આ  5 અભિનેત્રીઓની  તેના પતિ કરતા છે ઘણી મોટી,  છતાં કર્યા લગ્ન…. તમે આ અભિનેત્રીનું નામ જાણી ચોકી જશો

આ  5 અભિનેત્રીઓની  તેના પતિ કરતા છે ઘણી મોટી,  છતાં કર્યા લગ્ન…. આ અભિનેત્રીનું નામ જાણી ચોકી જશો

બધા જ લોકો જાણે છે કે પ્રેમમાં ક્યારેય લોકો જાતપાત જોતા નથી. જેનું ઉદાહરણ આજે દરેક જગ્યાએ લોકોમાં જોવા મળે છે. મિત્રો આજકાલ લોકો પ્રેમમાં કંઈ પણ જોતા નથી હોતા. ઘણી વાર તો એવા પણ કપલ્સ હોય છે જેમાં બંને પાત્રની વચ્ચે ઉમરનો પણ ખુબ જ તફાવત હોય છે. તેમાં છતાં પણ બંનેની લાઈફ સમાંતર ચાલતી હોય છે. તો આજે અમે તમને એવી જ કંઈક બોલીવુડની એક મજેદાર વાત જણાવશું.

મિત્રો બોલીવુડમાં ઘણા એવા ઉદાહરણો છે, જે ખરેખર પ્રેમ ઉંમર કે જાતપાત જોતું નથી. તે વાતને ઘણા બધા એક્ટર સાબિત કરે છે. તો આજે અમે તેના આધારે બોલીવુડની એવી ફેમસ અભિનેત્રીઓ વિશે જણાવશું જેની ઉંમર તેના પતિ કરતા ઘણી મોટી છે તેમ છતાં પણ વર્ષોથી તેમનો લગ્ન સંબંધ ચાલ્યો આવે છે. મિત્રો સામાન્ય આપણા ભારતીય સમાજમાં લગ્નમાં છોકરાની ઉમર વધારે હોય છે અને છોકરીની ઉમર ઓછી હોય છે. પરંતુ બોલીવુડની આ અભિનેત્રીઓના કેસમાં કંઈક ઉલટું જ છે. આ અભિનેત્રીઓ તેના પતિ કરતા ઘણા વર્ષ મોટી છે. તો આજે અમે તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો આ લીસ્ટમાં સૌથી પહેલા આવે છે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન. અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન વર્ષ 2007 માં થયા હતા અને બંનેની ઉંમરમાં લગભગ ત્રણ વર્ષનો તફાવત છે. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન આભીષેક બચ્ચન કરતા ત્રણ વર્ષ મોટી છે. મિત્રો સામાન્ય રીતે છોકરીની ઉંમર છોકરા કરતા પ્રેમ લગ્ન હોય ત્યારે વધારે જોવા મળતી હોય છે. પરંતુ આ બંનેના તો અરેંજ મેરેજ હતા, તેમ છતાં પણ ઐશ્વર્યાની ઉંમર ત્રણ વર્ષ મોટી છે અને તેના પરિવારના લોકોને પણ આ બાબતે કોઈ પણ પ્રોબ્લેમ થયો ન હતો.

ત્યાર બાદ બીજું કપલ છે સૈફ અલીખાન અને અમૃતા સિંહ. મિત્રો બંનેની ઉંમરનો તફાવત હતો લગભગ 12 વર્ષ, જે ખુબ જ વધારે છે. અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી છે. બંનેના લગ્ન વર્ષ 2004 માં થયા હતા. મિત્રો એ વખતે સૈફ અલી ખાન હજુ પોતાનું કરિયર બનાવી રહ્યો હતો. જ્યારે અમૃતા એક સફળ અભિનેત્રી હતી. બંને એક બીજાના પ્રેમમાં એટલા ડૂબ્યા અને બંને વચ્ચે 12 વર્ષનો તફાવત હોવા છતાં પણ લગ્ન પણ કરી લીધા. પરંતુ તેમનો સંબંધ 13 વર્ષ જ ચાલ્યો અને પછી બંને વચ્ચે તલાક થઇ ગયા.

ત્રીજા નંબર પર આવે છે સૈફ અલી ખાનની બહેન સોહા અલીખાન. જેણે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા અભિનેતા કુણાલ ખેમુ સાથે. સોહા અને કુણાલ વચ્ચે પુરા પાંચ વર્ષનો તફાવત છે. જેમાં સોહા અલી ખાન કુણાલ ખેમુ કરતા પાંચ વર્ષ મોટી છે. પરંતુ આ બંને એક બીજાને એટલો પ્રેમ કરવા લાગ્યા કે બંનેને 5 વર્ષનો તફાવત પણ નડ્યો નહિ અને અંતે લગ્ન કરી લીધા.

ત્યાર બાદ છે બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર. આ બંને વચ્ચે પણ ત્રણ વર્ષનો તફાવત છે. જેમાં બિપાશા ત્રણ વર્ષ મોટી છે. કરણે પહેલા પણ બે લગ્ન કરી લીધા હતા અને આ લગ્ન થોડા સમયમાં જ તૂટી ગયા હતા. ત્યાર બાદ કરણે બિપાશાની સાથે ત્રણ વર્ષ મોટી હોવા છતાં પણ લગ્ન કર્યા હતા. જ્યારે બિપાશાના પણ આ લગ્ન પહેલા ઘણા અફેર સામે આવ્યા હતા. પરંતુ અંતે કરણ અને બિપાશાને પ્રેમમાં સફળતા મળી અને તેમણે ઉંમરને નજરઅંદાજ કરીને લગ્ન કરી લીધા.

પાંચમાં નંબર પર છે પ્રિયંકા ચોપરા અને નીક જોન્સ. વર્ષ 2018 માં ડીસેમ્બરમાં નીક અને પ્રિયંકાના લગ્ન થયા હતા. ત્યારે એવી અફવા હતી કે બંનેનો સંબંધ લાંબો સમય નહિ ટકે, કારણ કે પ્રિયંકા નીક કરતા ઉંમરમાં 10 વર્ષ મોટી છે. પરંતુ તેમની વચ્ચે એટલો પ્રેમ હતો કે બંનેને એક બીજાની ઉંમરથી કોઈ પણ પ્રશ્ન ન હતો. આજે તે એકબીજા સાથે ખુબ ખુશ નજર આવે છે.

તો મિત્રો આ હતી બોલીવુડની એવી પાંચ અભિનેત્રી જે ઉંમરમાં તેના પતિ કરતા ઘણી મોટી છે.

Leave a Comment