જાણી ને નવાઈ લાગશે | બોલીવુડ ના આ સિતારા ક્યારેય પણ શરાબ કે સિગરેટ હાથ નથી લગાવતા.

અમિતાભ બચ્ચન સિવાય આ 11 સિતારાઓ પણ ક્યારેય શરાબ કે સિગરેટનું સેવન નથી કરતા…

બોલીવુડ ફિલ્મોમાં અનેક વાર અભિનેતાઓને શરાબ પિતા દેખાડવામાં આવ્યા હોય છે. તમે અમિતાભ બચ્ચનને તો ઘણી વખત ફિલ્મમાં શરાબીનું પાત્ર ભજવતા જોયા હશે. પરંતુ ખુબ જ ઓછા લોકો જનતા હશે કે અમિતાભ બચ્ચન શરાબ પીવાનું તો દુર પરંતુ ક્યારેય હાથ પણ નથી લગાવતા. મિત્રો અમિતાભ બચ્ચનની જેમ બીજા પણ ઘણા એવા સિતારાઓ છે જે શરાબને હાથ પણ નથી લગાવતા. જેમ ખુબ જ મોટા મોટા દિગ્ગજ અભિનેતાઓના નામ છે. તો આજે અમે આ લેખમાં તમને તે ફિલ્મ સ્ટારો વિશે જણાવશું કે જે ક્યારેય શરાબ કે સિગરેટનું સેવન તો દુર પરંતુ રીયલ લાઈફમાં હાથ પણ નથી લગાવતા.

તો ચાલો જાણીએ તેવા અભિનેતાઓ વિશે જે ફિલ્મોમાં તો શરાબ પીવાની એક્ટિંગ બખૂબી કરી જાણે છે. પરંતુ વાસ્તવિક જીવનમાં સિગારેટ અને શરાબ તેનાથી કોસો દુર છે. જેને ક્યારેય હાથ પણ નથી લગાવતા.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ છે અક્ષય કુમારનું. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર બોલીવુડમાં સૌથી હીટ એન્ડ ફીટ હીરો છે. પરંતુ ક્યારેય પાર્ટી પણ નથી કરતા અને શરાબ પણ નથી પીતા. માત્ર આટલું જ નહિ તેમને સિગારેટ જેવી પણ આદત નથી. આ બાબતમાં તે હંમેશા પોતાના નિયમનું પાલન કરે છે.

બીજા છે જોહન અબ્રાહમ. જે પોતાની બોડી અને એક્ટિંગના કારણે બોલીવુડમાં ખુબ ચર્ચિત અને જાણીતું નામ છે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્હોન અબ્રાહમ પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે તેથી તેઓ પણ પાર્ટીઓથી દુર રહે છે અને પોતે ક્યારેય શરાબ કે સિગરેટ જેવી વસ્તુઓને હાથ પણ નથી લગાવતા.

ત્યાર બાદ છે બોલીવુડની સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટી. શિલ્પા શેટ્ટી પોતાના ફિગરને જાળવી રાખવા માટે નિયમિત વ્યાયામ અને યોગા કરે છે અને તેમનું ફિગર અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુથી તેમની જિંદગીમાં શિલ્પા શેટ્ટી ક્યારેય શરાબ કે સિગરેટ જેવી વસ્તુનું સેવન નથી કરતી.

અભિષેક બચ્ચન પણ પોતાના પિતા અમિતાભ બચ્ચનને અનુસરે છે અને પોતાની જિંદગીમાં ક્યારેય સિગરેટ કે શરાબ જેવી વસ્તુનું સેવન નથી કરતા. આ બાબતમાં તેમનું આખું ઘર ખુબ જ ચુસ્તપણે પાલન કરે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા. તમને જણાવી દઈએ કે ખુબ જ હેન્ડસમ અને સ્માર્ટ લુક ધરવતા અને બોલીવુડના ઉભરતા સિતારા સિદ્ધાર્થ મલ્હોત્રા પોતે એક સ્ટુડન્ટ છે અને ક્યારેય શરાબ જેવી વસ્તુનું સેવન નથી કરતા.

ત્યાર બાદ છે પરીણીતી ચોપરા. તમને જણાવી દઈએ કે પરીણીતી બોલીવુડની એક સારી અભિનેત્રી તો છે જ પરંતુ તે પોતાની જિંદગીમાં આદતો પણ ખુબ સારી ધરાવે છે. તેથી જ તો તે શરાબ જેવી વસ્તુને હાથ પણ નથી લગાવતી.

બોલીવુડની બ્યુટી અને એક્ટિંગ ક્વીન દીપિકા પાદુકોણ પણ હંમેશા શરાબથી દુર રહે છે અને દીપિકાની આ વાત જ દીપિકાને વધારે સુંદર બનાવે છે.

બોલીવુડમાં પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી બિપાસા બાસુ પણ ક્યારેય શરાબનું સેવન નથી કરતી. તે શરાબ જેવી આદતો કરતા પોતાની ફિટનેસને વધુ મહત્વ આપે છે. તેના માટે આબધી વસ્તુ ફિઝૂલ છે એવું માનવું છે. જેનાથી દરેક વ્યક્તિએ દુર રહેવું જોઈએ.

સોનમ કપૂર પણ શરાબથી દુર જ રહે છે. તમને જણાવી દઈએ કે સોનમ કપૂર પોતાના સ્વાસ્થ્ય પર ખુબ જ ધ્યાન આપે છે અને તેના પ્રત્યે જાગૃત પણ રહે છે. તેથી તે ક્યારેય શરાબને હાથ પણ નથી લગાવતી.

ત્યાર બાદ છે બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહે બોલીવુડમાં આવવા માટે ઘણું વજન ઘટાડ્યું છે. માટે તે પોતાનું ફિગર અને ફિટનેસ જાળવી રાખવા માટે ક્યારેય શરાબ જેવી વસ્તુનું સેવન નથી કરતી.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે ક્યાં એક્ટરની આ ટેવ તમને પસંદ આવી જરૂર જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment