જાણો બોલીવુડના આ વિવાદ વિશે જાણશો તો તમને એમ થશે કે આવું બની જ ના શકે.. જાણો શું બન્યું હતું. મિત્રો સામાન્ય રીતે દરેક પરિવારમાં સભ્યો તેમજ પરિવાર વચ્ચે નાના મોટા વિવાદો રહેતા હોય છે. પરંતુ વાત જ્યારે બોલીવુડ સ્ટાર્સની આવે ત્યારે તે એક ખુબ જ રસપ્રદ અને ચર્ચાનો વિષય બની જતી હોય છે. કારણ કે બોલીવુડ સ્ટાર એક સફળ વ્યક્તિ હોય છે. પરંતુ જો એવી સફળ અને ધનવાન વ્યક્તિના ઘરમાં પણ વિવાદો થાય તો એ એક આશ્ચર્યની વાત છે. તો આજે અમે એવા જ બોલીવુડના સૌથી વિવાદિત પરિવાર અને તેના વિવાદોની ચર્ચા કરીશું. જે જાણીને તમને પણ નવાઈ લાગશે.સૌથી પહેલા છે કંગના રનૌત. કંગના રનૌત અને તેના પિતા વચ્ચેના સંબંધો ખુબ જ અશાંતિ પૂર્વકના છે. પોતાની પિતાની વિરુદ્ધમાં જઈને કંગનાએ બોલીવુડમાં આવવાનું નક્કી કર્યું ત્યારે કંગના પાસે પેટ ભરવાના પૈસા પણ ન હતા. પરંતુ પોતાના માતાપિતા સાથે તણાવભર્યા સંબંધના કારણે કંગનાએ પોતાના માતાપિતા પાસે કોઈ સહાય માંગી ન હતી. આ ઉપરાંત કંગનાએ એક વખત મીડિયામાં પણ જણાવેલુ છે કે તે પોતાના પરિવાર માટે એક અવાંછિત બાળક હતી. પરંતુ આજે પણ તેનો પરિવાર બોલીવુડના વિવાદિત પરિવારમાંથી એક છે.
ત્યાર બાદ આવે છે શ્રીદેવી અને અર્જુન કપૂર. આપણે બધા જ જાણીને છીએ કે અર્જુનના પિતા બોની કપૂરે શ્રીદેવી સાથે લગ્ન કરવા માટે અર્જુનની માતા અને બાળકોને છોડી દીધા હતા. આ ઉપરાંત આ બાબતે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે જ્યારે શ્રીદેવી અને બોની કપૂરના લગ્ન થયા, ત્યારે શ્રીદેવી ગર્ભવતી હતી. અર્જુને ઘણી વખત જણાવ્યું છે કે તે ખુશ છે કે તેના પિતા ખુશ છે. પરંતુ અર્જુન ભાગ્યે જ પોતાની સોતેલી માતા શ્રીદેવી કે તેની દીકરીઓ સાથે જોવા મળ્યા હશે. આ ઉપરાંત અર્જુને મીડિયામાં એ પણ જણાવ્યું છે કે શ્રીદેવી તેના માટે તેના પિતાની પત્ની છે. તેનાથી વધારે કંઈ નહિ. મારી માતાનું બિરુદ એ ક્યારેય ન લઇ શકે. કારણ કે અર્જુનના સંબંધો ક્યારેય પણ શ્રીદેવી સાથે સામાન્ય રહ્યા નથી. ત્રીજો પારિવારિક વિવાદ છે સુંદર અભિનેત્રી રેખાનો. આમ તો રેખાની જિંદગી ઘણા વિવાદોથી જોડાયેલી છે. પરંતુ આજે અમે અહીં તેના નાનપણનો કિસ્સો જણાવશું. તમને જણાવી દઈએ કે રેખા એક નાજાયાદ બાળક હતી અને તેના પિતા જેમિની ગણેશે રેખાને પોતાના બાળક રૂપે સ્વીકારવાની ના પાડી દીધી હતી. રેખાએ એક વાર જણાવ્યું હતું કે એક વખત તેના પિતા પોતાના બાળકોને લેવા સ્કુલે આવ્યા અને તેને ઓળખ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા. રેખાનું પરિવાર પણ આર્થિક રૂપથી અસ્થિર થઇ ગયું હતું. ત્યારે તેણે કામ કરવા માટે સ્કુલ છોડવી પડી. ત્યાર બાદ તેના જીવનમાં તેના પિતા રેખા સાથે સુલહ કરવા માટે પણ આવ્યા હતા અને તેણે રેખા પાસેથી સુલહની ભીખ પણ માંગી હતી. પરંતુ ઘણા લાંબા સમય સુધી રેખાએ સમાધાન માટે ના પાડી હતી.
ત્યાર બાદ છે બોલીવુડના સફળ અભિનેતા આમીર ખાન અને તેના ભાઈ ફૈઝલ ખાન વચ્ચેનો વિવાદ. માનસિક રૂપે સ્થિર કહેવાતા ફૈઝલ ખાને પોતાના ભાઈ આમીર ખાન પર પોતાના જ ઘરમાં જબરદસ્તી તેને બંધ કરી રાખવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહિ આમીર ખાન પોતાના પિતા તાહિર હુસેન સાથે પણ એક વિશાળ કાનૂની ઝગડો કરી ચુક્યા છે. ફૈઝલને માનસિક રીતે બીમાર ઘોષિત કર્યા બાદ આમીર અને તેના પિતા બંને ફૈઝલની હિરાસતની લડાઈમાં સમાવિષ્ટ હતા. અંતે ફૈઝલની દેખભાળ તેના પિતા તાહિર હુસેનને સોંપવામાં આવી હતી.પાંચમો વિવાદ છે બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને તેના પિતા ઋષિ કપૂર વચ્ચેનો. રણબીર કપૂર વિશે એવું કહેવાય છે કે રણબીર કપૂર અને તેના પિતા ઋષિ કપૂર વચ્ચે ઝગડો થયો હતો. રણબીરે એક વાર ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નાનો હતો ત્યારે અડધી રાત્રે ઉઠતો હતો અને પોતાના માતાપિતા વચ્ચેના ઝગડાનો અવાજ સાંભળીને રડતો. આ ઉપરાંત ઋષિ કપૂરે પણ જણાવ્યું હતું કે તે એ વાતથી ખુબ પરેશાન છે કે તે અને રણબીર કપૂર વચ્ચે એક દોસ્તી જેવો સંબંધ નથી. તેણે રણબીર કપૂરની સાથે પોતાના સંબંધને બગડવાનું પણ કબુલ્યું હતું.
આમ જોવા જઈએ તો બોલીવુડમાં કેટલાક સબંધો એવા છે કે જે જોઇને તમને એમ લાગે કે આ જે બની રહ્યું છે તેની પાછળ કાતો પૈસા જવાબદાર છે અથવા સ્ત્રીઓનું રૂપ જવાબ દાર છે. કારણ કે, ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોવા મળે છે કે કોઈ હીરો અથવા હિરોઈન પૈસા માટે મોટી ઉંમરના પુરુષ અથવા સ્ત્રી સાથે પરની જાય છે અને બીજી તરફ એવું લાગે છે કે કોઈ પરણેલી સ્ત્રી કે પરણેલો પુરુષ કોઈ બીજા હીરો કે હિરોઈનના રૂપ માટે પોતાના જુના પત્ની કે પતિને છોડી દે છે. આ પરથી એમ ઘણી વાર લાગે કે આ બધા લોકોના ફેવરીટ એવા અભિનેતાઓના જીવન તો સાવ સામાન્ય માણસ કરતા પણ ઠીક નથી લાગી રહ્યા. બોલીવુડમાં આવા સબંધોના આટાપાટા મુખ્યત્વે કપૂર ખાનદાનો સાથે વધુ ચર્ચાતા રહ્યા છે.