તેમનો આ સબંધ જાણીને ચોંકી જશો.
અભિનેતા ઇમરાન હાશ્મી ફિલ્મોમાં પોતાના બોલ્ડ અંદાજ માટે ખુબ જ પ્રખ્યાત છે અને તેથી જ તો ઇમરાન હાશ્મીને બોલીવુડના સીરીયલ કિસર પણ કહેવામાં આવ્યા છે.એટલા માટે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ભટ્ટ પરિવારના પ્રોડ્યુસરની પહેલી પસંદ ઇમરાન હાશ્મી છે. ઈમરાને બોલીવુડને ઘણી હીટ ફિલ્મો આપેલી છે. પરંતુ મિત્રો એક વાત તો માનવી પડે કે ઇમરાનની ફિલ્મ હીટ રહે કે ન રહે પરંતુ તેની ફિલ્મના ગીતો હંમેશા હીટ અને પ્રભાવશાળી રહે છે. તેમના ગીતો લોકોના જહેનમાં ખુબ જ સરળતાથી આવી જતા હોય છે અને લાખો લોકો તેમના ગીત ના દીવાના છે.
ઇમરાને પોતાનાં દમદાર અભિનય કૌશલ્યથી ઘણી સુપર હીટ ફિલ્મો પણ આપેલી છે અને લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. તમને જણાવી દઈએ કે આજે ઈમરાનની ગણતરી બોલીવુડના ટોચના અભિનેતાઓમાં કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ ઇમરાન સાથે કામ કરવું ખુબ પસંદ હોય છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ઈમરાને અહીં સુધી પહોંચવા માટે ઘણા સંઘર્ષોનો સામનો કરેલો છે. ઈમરાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ફૂટપાથ પરથી કરી હતી. જેમાં તેમના અભિનયની ખુબ ચર્ચાઓ કરવામાં આવી હતી. પરંતુ મિત્રો આ તો ઇમરાન હાશ્મીની એવી વાત છે જેને તમે ક્યાંકને ક્યાંક વાંચી કે સાંભળી હશે. પરંતુ આજે અમે ઇમરાન હાશ્મીની એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી લગભગ લોકો અજાણ હશે.
મિત્રો ઇમરાન હાશ્મીની એક બહેન પણ છે. જે ઘણા સમયથી બોલીવુડમાં કામ પણ કરી રહી છે. એટલું જ નહિ ઈમરાનની બહેન બોલીવુડની એક પ્રખ્યાત હિરોઈન છે. અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે એટલી સુંદર છે કે લગભગ તમે લોકો તેને પસંદ કરતા હોય તેવું બની શકે. આ ઉપરાંત તમે તેની ફિલ્મો પણ જોઈ હશે.
તો તમને જણાવી દઈએ કે આખરે કોણ છે તે અભિનેત્રી, જે ઇમરાન હાશ્મીની બહેન છે અને ઈમરાનની જેમ જ એક્ટિંગમાં માહિર અને બિંદાસ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઇમરાન હાશ્મીની બહેનનું નામ આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટ ઇમરાન હાશ્મીની સગી બહેન નથી પરંતુ કઝીન સિસ્ટર એટલે કે પિત્રાઈ બહેન છે.
હવે તમને એવો પ્રશ્ન થાય કે ઇમરાન હાશ્મી અને આલિયા ભટ્ટ વચ્ચે કંઈ રીતે ભાઈ બહેનનો સંબંધ ગણાય. તો તમને જણાવી દઈએ કે ઇમરાન હાશ્મીના દાદીના બહેનનું નામ સિરીન મહોમ્મદઅલી હતું. સિરીન મહોમ્મદ અલી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટની માતા હતી અને મહેશ ભટ્ટની છોકરી આલિયા ભટ્ટ છે. આ સંબંધના કારણે આલિયા ભટ્ટ ઇમરાન હાશ્મીની બહેન ગણાય છે.આ કારણે ઇમરાન અને આલિયા ભાઈ બહેન છે તે વાતની ખબર ત્યારે પડી જ્યારે એક ફિલ્મ મેકર ઇમરાન હાશ્મી પાસે આલિયા ભટ્ટ સાથે ફિલ્મમાં કામ કરવાનું પ્રપોઝલ લઈને ગયા હતા. ત્યારે ઇમરાન હાશ્મીએ તે ફિલ્મ મેકરને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. આલિયા ભટ્ટ અને ઇમરાન હાશ્મી બંને સંબંધમાં ભાઈ બહેન થાય છે. તેથી જ તો અત્યાર સુધી બંને કોઈ પણ ફિલ્મમાં એક સાથે હીરો-હિરોઈન તરીકેનો રોલ કરતા નજર નથી આવ્યા.
તો મિત્રો શું તમને પહેલા ખબર હતી કે આલિયા ભટ્ટ અને ઇમરાન હાશ્મી બંને ભાઈ બહેન થાય ? જવાબ હા કે ના માં કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી