મિત્રો દરેક મહિલા ઈચ્છે છે કે તેની ત્વચા ખુબ જ સુંદર, ચમકદાર, અને મુલાયમ હોય અને આ માટે તેઓ અનેક પ્રોડક્ટ તેમજ ઘરેલું ઉપાયો કરે છે. પણ આપણે જયારે ટીવી પર અથવા તો ફિલ્મની કોઈ એભીનેત્રીને જોઈએ છીએ તો તેની સુંદરતા જોઈને તેના તરફ આકર્ષિત થઈએ છીએ. જો તમે પણ આ એક્ટ્રેસ જેવી સુંદર ત્વચા મેળવવા માંગો છો તો આજે અમે તમને કિયારા અડવાણી નો બ્યુટી સિક્રેટ વિશે જણાવીશું.
અપ્સરાની સુંદરતા નું વર્ણન મોટેભાગે કાલ્પનિક કહાનીઓમાં જ હોય છે. તો ઘણી ધાર્મિક માન્યતાઓમાં પણ તેના સૌદર્ય નું વર્ણન ની વાતો થાય છે. પણ એક ચાહક બોલીવુડની એક્ટ્રેસ કિયારા અડવાણી પર એટલો મોહિત થઈ ગયો કે તેણે એ વાત જ જુઠ્ઠી કહી દીધી કે અપ્સરાઓ માત્ર સ્વર્ગમાં જ હોય છે.
કિયારા અડવાણી ના એક ખુબ જ સુંદર ફોટો પર કોમેન્ટ કરતા તેના એક ચાહકે થોડા શબ્દોમાં કિયારા ની સુંદરતા પર ખુબ જ પ્રેમ થી કહી દીધું. સાચે જ કિયારા અડવાણી છે જ એટલી સુંદર. આજે અમે તમને કિયારા અડવાણી ના એવા બ્યુટી સિક્રેટ લઈને આવ્યા છીએ જે દરેક છોકરીને ગમશે.
જો કે તેનો પ્રયોગ કરવો ખુબ સરળ છે. અને તમે ખુબ ઓછા ખર્ચે કિયારા જેવી સુંદરતા અને ડાઘ વગરની ત્વચા મેળવી શકશો. બીજી વાત એ કે આ ઉપાય હર્બલ અને ઘરેલું છે એટલે તેની સાઈડ ઈફેક્ટ પણ તમારી ત્વચા પણ નહિ થાય.
કિયારા ચહેરા પર લગાવે છે આ ખાસ વસ્તુ : જયારે કિયારા પોતાની ફિલ્મ ‘કબીર સિંહ’ ના પ્રમોશન માં હતી, ત્યારે એક ઈન્ટરવ્યું દરમિયાન તેને તેની સુંદર ત્વચા નો રાજ પૂછવામાં આવ્યો. આના પર કિયારા એ થોડીક ખાસ વસ્તુઓની વાત કહી. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
આ સાથે જ કિયારા એ કહ્યું કે તે અક્સર પોતાન ચહેરા પર બરફ લગાવે છે. તમને જણાવી દઈએ કે સ્કીન પર બરફ લગાવવાથી સ્કીન ટાઈટ થાય છે. અને ચહેરા પર કરચલીઓ જેવી સમસ્યાઓ નથી થતી.
કિયારા લગાવે છે આ ફેસ પેક : કિયારા અડવાણી પોતાની સુંદર અને ગ્લોઇન્ગ સ્કીન નો શ્રેય પોતાની દાદીમાં ને આપે છે. તેનું કહેવું છે કે દાદીના કહેવામાં આવેલ ફેસ પેક ના કારણે જ તેની ત્વચા આટલી કોમલ અને સ્વસ્થ છે.
કિયારા જે ફેસ પેક નો ઉપયોગ કરે છે તેને તમે પણ ઘરે જ સરળતાથી બનાવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે તમારે મધ, બેસન, લીંબુ, દૂધ, અને ક્રીમ ની જરૂરત પડે છે.
આ રીતે ઉપયોગ કરો આ ફેસ પેક : અહી બતાવેલ બધી વસ્તુઓ ને નિશ્ચિત માત્રામાં લો, 2 ચમચી બેસન, અડધી ચમચી મધ, અડધી ચમચી ક્રીમ, એક ચમચી દૂધ, થોડા ટીપા લીંબુના, આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને પોતાના ચહેરા પર અને ગળા પર લગાવો.
ફેસ પેક લગાવ્યા પહેલા પોતાનો ચહેરો ફેસવોશ થી ક્લીન કરી લો. જેથી કરીને ત્વચા એકદમ સાફ થઈ જાય. અને ફેસ પેકના ગુણ તમારી ત્વચાના રોમ છિદ્ર દ્વારા ત્વચા કોશિકાઓ સુધી પહોચી શકે. આ પેકને 20 થી 25 મિનીટ રાખ્યા પછી ચહેરો સાફ પાણીથી ધોઈ નાખો.
દરેક પ્રકારની ત્વચા માટે કામ કરે છે આ પેક
તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી નો મનપસંદ ફેસ પેક દરેક પ્રકારની ત્વચા માટે બેસ્ટ છે. જો તમારી ત્વચા ડ્રાઈ છે તો તમે દુધની જગ્યાએ ક્રીમ થી આ ફેસ પેક બનાવી શકો છો. અને મધની માત્રા અડધી ચમચી થી વધુ નાખવી. આ તમારી ત્વચાને નમી, પોષણ આપવામાં અને ત્વચાના નિખાર વધારવામાં કામ કરે છે. ગરમીની ઋતુમાં આ ફેસ પેક તમારા માટે ખાસ રૂપે ઉપયોગી છે. કારણ કે તે તમારી ત્વચામાંથી ટેનિંગ દુર કરે છે અને સ્કીનને હાઈડ્રેટ રાખે છે.
આ નાઈટ સ્કીન કેયર રૂટીન અપનાવે છે : કિયારા પોતાની ત્વચા જવાન અને સુંદર રાખવા માટે નાઈટ સ્કીન કેયર રેજીમ અપનાવે છે. ત્વચાની અંદરથી સફાઈ કર્યા પછી એટલે કે ક્લીજીંગ અને ટોનીગ કર્યા પછી તે પોતાની સ્કીનને મોઈશ્ચોરાઈજર કરે છે. અને નાઈટ ક્રીમ લગાવે છે.
કિયારા કહે છે કે મને વગર શુટે મેકઅપ કરવાનો શોખ નથી. એટલે કે કયારા જયારે ઘરે હોય છે ત્યારે મેકઅપ બિલકુલ નથી કરતી. અને સ્કીનને ક્લીન કરે છે. જેથી કરીને ત્વચા ખુલ્લી રીતે શ્વાસ લઇ શકે. તમને જણાવી દઈએ કે ગરમીની ઋતુમાં તમે દિવસમાં ઓછામાં ઓછી બે વખત પોતાનો ચહેરો જરૂર ધોવો અને મોઈશ્ચોરાઈજર જરૂર લગાવો. જેથી કરીને તમારી ત્વચા જવાન અને સુંદર બની શકે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી