મિત્રો બોલીવુડની લાઈફ એટલે કે સપનાઓની દુનિયા. જેમાં ઘણા સિતારાઓ ચમકે છે તો ઘણા આથમી જાય છે. પણ જે આ દુનિયામાં પગ મૂકે છે તેની લાઈફ આખી બદલી જાય છે. આજે આપણે વાત કરીશું જેકલીન ફર્નાન્ડિસની. જે બોલીવુડ દુનિયાનું ખુબ જ જાણીતું નામ છે. અધધધ કરોડોની માલકિન આજે પોતાની લક્ઝરી લાઈફ જીવી રહી છે. પણ તેના જીવનમાં પણ ઘણા એવા ઉતાર ચઢાવ આવ્યા છે, જેના કારણે તે આજકાલ ખુબ જ ચર્ચામાં છે. ચાલો તો આપણે જેકલીન ફર્નાન્ડિસની લક્ઝરી લાઈફ વિશે જાણીએ, જેને જાણીને ખુબ જ આંચકો લાગશે.
બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ આ દિવસોમાં તપાસ એજન્સીઓના ચક્કર લગાવી રહી છે. તેનું નામ દેશના સૌથી મોટા મહા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયું છે. 200 કરોડની રંગદારીના કેસમાં જેકલીન ફર્નાન્ડિસની પૂછપરછ ચાલુ છે. આ મની લોન્ડ્રિંગના કેસમાં એક્ટ્રેસને સતત ઘણા કલાકો સુધી ઇડી અને પછી ઇઓડબલ્યુએ કરી હતી. ઇડીએ પોતાની ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિસને આરોપી ગણાવી હતી. તેના પર આરોપ લાગ્યા છે કે, ઠગ સુકેશ ચંદ્રશેખરની આખી કુંડળી જાણ્યા પછી પણ તેણે તેની પાસેથી કરોડો રૂપિયાના મોંઘા ગિફ્ટ લીધા છે.
તેની વચ્ચે એક્ટ્રેસના ચાહકો જેકલીન ફર્નાન્ડિસને લઈને બધા પ્રકારના સવાલ સર્ચ કરી રહ્યા છે. આખરે જેકલીન પોતે કેટલા કરોડની માલકીન છે ? તેના કેટલા ઘર કે બંગલા છે ? અને તેની કુલ સંપતિ કેટલી છે ? તો આવો જાણીએ જેકલીન ફર્નાન્ડિસની કુલ સંપતિ વિશે.
જેકલીન ફર્નાન્ડિસની લૈવીશ લાઈફસ્ટાઈલ : વર્ષ 2009 માં ‘અલાદ્દીન’ ફિલ્મથી ડેબ્યું કરનાર જેકલીન ફર્નાન્ડિસ, આજના સમયમાં ટોપ એક્ટ્રેસમાં સમાવિષ્ટ છે, જેને સલમાન ખાનની પણ સારી મિત્ર ગણવામાં આવે છે. તે તેમની સાથે ‘રેસ 3’ થી લઈને ‘કીક’ જેવી ઘણી ફિલ્મ અને ગીતોમાં કામ કરી ચૂકી છે. એક્ટ્રેસ માત્ર ફિલ્મોથી જ નહિ, પરંતુ આઈટમ સોંગથી પણ દર્શકોને ‘પાણી પાણી’ કરી ચૂકી છે. તે વાસ્તવમાં પણ ખુબ જ લક્ઝરી લાઈફ જીવે છે. તેનું પોતાનું મુંબઈમાં ઘર છે અને કાર કલેક્શન પણ ખુબ જ તગડું છે. આવો તેની લૈવીશ લાઈફસ્ટાઈલ વિશે પણ જાણીએ.
જેકલીન ફર્નાન્ડિસનું મુંબઈનું ઘર : જાણવા મળતી માહિતી મુજબ, જેકલીન ફર્નાન્ડિસનું મૂંબઈમાં ઝૂહુમાં 5 બેડરૂમ ડ્યુપ્લેક્સ છે જે મુંબઈના પોશ વિસ્તાર ઝૂહુમાં છે. આ બિલ્ડીંગનું નામ ‘કર્માયુગ’ છે. જેની કિંમત 7 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે. તેમાં એક મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. જેકલીન ફર્નાન્ડિસે આ પ્રોપર્ટી પ્રિયંકા ચોપરા પાસેથી ખરીદી હતી. પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી આ પ્રોપર્ટીને વેંચી દીધી હતી.
જેકલીન ફર્નાન્ડિસનું કાર કલેક્શન : કારવાળા રિપોર્ટ મુજબ, જેકલીન ફર્નાન્ડિસના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે 1.86 કરોડની કિંમત વાળી મર્સિડિસ મેબેચ S500 અને 2.26 કરોડ રૂપિયાની લૈંડ રોવર રેન્જ રોવર વોગ પણ છે. 24 લાખની જીપ, 71.90 લાખની કિંમતની બીએમડબલ્યુ 525D જેવી ગાડીઓ પણ છે.
જેકલીન ફર્નાન્ડિસની ફિસ : વર્ષ 2019 ની ફોર્બ્સ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, જેકલીન ફર્નાન્ડિસની વાર્ષિક ઇન્કમ 9.5 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ રૂપિયા લે છે. મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, તેની કુલ સંપત્તિ 75 કરોડની આસપાસ છે. જો કે તેના વિશે એક્ટ્રેસે ક્યારેય કોઈ જાણકારી આપી નથી.
જેકલીન ફર્નાન્ડિસનો બિઝનેસ : જેકલીને વર્ષ 2018 માં પોતાની મિત્ર મિશાલી સંઘાની સાથે મુંબઈના પાલી હિલમાં થાઈ રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. તે સિવાય પણ તે, જાહેરાતોની પસંદ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે, જેકલીનનું પોતાના હોમટાઉન શ્રીલંકાના કોલમ્બોમાં પણ એક રેસ્ટોરન્ટ જણાવવામાં આવે છે. સાથે જ તેનું દક્ષિણી તટ પર એક દ્વીપ પણ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી