના કોઈ એંધાણ નથી. તમની ઉંમર છે 43 વર્ષ. રીમી સેન :(ઉપરનો ફોટો) મિત્રો કોમેડી ફિલ્મ “હંગામા”માં જોવા મળતી રીમી સેનની ઉમર હાલ 38 વર્ષ છે. તેમ છતાં પણ હજુ તે કુંવારી છે. તેનો જન્મ બંગાળમાં થયો છે. અને તેણે બંગાળી અને કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તે હાલ ફિલ્મી દુનિયાથી દુર અને સુકુન સાથે પોતાનું જીવન વ્યતીત કરી રહી છે. રીમીએ બોલીવુડને ‘હંગામા’, ‘ધૂમ’, ‘ગરમ મસાલા’, ‘ક્યોંકિ’,‘દિવાને હુએ પાગલ’, ‘ગોલમાલ’ જેવી સફળ ફિલ્મો આપી છે. તેમની ઉંમર છે 38 વર્ષ.મોનિકા બેદી : (ઉપરનો ફોટો) મોનિકા બેદીને બોલીવુડમાં સુંદર અને ગોરી અભિનેત્રી માનવામાં આવે છે. અત્યારે મોનિકા 44 વર્ષની છે, પરંતુ, તે આ ઉમરમાં પણ પહેલાના જીવનની જેમ એકલી અને ખુશ જ રહે છે. પરંતુ મોનિકા જ્યારે બોલીવુડમાં આવી ત્યારે તેનું અફેર અબુ સલેમ સાથે હતું તેવું જાણવા મળે છે અબુ સલેમ અન્ડરવર્લ્ડનો ડોન હતો. એક રીતે ગુગલ પર તે તનો પતિ છે એમ પણ બતાવે છે.. નકલી પાસપોર્ટ સાથે બીજા દેશમાં જવાના ગુનામાં સજા પણ મળી હતી. પરંતુ ત્યાર બાદ સરસ્વતીચંદ્ર સિરીયલમાં જોવા મળી હતી. લગ્ન વિશે મોનીકાનું કહેવું છે કે મારા માટે સાચો જીવનને યોગ્ય સાથી મળ્યો નથી, મળશે ત્યારે લગ્ન કરી લઈશ પરંતુ હાલ માત્ર કામ પર હું ફોકસ કરું છું. તેમની ઉંમર છે 44 વર્ષ. નરગીસ ફખરી :(ઉપરનો ફોટો) રોકસ્ટાર જેવી સુપરહિટ ફિલ્મમાં નરગીસ ફખરીએ ડેબ્યુ કર્યું હતું. પરંતુ તમને જણાવી દઈએ કે, નરગીસ ફખરી મૂળ અમેરિકાની અભિનેત્રી છે અને ત્યાંની જ મોડેલ પણ છે. હાલ નરગીસ ફખરી 39 વર્ષની છે. તેનું નામ ઉદય ચોપરા સાથે પણ બહાર આવ્યું હતું. પરંતુ હાલ નરગીસ ફખરી સિંગલ જીવન વિતાવી રહી છે. તેના જીવનમાં લગ્ન માટે કોઈ જ પ્લાનિંગ નથી. તેમની ઉંમર છે 40 વર્ષ. શમિતા શેટ્ટી : (ઉપરનો ફોટો) શમિતા શિલ્પા શેટ્ટીની બહેન છે. જે બોલીવુડમાં આવી તેના પહેલા મનીષ મલ્હોત્રા સાથે કામને લઈને ઇન્ટરશીપ કરતી. પરંતુ મનીષે તેને ફિલ્મોમાં કામ કરવા માટે પ્રેરિત કરી. ત્યાર બાદ તેણે મહોબ્બતે ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેને ફીમેલ ડેબ્યુ તરીકે આઈફા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં પણ શિલ્પા શેટ્ટી જેવી નામના તે બોલીવુડના ન બનાવી શકી. શમિતાનું નામ બોલીવુડના નામચીન ચહેરા સાથે જોડાયું, પરંતુ લગ્ન સંબંધ માટે વાત આગળ ન વધી. જેના કારણે શમિતા આજે પણ પોતાની સિંગલ લાઈફ માણી રહી છે. તેમની ઉંમર છે 40 વર્ષ. ગ્રેસી સિંહ : (ઉપરનો ફોટો) મિત્રો ગ્રેસી સિંહે ઘણી ટેલિવિઝન સિરીયલમાં કામ કરેલું છે અને ત્યાર બાદ તેણે બોલીવુડમાં પણ સુપરહિટm ફિલ્મમાં કામ કરેલું છે. લગાન ફિલ્મમાં તેણે આમીર ખાન સાથે પણ ભૂમકા નિભાવી છે. જે ફિલ્મને લોકો આજે પણ યાદ કરે છે. ગ્રેસી સિંહ ક્લાસિકલ ડાન્સર છે સાથે સાથે તે પિયાનો પણ વગાડે છે. તેણે સંજય દત્ત સાથે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેની ઉમર પણ 39 વર્ષ છે, પરંતુ હાલ પોતાની જિંદગી એકલા જ વિતાવે છે. અને આજે તે ફિલ્મ જગતથી દુર છે. પરવીન બાબી : 1970 અને 1980 ના સમયની સૌથી સુપરહિટ અભિનેત્રી પરવીન બાબી હતી. પરવીન બાબીનું નામ ખુબ જ લોકો સાથે જોડાયું હતું, પરંતુ તે જીવનભર કુંવારી રહી. એક રીપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે પરવીન બાબી મહેશ ભટ્ટને ખુબ જ પસંદ કરતી. પરંતુ મહેશ ભટ્ટના લગ્ન થઇ ગયા હોવાથી કોઈ ફાયદો ન હતો. અને આ જ કારણોસર પરવીન કુંવારી રહી હતી. તે 55 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. તેમની જન્મ 1949 માં થયો હતો અને મૃત્યુ 2005 માં થયું હતું.સુરૈયા : તેના જમાનામાં સુરૈયા ખુબ જ સુંદર અને ખુબ જ પ્રસિદ્ધ સિંગર અને એક્ટ્રેસ હતી. સુરૈયા અને દેવાનંદના પ્રેમના સમાચાર ખુબ જ ફેમસ હતા. પરંતુ એક રીપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે, સુરૈયાની નાનીને, દેવાનંદ પસંદ ન હતો. અને તે જ કારણે બંનેના લગ્ન ન થઇ શક્યા. સુરૈયા પોતાના જીવનમાં કુંવારી જ રહી. પરંતુ કોઈ સાથે લગ્ન ન કર્યા. તેઓ 74 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. તેમનો જન્મ 1929 માં થયો હતો અને મૃત્યુ 2004 માં થયું હતું.
આ 12 એવી હિરોઈન હતી, જેમણે બેહદ સુંદર હોવા છતાં લગ્ન કાર્ય નથી..
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી